બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / The amount of dustbin found in the godown in Nagarwada

અણઘડ વહીવટ / તંત્ર તમારા ટેક્સના પૈસાનો કેવો વહીવટ કરે છે તે જોઈ લો, વડોદરામાં ગોડાઉન ખૂલતાં જે મળ્યું તે જોઈ લોકોની આંખો પહોળી થઈ ગઈ

Malay

Last Updated: 02:45 PM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ વડોદરામાં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ઘણા શહેરીજનોને હજુ સુધી ડસ્ટબીન મળ્યા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે, તો બીજી તરફ શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી ડસ્ટબીનનો જથ્થો મળી આવ્યો છે.

  • વડોદરા મનપાની મોટી બેદરકારી આવી સામે
  • નાગરવાડામાં આવેલા ગોડાઉનમાંથી મળ્યો ડસ્ટબીનનો જથ્થો
  • 6 વર્ષ વિત્યા બાદ પણ ડસ્ટબીનનો નથી કરાયો ઉપયોગ

વડોદરા મહાનગરપાલિકોનો અણઘડ વહીવટ ફરી બહાર આવ્યો છે. વર્ષ 2016માં સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત જે નાગરિકો વેરો ભરે છે, તેઓને ઘરદીઠ બે-બે ડોલ ફ્રીમાં આપવાની હતી. પરંતુ આ ડોલનું વિતરણ થયું નથી, આ ડોલ પડી રહી છે, તેવું આજે શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાંથી મળી આવેલા ડોલના જથ્થાને જોઈને પ્રતીત થાય છે. આ ડોલ નાગરિકોને આપવાની હતી, પરંતુ હજુ સુધી અપાઈ નથી. 

નવેનવા ડસ્ટબીનો ભંગાર હાલતમાં જોવા મળ્યા
હાલ શહેરમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, આ અંતર્ગત આવતીકાલે નાગરવાડા વિસ્તારમાં આવેલા મનપાના ગોડાઉનનું ડિમોલેશન કરવામાં આવનાર છે. ત્યારે આજે ગોડાઉનમાં પડેલી વસ્તુઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા માટે ગોડાઉનનો દરવાજો ખોલવામાં આવતા અંદરથી ડસ્ટબીનનો મોટો જથ્થો અને સેફ્ટી શૂઝ મળી આવ્યા હતા. લાખોના ખર્ચે ખરીદવામાં આવેલ નવેનવા ડસ્ટબીનો વણવપરાયેલા અને ભંગાર હાલતમાં જોવા મળેલ હતા.
 
કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાનું રચવામાં આવી રહ્યું છે કૌભાંડ: સામાજિક કાર્યકર
આ અંગે સામાજિક કાર્યકર કમલેશભાઈએ જણાવ્યું કે, 'મનપાના કર્મચારીઓ સેફ્ટી શૂઝની માંગણી કરે છે, છતાં તેમને સેફ્ટી શૂઝ આપવામાં આવતા નથી. આ ગોડાઉનમાં મોટી સંખ્યામાં સેફ્ટી શૂઝ ધુળ ખાઈ રહ્યા છે. આ ઉપરાંત આ ડોલનો જથ્થો છેલ્લા 5-6 વર્ષથી આ ગોડાઉનમાં હતો. એટલે કહી શકાય કે શહેરમાં કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાનું કૌભાંડ જ રચવામાં આવી રહ્યું છે. આ એક જ વોર્ડનો ડોલનો જથ્થો છે. હજુ અલગ-અલગ વોર્ડમાં હિસાબ મારો તો કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે.' 

ડિમોલિશન માટે ગોડાઉનનો દરવાજો ખોલતા મળી આવ્યો ડસ્ટબીનનો જથ્થો
જ્યારે સિનિયર સેનેટરી ઈન્સપેક્ટરને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, 'જ્યારે આ ડોલનું વિતરણ કરવાનું હતું, તે સમયે હું આ ઓફિસમાં નહોતો. અત્યારે અંદાજિત 700-800 ડોલ છેલ્લા 3 વર્ષથી આ ગોડાઉનમાં પડી છે. તે સમયે નાગરિકોને ડોલનું વિતરણ કરી દેવામાં આવ્યું હતું. આ એક્ટ્રા જથ્થો છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ