બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / સુરત / The audio of monika vekariya's mysterious death has gone viral

સુરત / AUDIO: 'પપ્પા, મારા સાસુ-નણંદ ખાવામાં કંઈક નાખી દેશે... ', પાટીદાર દીકરીનો આપઘાત, પિતાને કર્યો હતો અંતિમ ફોન

Malay

Last Updated: 03:24 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં મોનિકા વેકરિયાના રહસ્યમય મૃત્યુ પહેલાનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં મોનિકા રડતા-રડતા પિતા સામે પોતાની વ્યથા રજૂ કરી રહી છે.

  • મોનિકાના મૃત્યુ પહેલાનો ઓડિયો આવ્યો સામે
  • મોનિકાએ પિતા સામે રજૂ કરી હતી વ્યથા
  • રડતા-રડતા મોનિકાએ કરી હતી વાતચીત 

સુરતના ચકચારી મોનિકા સ્યૂસાઈડ કેસની તપાસ વચ્ચે મોનિકાની તેના પિતા સાથેની એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. જેમાં મોનિકાએ રડતા રડતા સાસુ અને નણંદના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. આ ઓડિયોમાં મોનિકા કહી રહી છે કે, 'મારે જીવવું છે પણ મને મારી નાખશે ભોજનમાં કંઈક નાખી દેશે એવું લાગે છે.' 

મોનિકા અને તેના પિતા વચ્ચેની અંતિમ વાતચીત

મોનિકાઃ પપ્પા તમે ક્યાં છો
પિતાઃ ઓફિસે છું
મોનિકાઃ મને એવું લાગે છે કે મારે..મારે જીવવું છે પણ મારા નણંદને મારા સાસુને મારી સાથે ખરાબ વર્તન કરે છે. 
પિતાઃ કેમ શું કહે છે
મોનિકાઃ મારે જીવવું છે પણ મને મારી નાખશે ભોજનમાં કંઈક નાખી દેશે એવું લાગે છે. એવું લાગે છે કે જમવામાં કંઈક નાખી દેશે.. સાસુ તો ધમકી આપે છે કે મારી છોકરી મામલતદાર છે. 
પિતાઃ ભલેને કહે તું શું કામ ચિંતા કરેશ.
મોનિકાઃ મને બહુ ડર લાગે છે. 
પિતાઃ તું ચિંતા ન કર અમે છીએ, તારે ત્યાં શાંતિથી રહેવાનું છે ભલે ગમે તે થાય. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. 
મોનિકાઃ કાંઈ નહીં ચાલો હવે રાખું.
પિતાઃ હું મારી રીતે વાત કરી લઈશ. તું જરાય ચિંતા ન કરતી. 

શું છે સમગ્ર મામલો?

સુરતના મોટા વરાછાના ઓપેરા ખાતે રહેતી 29 વર્ષીય પરિણીતા મોનિકા વેકરિયાનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું, જેમાં પરિણીતાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ પરિણીતાનું મોત નિપજ્યું હતું. જે બાદ મોનિકાના પિતાએ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં મોનિકાના પતિ સહિત 7 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મારી દીકરીને છેલ્લા ઘણા સમયથી આપતા હતા ત્રાસઃ પિતા
મોનિકાના પિતાએ ફરિયાદમાં કહ્યું હતું કે, 'તેમની દીકરી મોનિકાના આજથી 6 વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં અને એક સંતાન પણ છે. તેનો પતિ ટેનિશ વેકરિયા ઈઝરાયેલમાં હીરાનો બિઝનેસ કરે છે, તેના બીજી યુવતી સાથે આડાસંબંધો છે અને તેના કારણે તે વારંવાર મારી દીકરી છૂટાછેડા માટે દબાણ કરતો હતો. એટલું જ નહીં સાસુ, સસરા, નણંદ અને નણદોઈ પણ મારી દીકરીને છેલ્લા ઘણા સમયથી ત્રાસ આપતા હતા. જેની મારી દીકરીએ મને ફોન કરીને જાણ પણ કરી હતી.' 

પોલીસે ત્રણની કરી હતી ધરપકડ
ગુનો દાખલ થતાની સાથે જ પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી હતી. પોલીસે મૃતકના સસરા મનસુખભાઈ, સાસુ પ્રવિણાબેન અને નણદોઇ જસ્મીન પાદરીયાની ધરપકડ કરી હતી. ઇઝરાયેલમાં રહેતા મોનિકાના પતિ ટેનીશ, નણંદ નેહા સવાણી, તેના પતિ ડો. નિશાંત સવાણી, નણંદ પારુલ પાદરિયા ફરાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ