બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The father donated the property and both the sons applied to the High Court to get the property

અમદાવાદ / માતાની અંતિમવિધિમાં બે દિકરાઓ UKથી આવવાનું ચૂક્યાં, પિતાએ બંગલો, ઓફિસ ટ્રસ્ટને દાન કરી દીધી, પુત્રોએ હક માટે HCમાં કરી અરજી

Malay

Last Updated: 02:43 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માતાની અંતિમવિધિમાં દીકરાઓ વિદેશથી ન આવતા પિતાએ તમામ મિલકત ટ્રસ્ટને દાન આપી દીધી. ત્યારે હવે બંને પુત્રોએ મિલકત મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી છે.

 

  • માતાની અંતિમવિધિમાં પણ દીકરાઓ ન આવ્યા
  • પિતાએ બંને દીકરાઓને મિલકતમાંથી કર્યા બેદખલ 
  • પિતાએ બંગલો અને ઓફિસ આપી ટ્રસ્ટને દાનમાં

પિતાએ તેમની તમામ મિલકતો ટ્રસ્ટને દાનમાં આપી દેતાં તેમના બંન્ને પુત્રોએ મિલકત મેળવવા હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યા છે. મિલકતમાંથી બેદખલ થયેલા પુત્રોએ હક મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી છે. જેથી હાઈકોર્ટે ખાનગી ટ્રસ્ટ અને પાવર ઓફ એટર્નીને નોટિસ કાઢીને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ મામલે બે સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળ પરત ખેંચાઇ, CJI સાથેની મુલાકાત બાદ  એસોસિએશનની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય | The strike of Gujarat High Court  lawyers was withdrawn

માતાની ખબર કાઢવા યુ.કેથી ન આવ્યા બંને દીકરાઓ
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રશ્મિકાંતભાઈ ઠક્કર તેમના પત્ની નીમાબેનની સાથે એકલા રહેતા હતા. જ્યારે ઇન્કમટેક્સ ઓફિસમાં ઉચ્ચ હોદ્દા પરથી નિવૃત થયેલા રશ્મિકાંતભાઈના બંને દીકરા યુ.કેમાં સ્થાયી થયા હતા. વર્ષ 2018માં રશ્મિકાંતભાઈના પત્ની નીમાબેનને કીડનીની બીમારી થતાં તેઓ પથારીવશ થઈ ગયા હતા.આ દરમિયાન રશ્મિકાંતભાઈએ યુ.કે ખાતે રહેતા બંને દીકરાઓને માતાને મળવા આવવા કહ્યું હતું. જોકે, તેઓ માતાને મળવા ભારત આવ્યા નહોતા. 

માતાની અંતિમવિધિમાં પણ દીકરા રહ્યા ગેરહાજર
જે બાદ વર્ષ 2019માં નીમાબેનનું મૃત્યુ થયું હતું. જેથી બંને દીકરાઓને માતાની અંતિમવિધિ માટે આવવા કહ્યું હતું. છતાં એકય આવ્યા નહોતા. જેથી રશ્મિકાંતભાઈ અને તેમના પત્નીની સેવા ચાકરી કરતા તેમના મિત્રના દીકરા કિશોર ઓડેદરાને તમામ મિલકત આપી દેવાનો નિર્ણય રશ્મિકાંતભાઈએ કર્યો હતો. પરંતુ કિશોરે મિલકત સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જેથી રશ્મિકાંતભાઈએ તેમના મૃત્યુ બાદ સેટેલાઈટમાં આવેલો બંગલો અને સીજી રોડ પર આવેલી ઓફિસ જ્ઞાતિના ટ્રસ્ટને દાનમાં આપવાનું નક્કી કર્યું હતું. જ્યારે રોકડ અને ઘરેણાં કિશોરને ભેટમાં આપી દીધા હતા. તેમણે પાવર ઓફ એટર્ની બનાવી લીધું હતું. 

હાઇકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી, શું હતી અરજી હાઈકોર્ટે શું કહ્યું જાણો |  Gujarat high court on congress Pela on local body election 2021

પિતાએ ટ્રસ્ટને દાનમાં આપી દીધી મિલકત
બે વર્ષ બાદ રશ્મિકાંતભાઈનું અવસાન થતાં તેમની ઈચ્છા મુજબ તેમનો બંગલો અને ઓફિસ તેમણે અગાઉથી જ નક્કી કર્યા મુજબ ટ્રસ્ટને આપી દીધાં હતાં. તેમના અવસાન બાદ બન્ને દીકરા યુ.કે.થી ઈન્ડિયા આવ્યા ત્યારે તેમને જાણ થઇ હતી કે તેમના પિતાએ બંગલો અને સીજી રોડ પર આવેલી ઓફિસ જ્ઞાતિના ટ્રસ્ટને દાનમાં  આપી દીધી છે.  તેમના પિતાની એક પાઇ પણ તેમને આપી નથી.  જેથી બંને દીકરીએ મિલકત મેળવવા હાઈકોર્ટમાં પહોંચ્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ