બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ભારત / amadhi rape samadhan blackmail obscene video photo viral police palwal haryana

હવસનો સંબંધ / વેવાઈએ વેવાણ પર અનેક વાર રેપ કર્યો, હોટલો-જંગલોમાં પણ દુષ્કર્મ, મહિલાએ દીકરીને વાત કરતાં હડકંપ

Hiralal

Last Updated: 08:06 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના પલવેલમાં સગા વેવાઈએ તેની વેવાણ પર રેપ કરીને અશ્લિલ ફોટા અને વીડિયો ઉતાર્યાં હતા.

  • હરિયાણાના પલવલમાં સગા વેવાઈએ વેવાણનો રેપ કર્યો 
  • ઘેર, હોટલોમાં, જંગલમાં લઈ જઈને કર્યો રેપ 
  • પહેલી વાર ઘેર ચામાં નશીલો પદાર્થ ભેળવીને રેપ કર્યો 
  • અશ્લિલ ફોટા અને વીડિયો બનાવીને બ્લેકમેલ કરતો 

હરિયાણાના પલવલમાં એક વેવાઈનો તેની સગી વેવાણ સાથે મોટો કાંડ સામે છે. વેવાઈએ પહેલા ઘેર અને ત્યાર બાદ હોટલોમાં એક વાર જંગલમાં લઈ જઈને વેવાણ પર રેપ કર્યો હતો. પલવેલમાં એક વ્યક્તિએ ચામાં ડ્રગ્સ ભેળવીને દીકરાની સાસુને ડ્રિંક આપ્યું અને પછી તેની સાથે રેપ કર્યો. એટલું જ નહીં આરોપીએ તેનો વીડિયો પણ બનાવી બ્લેકમેઇલ કરીને વેવાણ પર બળાત્કાર ગુજાર્યો હતો.

વેવાઈએ શું કર્યું 
પીડિતાની ફરિયાદ પર પોલીસે આરોપી વિરુદ્ધ એફઆઇઆર નોંધી તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે કેમ્પ પોલીસ સ્ટેશનના એસએચઓ સત્યનારાયણે જણાવ્યું કે એક કોલોનીની રહેવાસી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મે 2020માં તેણે પોતાની દીકરીના લગ્ન કરાવ્યાં હતા ત્યારથી દીકરીના સસરા તેમના ઘરે આવવા લાગ્યા. પીડિતાનો આરોપ છે કે 7 ડિસેમ્બર 2020ના રોજ તે ઘરે એકલી હતી. આ સમયે દીકરીના સસરા આવી પહોંચ્યા. તેણે ટેબલ પર ચા મૂકી અને કંઈક ખાવાનું લેવા રસોડામાં પાછી ગઈ. આ દરમિયાન વેવાઈએ પોતાની ચામાં કોઈ માદક પદાર્થ ભેળવી દીધો. એ પીધા પછી એ બેભાન થઈ ગઈ. ત્યારબાદ તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન તેણે પોતાની નગ્ન અવસ્થામાં ફોટા પાડીને વીડિયો બનાવ્યા હતા.

દારુ પીને અલગ અલગ હોટલમાં લઈ જઈને રેપ કર્યો 
પીડિતાએ વિરોધ કર્યો તો તેણે ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં આરોપી તેને બ્લેકમેલ કરીને રાજસ્થાન, હિમાચલ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડની અલગ અલગ હોટલમાં લઇ ગયો હતો. જ્યાં દારૂ પીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

પિસ્તોલ દેખાડીને કહ્યું પત્નીની હત્યા કરી, તારી પણ કરીશ 
12 ડિસેમ્બર, 2023 ના રોજ, આરોપીએ તેને આગ્રા ચોક ખાતે મળવા બોલાવી હતી અને ત્યાંથી તે કારમાં બેસીને પોતાના ફોર્ચ્યુનરને ગામના જંગલોમાં લઇ ગયો હતો અને કારમાં ફરી બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે પીડિતાએ વિરોધ કર્યો તો આરોપીએ દેશી બનાવટનો કટ્ટા બતાવીને કહ્યું કે મેં મારી પત્નીની હત્યા કરી છે, જો તે અવાજ કર્યો કે પોલીસમાં ફરીયાદ કરી તો તારી પણ એવી જ હાલત થશે. 

દીકરી અને જમાઈને કરી રેપની વાત 
આરોપીની આવી હરકતઓથી મહિલા ખૂબ ડરી ગઈ અને તેણે પોતાના જમાઈ અને દીકરીને આખી વાત જણાવી. જે બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. ભોગ બનનારની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ