બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / The daughter used to call her boyfriend home at night after giving pills to her parents

ચોંકાવનારો કિસ્સો / રોજ રાત્રે આ છોકરી બૉયફ્રેન્ડને ઘરે બોલાવવા મા-બાપ સાથે કરતી એવું કૃત્ય કે વાંચીને હચમચી જશો, પછી એક દિવસ એવું બન્યું કે...

Priyakant

Last Updated: 01:51 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttar Pradesh Latest News: છોકરીએ પોતાના બોયફ્રેન્ડને મળવા હદ વટાવી, માં-બાપને ગોળી આપી સૂવાડી રાત્રે બોયફ્રેન્ડને ઘરે બોલાવતી હતી દીકરી, સ્થાનિકોને શંકા જતા માતા-પિતાને જાણ કરી અને પછી....

  • ઉત્તર પ્રદેશના ગોરખપુરથી સામે આવ્યો એક ચોંકાવનારો કિસ્સો
  • માં-બાપને ગોળી આપી સૂવાડી રાત્રે બોયફ્રેન્ડને ઘરે બોલાવતી હતી દીકરી 
  • સ્થાનિકોને શંકા જતા માતા-પિતાને જાણ કરી, બોયફ્રેન્ડને ઝડપી પાડી માર મરાયો 

Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના ગોરખપુરના તિવારીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાતજાણે એમ છે કે, અહીં એક છોકરી છેલ્લા 3 મહિનાથી તેના માતા-પિતાને ખાવાની સાથે ઊંઘની ગોળીઓ પણ આપી રહી હતી. આ પછી જ્યારે તેના માતા-પિતા સૂઈ જતા ત્યારે તે તેના બોયફ્રેન્ડને ઘરે બોલાવતી હતી. જોકે છોકરીના પિતાને કંઈક શંકા જતાં તેમણે દવા ન લીધી અને ચુપચાપ સૂઈ ગયા. જ્યારે તેઓએ રાત્રે અવાજો સાંભળ્યા, ત્યારે તેઓ ઉભા થયા, છોકરીના બોયફ્રેન્ડને પકડી લીધો અને તેને સખત માર માર્યો. આ દરમિયાન વિસ્તારના લોકો પણ આવી ગયા હતા.સૂચના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.

ગોરખપુરના તિવારીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અધિયારી બાગ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 10માં ધોરણના વિદ્યાર્થીનું બિલંદપુર વિસ્તારના એક યુવક સાથે અફેર હતું. છેલ્લા ત્રણ મહિનાથી યુવતી તેના માતા-પિતાને ભોજનમાં ઊંઘની ગોળીઓ આપીને સૂઈ જતી હતી. આ પછી તે તેના બોયફ્રેન્ડને રાત્રે ઘરે બોલાવતી હતી. 

જાણો કઈ રીતે પકડાયો છોકરીનો બોયફ્રેન્ડ? 
સ્થાનિક લોકોને  આ આનગે જ્યારે કંઈક શંકા ગઈ તો તેઓએ બાળકીના માતાપિતાને જાણ કરી હતી. આ તરફ ફરી વાર જ્યારે છોકરીએ તેના માતાપિતાને ઊંઘની ગોળીઓ આપી ત્યારે તેઓએ તે ખાધી નહીં અને પોતાને ધાબળો ઓઢાડીને સૂવાનો ડોળ કર્યો. આ પછી છોકરીનો બોયફ્રેન્ડ રાત્રે ઘરે આવતાની સાથે જ છોકરીના પિતાએ તેને પકડી લીધો અને તેને ખૂબ માર માર્યો. અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.

વાંચો વધુ: વેવાઈએ વેવાણ પર અનેક વાર રેપ કર્યો, હોટલો-જંગલોમાં પણ દુષ્કર્મ, મહિલાએ દીકરીને વાત કરતાં હડકંપ

આ મામલે પોલીસે શું કહ્યું?
આ પછી યુવકના પરિવારજનોને આ વાતની જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. સ્થાનિક લોકોએ બંને પક્ષોને શાંત પાડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પૂછપરછ શરૂ કરી હતી. આ મામલે તિવારીપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જનું કહેવું છે કે પોલીસ સૂચના પર પહોંચી અને મામલો શાંત પાડ્યો. હજુ સુધી કોઈ પક્ષ તરફથી ફરિયાદ મળી નથી. ફરિયાદ મળ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ