બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Test series will be played in Rajkot between India and England in Rajkot

ક્રિકેટ / રાજકોટવાસીઓ તૈયાર થઇ જાઓ: શહેરમાં આ તારીખથી શરૂ થશે ભારત-ઇંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ, જાણો ટિકિટના દર

Vishal Khamar

Last Updated: 01:20 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ક્રિકેટ રસીકો માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટનાં ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફરી એક વખત ક્રિકેટનો જંગ જોવા મળશે. જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

  • રાજકોટમાં ભારત-ઈગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાશે ટેસ્ટ સિરીઝ
  • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી
  • ટેસ્ટ મેચને લઈ ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ગયું

 રાજકોટ ફરી એક વખત ક્રિકેટનો જંગ જામી રહ્યો છે. જેમાં રાજકોટનાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાવાની છે.  જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.  તેમજ 15 ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ મેચને લઈ ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. જેમાં ટિકિટનાં દર 500 થી 25000 નક્કી કરવામાં આવી છે. 

ટેસ્ટ મેચને લઈ ટિકિટનાં દર પણ નક્કી કરવામાં આવ્યા 
ભારત-ઈગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની શ્રેણી હાલ ચાલી રહી છે.  જેમાંથી ત્રીજી ટેસ્ટ મેચ તા. 15 થી 19 ફ્રેબુઆરી દરમ્યાન રાજકોટ ખાતે ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી છે. રાજકોટમાં રમાનારી ભારત-ઈગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચને લઈ ટિકિટનાં દર પણ નક્કી કરવામાં આવ્યા છે. 

ટેસ્ટ મેચ રમાવાની હોવાથી ક્રિકેટ રસીકોમાં અનેરો ઉત્સાહ
ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાનાર ટેસ્ટ ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટ ખાતે રમાનાર છે.  11 ફેબ્રુઆરીનાં રોજ ભારતીય ટીમનાં ખેલાડીઓ રાજકોટ આવી પહોંચશે. અને હોટલ સયાજી ખાતે રોકાશે. જ્યારે તા, 12 મી ફેબ્રુઆરીનાં રોજ ઈગ્લેન્ડની ટીમ રાજકોટ આવશે.જે 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ફોર્ચ્યુંન હોટલમાં રોકાશે. રાજકોટમાં ટેસ્ટ મેચ રમાવાની હોવાથી ક્રિકેટ રસીકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

વધુ વાંચોઃ મિશન 2024: ગુજરાતના ઉમેદવારોને લઇ કોંગ્રેસ કરી શકે છે મોટું એલાન, આગામી 9મીએ દિલ્હીમાં બેઠક

75 કરોડનાં ખર્ચે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું
રાજકોટથી 12 કિમી દૂર ખંઢેરીમાં કુલ 75 કરોડનાં ખર્ચે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ 5.50 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે. તેમજ સ્ટેડિયમની ડિઝાઈન તેમજ તેની બેઠક વ્યવસ્થા માટે 20 થી વધુ દેશોના સ્ટેડિયમની ડિઝાઈનો જોયા બાદ આ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થા નક્કી કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ