બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / The dirty work of the spa owner made a girl from Nagaland a victim of hunger in Vadodara on the pretext of a job.

ફરિયાદ / સ્પા માલિકનો ગંદો કાંડ, વડોદરામાં નાગાલેન્ડની યુવતીને નોકરીના બહાને બનાવી હવસનો શિકાર, 3ની ધરપકડ

Vishal Khamar

Last Updated: 09:14 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં રોજગારી માટે આવેલી નાગાલેન્ડની યુવતી આબરૂ લૂંટવામાં આવી. સ્પાના સંચાલકે નોકરી આપ્યાના ત્રીજા દિવસે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બાબતે યુવતીએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી.

  • વડોદરામાં નાગાલેન્ડની યુવતી પર સ્પા માલિકે આચર્યુ દુષ્કર્મ
  • સ્પા સેન્ટરમાં નોકરી આપ્યા બાદ માલિકે દુષ્કર્મ આચર્યુ
  • સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી ત્રણેયની અટકાયત કરી

 રોજી રોટી ની આશ સાથે સુરત થી આવેલી નાગાલેન્ડની યુવતી પર સ્પા માલિકે ગુજારતા ચકચાક મચી જવા પામી હતી. ત્યારે આ બાબતે યુવતીએ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. યુવતી તેના ફિયાન્સી સાથે વડોદરા આવી હતી. ઓનલાઇન નોકરીની ઓફર થી વડોદરા આવી હતી. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી કિંગ થાઈ સ્પામાં નોકરી મળી હતી. જોકે બે દિવસ નોકરી દરમ્યાન સ્પાના માલિકે જ યુવતી પર સ્પાના રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું. બે બે વખત દુષ્કર્મ આચરતાં યુવતીએ સયાજીગંજ પોલીસ મથક ફરિયાદ નોંધાવી છે.

સ્પા સેન્ટરમાં નોકરી આપ્યા બાદ માલિકે દુષ્કર્મ આચર્યુ
29 વર્ષીય યુવતીને નોકરી તો મળી પરંતુ સાથે જ  અમાનુષી અત્યાચારનો પણ ભોગ બની હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા અનેક ખુલાસા થયા છે. 29 વર્ષીય યુવતીને સ્પા સેન્ટરમાં નોકરી આપ્યા બાદ સ્પા માલિકે યુવતી પર બે વખત ગુજાર્યો બળાત્કાર અને મેનેજરો સ્પા માલિકને સાથ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. અલકાપુરીમાં આવેલ કિંગ થાઇ સ્પાના માલિક પૃથ્વી રાજસિંહ દશરથ સિંહરાણા અને  તેના બે મેનેજર વિજય સોલંકી તથા મિત પરમાર વિરુદ્ધ સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી સયાજીગંજ પોલીસે ત્રણની કરી અટકાયત કરી છે. 

પકડાયેલ આરોપીઓના નામ સરનામાં
(૧) પૃથ્વીરાજ દશરથસિંહ ધનશ્યામસિંહ રાણા 
ઉ.વ. ૨૯ રહે-એ /૬ ગાયત્રી ટેનામેન્ટ, પુનમ નગર પાસે સમા સાવલી રોડ સમા વડોદરા શહેર 
૨) વિજય ચંદુભાઇ જીવાભાઇ સોલંકી 
ઉ.વ. ૩૦ રહે-બી/૪૧ વાલ્મીક નગર સોસાયટી ગોરખનાથ મંદિર પાસે ગોરવા વડોદરા મુળ રહે- ગામ-સરસવાણી તા-પાદરા જી-વડોદરા
(3) મિત યોગેશભાઇ કિશોરભાઇ પરમાર 
ઉ.વ. ૨૫ રહે- એ/૨૧૪ તુર્કી સ્પા ગુજરાત કિડની હોસ્પીટલની બાજુમા જેતલપુર રોડ વડોદરા મુળ રહે- અ/૮ પ્રભામેળ સોસાયટી જજીસ બંગલોઝની સામે વિરમગામ..

ધર્મેન્દ્રસિંહ ચાવડા (એસીપી,એ ડિવિઝન)

સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી ત્રણેયની અટકાયત કરી

યુવતીની ફરિયાદના આધારે પોલીસે સ્પામાં તપાસ કરતા પોલીસને સ્પામાંથી સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. અને સ્પા માલિકને ગુનો કરવા બાબત અને સ્પા માલિકને મદદગારી કરનાર બે મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે અને યુવતી મેડિકલ તપાસની કાર્યવાહી શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ