અનિલ મોરે નામનો ચાવાળો મહારાષ્ટ્રના બારામતી શહેરમાં એક પ્રાઈવેટ હોસ્પિટલની પાસે પોતાની ચાની દુકાન લગાવે છે.
એક ચાવાળાએ પ્રધાનમંત્રી મોદીને મોકલ્યો મની ઓર્ડર
હોસ્પિટલની બહાર લગાવે છે ચાની દુકાન
ગયા વર્ષના લોકડાઉન બાદ ઠપ થઈ ગયો છે ધંધો
મહારાષ્ટ્રના બારામતીના એક ચા વાળાએ પીએમ મોદીને દાઢી કરાવા 100 રૂપિયાનો મની ઓર્ડર મોકલ્યો છે. અનિલ મોરે નામના આ વ્યક્તિએ કહ્યું કે લોકડાઉનના કારણે ઘણા લોકોનો ધંધો રોજગાર ઠપ થઈ ગયો છે.
અનિલ મોરોએ પીએમ મોદીને મની ઓર્ડર કર્યો
અનિલ મોરોએ પોતાની કમાણીમાંથી 100 રૂપિયા મની ઓર્ડર દ્વારા પ્રધાનમંત્રી મોદીને દાઢી કરાવવા માટે મોકલી આપ્યા છે. અને સાથે જ એક સલાહ પણ આપી દીધી છે કે તેમણે કંઈક વધારવું જ હોય તો તે રોજગારી વધારે. લોકોની સ્વાસ્થ્ય સુવિધા માટે વેક્સિનેશન સેન્ટર વધારે લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા પર ધ્યાન આપે.
પાછલા ડોઢ વર્ષથી ઠપ પડ્યું છે કામકાજ
અનિલ શહેરના એક પ્રાઈવેટ હોસ્પિટલની પાસે પોતાની ચાની દુકાન ચલાવે છે. પાછલા ડોઢ વર્ષથી લોકડાઉનના કારણે તેમનું કામ બંધ પડ્યું છે. તેનાથી નારાજ થઈને તેમણે સીધુ પ્રધાનમંત્રી મોદીના નામે રજીસ્ટર પત્ર લખ્યો અને પોતાની માંગ તેમાં લખી.
મની ઓર્ડની સાથે એક પત્ર પણ મોકલ્યો
અનિલે જણાવ્યું કે પ્રધાનમંત્રી માટે અમારા મનમાં આદર છે. તેમને હેરાન કરવા અમારો ઉદ્દેશ્ય નથી. પરંતુ લોકડાઉનના કારણે લાખો લોકો મુશ્કેલીમાં છે. અનિલ મોરેએ પોતાના મની ઓર્ડરની સાથે એક પત્ર મોકલ્યો છે. તેમણે કોરોનાથી જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારને પાંચ લાખ રૂપિયાની મદદ આપવા અને લોકડાઉન વધવા પર દરેક પરિવારને 30 હજાર રૂપિયાની મદદની માંગ કરી છે.