બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / The death of a young man in Surat Vesun police station is due to mysterious circumstances

તપાસ / સુરતમાં પોલીસ કસ્ટડીમાં 'અશ્લિલ' યુવાનનું મોત, પૂછપરછ વખતે મર્યો, ઘેરાયું રહસ્ય

Vishal Khamar

Last Updated: 12:57 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના વેસું પોલીસ સ્ટેશનમાં યુવકની પૂછપરછ દરમ્યાન તેનું રહસ્યમયી સંજોગોમાં મૃત્યું થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. પોલીસે યુવકનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડી મોતનું કારણ જાણવા પ્રયત્ન કર્યો હતો.

સુરતમાં વેસું પોલીસ મથક વિસ્તારમાં યુવતી સામે અશ્લીલ ચેનચાળા કરતાં યુવક પર આરોપ લગાવ્યા બાદ પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરી હતી. યુવકને પોલીસ મથક લઈ ગયા બાદ પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછ દરમ્યાન યુવક પોલીસ સ્ટેશનમાં જ રહસ્યમય મોત નિપજતા અનેત તર્ક વીતર્ક સર્જાયા હતા. 

ટોળાએ યુવકને પકડીને મેથીપાક ચખાડ્યો
મળતી માહિતી મુજબ વેસ્ટ ફિલ્ડ શોપિંગ મોલ બહાર 40 વર્ષીય સાગસ સુશીલ નેવટિયા માર્ગ પરથી પસાર થતી યુવતીઓની છેડતી કરી અશ્લીલ હરકતો કરતો હતો. જેથી માર્ગ પરથી નીકળતી મહિલાઓ તેમજ યુવતીઓ હેરાન પરેશાન થઈ જવા પામી હતી. ત્યારે  આ અંગે યુવતીઓએ આસપાસનાં લોકોને જાણ કરતા લોકોએ યુવકને પકડીને મેથાપાક ચખાડ્યો હતો.  જે બાદ યુવકને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. 

પોલીસને જોઈ ટોળું વિખેરાઈ ગયું હતું
આ સમગ્ર મામલે વેસુ પોલીસ મથકનાં પી.આઈ. ડી.યુ. બારડે જણાવ્યું હતું કે, શોપિંગ મોલ બગાર સાગર સુશીલ નેવટિયા (ઉ.વર્ષ.40) દ્વારા યુવતીઓ તેમજ મહિલાઓ સામે અશ્લીલ હરકત કરતો હતો. જે બાબતં કંટ્રોલ રૂમમાં જાણ કરતા અમારી ટીમ ઘટનાં સ્થળે પહોંચી ત્યારે ટોળાએ આધેડને માર માર્યો હતો. પોલીસને જોતા ટોળું વિખેરાઈ ગયું હતું. જે બાદ કંટ્રોલ રૂમમાં ફોન કરનાર વ્યક્તિ તેમજ છેડતી કરનાર યુવકને પોલીસ મથકે લઈ જઈ તેની પૂછપરછ હાથ ધરી હતી.

વધુ વાચોઃ ગુજરાત યુનિ.માં વિદેશી વિદ્યાર્થીઓના હુમલાખોરોની સામે કડક એક્શન લો- હર્ષ સંઘવીનો DG-CPને આદેશ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે
આધેડ સાગસ સુશીલ નેવટિયાને પોલીસ મથક લાવી પૂછપરછ હાથ ધરતા તેણે પાણી પીવું છે તેમત છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જે બાદ તે ઢળી પડ્યો હતો.  જે બાદ તેને તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં  ફરજ પર હાજર ર્ડાક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.  પોલીસ દ્વારા યુવકનાં મોતનું સાચુ કારણ જાણવા તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલ્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ