બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Teachers will be recruited permanently, so why the system of Gnanasahayak? Why is Adhartal a permanent option for a student to get a good education?

મહામંથન / શિક્ષકોની કાયમી ભરતી થશે, તો જ્ઞાનસહાયકની વ્યવસ્થા કેમ? વિદ્યાર્થીને સારુ શિક્ષણ મળે તેનો કાયમી વિકલ્પ કેમ અધ્ધરતાલ?

Vishal Khamar

Last Updated: 10:32 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાન સહાયક યોજનાને લઈ રાજ્યમાં ઠેર ઠેર ઉમેદવારો તેમજ શિક્ષકો વિરોધ નોંધાવી રહ્યા છે. જો ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ સરકાર સામે વિરોધ કર્યો છે. તેમજ આ બાબતે શિક્ષણંત્રીને રજૂઆત પણ કરી છે. અને ભરતી અટકાવવા માટે બે ધારાસભ્યો દ્વારા પણ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે.

જ્ઞાન સહાયક યોજનાની અમલવારી માટે સરકાર તત્પર છે અને બીજી તરફ ટેટ અને ટાટ પાસ ઉમેદવારો આ યોજના સામે વિરોધ કરી રહ્યા છે. સરળ ભાષામાં સમજીએ તો સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત 11 મહિનાના કરાર આધારીત શિક્ષકોની ભરતી થશે. જો કે એ સ્પષ્ટતા કરવી જ રહી કે સરકારના કહેવા પ્રમાણે જ્યાં સુધી કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ આ વ્યવસ્થા રહેશે. પરંતુ કરાર આધારીત ભરતી મોટેભાગે રાજ્ય સરકારને માફક આવી જતી હોય છે અને એટલે જ ટેટ-ટાટ પાસ ઉમેદવારો એવુ માને છે કે સરકાર જતે દહાડે કાયમી ભરતીની વાતને વિસારી દેશે.

  • ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો સરકાર સામે વિરોધ
  • જ્ઞાનસહાયકની ભરતી સામે વિરોધ
  • સરકારના બે ધારાસભ્યોએ પણ શિક્ષણમંત્રીને પત્ર લખ્યા

હવે સરકારના જ ધારાસભ્યોના પત્ર, શિક્ષણમંત્રીનું એમ કહેવું કે આ યોજનામાં જોડાવવું હોય તો જ જોડાવ નહીંતર ઘરે બેસો, એ તમામ વાતને બાજુ પર રાખીને મૂળભૂત સવાલ એટલો જ કરીએ કે શિક્ષકોની ભરતી કાયમી થાય તો એ સારા શિક્ષણનો વિકલ્પ બની શકે?. આપણે આપણી આસપાસ જ નજર કરીએ તો વિદ્યાર્થી અને વાલી બંને પક્ષે પહેલી પસંદ કોઈ સારી ખાનગી શાળા જ કેમ હોય છે?. સરકારી શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે તાજેતરમાં જ છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં કલેક્ટરે જે રિપોર્ટ તૈયાર કર્યો હતો તેની ચર્ચા ચારેબાજુ થઈ હતી. સરકારને વારંવાર સવાલ કરતા ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પણ એ સવાલનો જવાબ આપવો જ રહ્યો કે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ પોતાના અભ્યાસના ભાથામાં શું રાખીને બેઠા છે. 

ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો સરકાર સામે વિરોધ છે.  જ્ઞાનસહાયકની ભરતી સામે વિરોધ થયો છે.  સરકારના બે ધારાસભ્યોએ પણ શિક્ષણમંત્રીને પત્ર લખ્યા છે.  ઉમેદવારોએ પણ શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે.  કોંગ્રેસે રાજ્યમાં શિક્ષકો અને શિક્ષણની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા છે.  અગત્યનો સવાલ એ છે કે વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળશે કે કેમ? શિક્ષકોની ભરતી હંગામી હોય કે કાયમી, વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ મળશે?

  • જ્ઞાનસહાયકની ભરતી સામે ધારાસભ્યોએ પણ વિરોધ કર્યો
  • લુણાવાડાના ધારાસભ્ય અને અમરાઈવાડીના ધારાસભ્યએ વિરોધ કર્યો
  • ગુલાબસિંહ ચૌહાણ અને હસમુખ પટેલે કુબેર ડિંડોરને પત્ર લખ્યો

જ્ઞાનસહાયક સામે બે ધારાસભ્યોનો મત
જ્ઞાનસહાયકની ભરતી સામે ધારાસભ્યોએ પણ વિરોધ કર્યો છે. લુણાવાડાના ધારાસભ્ય અને અમરાઈવાડીના ધારાસભ્યએ વિરોધ કર્યો છે.  ગુલાબસિંહ ચૌહાણ અને હસમુખ પટેલે કુબેર ડિંડોરને પત્ર લખ્યો હતો.  પત્રમાં જ્ઞાનસહાયકની ભરતી ઉમેદવારો અને વિદ્યાર્થીઓના હિતમાં ન હોવાનો મત છે. આ ભરતી થવાથી TET-TAT પાસ ઉમેદવારોને અન્યાય થશે.  શિક્ષકોની કરાર આધારીત ભરતી અટકાવવા રજૂઆત કરી છે. 

  •  ટેટ-ટાટ પરીક્ષાની ઘણા વર્ષથી તૈયારી કરી રહ્યા હતા
  • શિક્ષક તરીકે જોડાવું તેમનું અંતિમ લક્ષ્ય છે
  • અમારુ ભવિષ્ય જ સુરક્ષીત નથી તો વિદ્યાર્થીઓનું શું?

ટેટ-ટાટ પાસ ઉમેદવારો શું કહે છે?
ટેટ-ટાટ પરીક્ષાની ઘણા વર્ષથી તૈયારી કરી રહ્યા હતા. શિક્ષક તરીકે જોડાવું તેમનું અંતિમ લક્ષ્ય છે. અમારુ ભવિષ્ય જ સુરક્ષીત નથી તો વિદ્યાર્થીઓનું શું? નવી શિક્ષણનીતિમાં કરાર આધારીત ભરતીને સ્થાન ન હોવું જોઈએ. મહિનાઓ વીત્યા છતા કાયમી ભરતીની જાહેરાત થતી નથી. 

  • જ્ઞાનસહાયકની ભરતી કાયમી વ્યવસ્થા નથી
  • સરકાર કાયમી ભરતી કરશે
  • જ્ઞાનસહાયક તરીકે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ જોડાવું ફરજિયાત નથી
  • ઉમેદવારો જોડાશે તો સ્કૂલ પસંદગીની તક આપવામાં આવશે

સરકારનો તર્ક શું છે?
જ્ઞાનસહાયકની ભરતી કાયમી વ્યવસ્થા નથી. સરકાર કાયમી ભરતી કરશે. જ્ઞાનસહાયક તરીકે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ જોડાવું ફરજિયાત નથી. ઉમેદવારો જોડાશે તો સ્કૂલ પસંદગીની તક આપવામાં આવશે. 

  • સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અમલ થશે
  • 11 મહિના માટે જ્ઞાનસહાયકની નિમણૂંક થશે
  • 11 મહિના પૂર્ણ થયે કરાર આપમેળે રદ ગણાશે
  • સમીક્ષાના આધારે કરાર રિન્યુ કરી શકાશે

જ્ઞાનસહાયક યોજનાને સમજો
સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અમલ થશે. 11 મહિના માટે જ્ઞાનસહાયકની નિમણૂંક થશે. 11 મહિના પૂર્ણ થયે કરાર આપમેળે રદ ગણાશે. સમીક્ષાના આધારે કરાર રિન્યુ કરી શકાશે. કરાર રિન્યુ કરવાની સત્તા શાળા વ્યવસ્થાપન સમિતિની રહેશે. યોજનાને બે વર્ષ પૂર્ણ થયે માનદ વેતનમાં વધારાની વિચારણા થશે. શાળાના સમય સિવાય પણ શૈક્ષણિક પ્રવૃતિ કરવાની રહેશે. ઉમેદવારને વતન કે નજીકના વિસ્તારનો વિકલ્પ અપાશે. જ્ઞાનસહાયક યોજનાના અમલ પછી પ્રવાસી શિક્ષક યોજના રદ ગણાશે.

આ સવાલના જવાબ પણ જરૂરી

  • શિક્ષકોની કાયમી ભરતીથી સારુ શિક્ષણ મળશે?
  • ખાનગી શાળાઓ વાલી, વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેમ?
  • ખાનગી શાળામાં ડિગ્રી જ માપદંડ નથી છતા સારુ શિક્ષણ કેમ?
  • સરકારી શાળામાં સંખ્યા વધી છતા પહેલી પસંદ કેમ નહીં?
  • સરકારી શાળાના શિક્ષકો સમય સાથે અપડેટ થાય છે ખરા?
  • અભ્યાસ સિવાયની સર્વાંગી પ્રવૃતિઓ શિક્ષકો કરાવે છે?
  • વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે કાયમી શિક્ષકો પાસે શું રોડમેપ છે?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ