બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The budget of Ahmedabad Municipal Corporation for the year 2024-25 was presented
Last Updated: 02:42 PM, 6 February 2024
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ અંદાજપત્ર રજૂ કર્યું હતું. વર્ષ 2024-25 નું કુલ 12262.28 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું હતું. સ્ટે. કમિટીએ સૂચવેલા 1461.83 કરોડના સુધારા સાથે અંદાજપત્ર રજૂ કરાયું હતું.
ઈલેક્ટ્રિક વાહનોના વેરામાં 100 ટકા રાહત અપાશે
આજે રજૂ કરાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં બજેટમાં નવા કરવેરાની કોઈ જોગવાઈ કરવામાં નથી. એડવાન્સ પ્રોપર્ટી ટેક્ષ ભરનારને રિબેટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ નવા વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે. જ્યારે ઈલેક્ટ્રિક વાહનોના વેરામાં 100 ટકા રાહત અપાશે. તેમજ કઠવાડામાં 45 કરોડનાં ખર્ચે ગૌશાળા બનાવવામાં આવશે. તેમજ રાજપથ ક્લબથી બોપલને જોડતો અંડરપાસ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
1 હજાર કરોડનાં ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-3 નું કામ કરવામાં આવશે
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા લોટસ ગાર્ડન બનાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં 20 કરોડનાં ખર્ચે લોટસ ગાર્ડન બનાવવામાં આવશે.તેમજ ઈન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધી રોડનું કામ કરવામાં આવશે. જ્યારે 1 હજાર કરોડનાં ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-3 નું કામ કરવામાં આવશે.
વધુ વાંચોઃ રાજકોટવાસીઓ તૈયાર થઇ જાઓ: શહેરમાં આ તારીખથી શરૂ થશે ભારત-ઇંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ, જાણો ટિકિટના દર
ADVERTISEMENT
શહેરમાં આઈકોનિક રોડમાં પાર્કિગ, ગ્રીન બેલ્ટ સહિત વોક-વે બનાવાશે
તેમજ શહેરમાં આઈકોનિક રોડમાં પાર્કિગ, ગ્રીન બેલ્ટ સહિત વોક-વે બનાવાશે. તેમજ ઈવી ચાર્જિંગ સ્ટેશન સાથેની સુવિધા રખાશે. તેમજ લો ગાર્ડનની બંને તરફના રોડનું 75 કરોડનાં ખર્ચે ડેવલપમેન્ટ કરાશે. તેમજ શહેરની ચારે તરફ પ્રવેશવાના માર્ગ પર 15 કરોડનાં ખર્ચે એન્ટ્રીગેટ બનાવાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.