બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Tathya killed 9, his lawyer killed humanity, salt on the wound and made a brazen fudge, will he be punished?

મહામંથન / તથ્યે 9ને માર્યાં, તેના વકીલે તો માનવતા મારી નાખી, ઘા પર મીઠું ભભરાવીને કર્યાં બેફામ લવારા, શું તે દંડાશે?

Vishal Khamar

Last Updated: 10:05 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની ચકચારી ઈસ્કોન બ્રિજ એક્સીડન્ટ મામલે આરોપી તથ્ય પટેલનીં વકીલ નિસાર વૈધ દ્વારા તથ્યને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. નિસાર વૈધ દ્વારા બેફામ વાણી વિલાસ કર્યો તે કેટલો યોગ્ય.

સામાન્ય રીતે કોઈ મૃત્યુ પામે ત્યારે સૌ કોઈ એ પ્રાર્થના કરતું હોય છે કે મૃતકના આત્માને શાંતિ મળે. ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 જિંદગી હણાઈ ગઈ તેના માટે દરેક ગુજરાતવાસીના મનમાં અનુકંપા છે અને આશા છે કે ગુજરાતનો દરેક નાગરિક એ હતભાગીઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતો હશે. પરંતુ એવુ લાગે છે કે 9 જિંદગી હણનારા તથ્ય, તેનો વકીલ કે શરમની તમામ હદ વટાવીને તેનું સમર્થન કરનારને મૃતકોની જાણે કે કંઈ જ પડી નથી. જયારે ગોઝારો અકસ્માત થયો ત્યારે સંવેદનાના બે શબ્દ બોલવાને બદલે તથ્યનો વકીલ નિસાર વૈદ્ય બેફામ વાણી-વિલાસ કરતો હતો અને હજુ પણ તેનું વર્તન ધારાશાસ્ત્રીની ગરિમાને છાજે તેવું બિલકુલ નથી. 

  • ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 જિંદગી હણાઈ ગઈ
  • 9 જિંદગી હણાયા બાદ પણ બેફામ વાણી-વિલાસ અટકતો નથી
  • તથ્ય પટેલના વકીલનો વાણી-વિલાસ હજુ યથાવત છે
  • શરૂઆતમાં બેફામ બોલ્યા બાદ તથ્યનો વકીલ હજુ અટક્યો નથી

તથ્યના રિમાન્ડ અટકાવવા તથ્યના વકીલ નિસાર વૈદ્યએ દલીલોનો મારો ચલાવ્યો, તેણે ત્યાં સુધી કહી દીધું કે કાયદા પ્રમાણે પોલીસની તપાસમાં આ કેસમાં આરોપીની જરૂરિયાત જ નથી, શરમની હદ હજુ પણ વટાવાની બાકી હોય તેમ નિસાર વૈદ્યએ એવુ કહ્યું કે જો હું કેસ છોડી દઈશ તો કોઈ બીજો વકીલ કેસ લડશે અને એટલે જ તે માત્ર તેનું કામ કરી રહ્યો છે. આટલુ ઓછું હોય તેમ બેફામ સ્પીડે 9 જિંદગીને કચડી નાંખનાર તથ્યના સમર્થનમાં એક નેટીઝન યુવક પણ આવ્યો. યુવકે ઈન્સ્ટાગ્રામ ઉપર વીડિયો બનાવીને તથ્યનું સમર્થન કહ્યું અને મીડિયાને પણ ફાવે તેમ કહ્યું. અહીં પ્રશ્ન એ છે કે 9 લોકો કમોતે મૃત્યુ પામી ચુક્યા છે ત્યારે સભ્ય સમાજના આ લોકોને એમ નહીં થતું હોય કે આપણે તેને સાંત્વના ભલે ન આપી શકીએ પણ 9 જિંદગી વારંવાર મરતી રહે એવુ વર્તન તો ન કરીએ. આજે હાથ જોડીને અપીલ કરીએ છીએ કે મહેરબાની કરીને જો તમે મૃતકો કે તેના પરિવારજનો માટે કંઈ ન કરી શકતા હો તેનો ઘા રુઝાવી ન શકતા હો તો પછી તેના ઘા ઉપર બેફામ બોલીને મીઠુ ન ભભરાવો.

  • તથ્યનો વકીલ એવુ કહે છે કે આરોપીની હાજરી-ગેરહાજરીથી તપાસને ફેર પડતો નથી
  • તપાસને ફેર ન પડે તો પોલીસ રિમાન્ડ ન માંગી શકે એવું કહેતો ફરે છે તથ્યનો વકીલ
  • તથ્યનો વકીલ નિસાર વૈદ્ય તો પોલીસના રિમાન્ડના મુદ્દાને પણ ખોટા ગણાવે છે

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 જિંદગી હણાઈ ગઈ. 9 જિંદગી હણાયા બાદ પણ બેફામ વાણી-વિલાસ અટકતો નથી. તથ્ય પટેલના વકીલનો વાણી-વિલાસ હજુ યથાવત છે. શરૂઆતમાં બેફામ બોલ્યા બાદ તથ્યનો વકીલ હજુ અટક્યો નથી. તથ્યનો વકીલ એવુ કહે છે કે આરોપીની હાજરી-ગેરહાજરીથી તપાસને ફેર પડતો નથી. તપાસને ફેર ન પડે તો પોલીસ રિમાન્ડ ન માંગી શકે એવું તથ્યનો વકીલ કહે છે. તથ્યનો વકીલ નિસાર વૈદ્ય તો પોલીસના રિમાન્ડના મુદ્દાને પણ ખોટા ગણાવે છે. નિસાર વૈદ્ય વાહિયાત દલીલ કરતો ફરે છે કે હું મારુ કામ કરી રહ્યો છું. તથ્યનો વકીલ તો એવું પણ કહે છે કે હું કેસ છોડી દઈશ તો બીજો કોઈ લડશે. પોતાને નિર્દય ન ગણાવતો તથ્યનો વકીલ નિર્દયતા નથી કરી રહ્યો તો શું કરી રહ્યો છે? 

  • સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો
  • એક યુવક સોશિયલ મીડિયામાં તથ્યનું સમર્થન કરી રહ્યો હતો
  • ઈન્સ્ટાગ્રામ ઉપર યુવકનો વીડિયો વાયરલ થયો હતો
  • વીડિયોમાં યુવક એવું કહી રહ્યો છે કે તથ્ય ધનિક છે એટલે મુદ્દો ચગાવ્યો

9 જિંદગી હણનારનું સમર્થન કેમ?
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો. એક યુવક સોશિયલ મીડિયામાં તથ્યનું સમર્થન કરી રહ્યો હતો. ઈન્સ્ટાગ્રામ ઉપર યુવકનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં યુવક એવું કહી રહ્યો છે કે તથ્ય ધનિક છે એટલે મુદ્દો ચગાવ્યો. એ યુવકને કદાચ 9 જિંદગીની કોઈ કિંમત નહીં હોય. વીડિયો બનાવનાર યુવકે પણ બેશરમીની હદ વટાવી. યુવકે તથ્યના કેસને મીડિયા ટ્રાયલ તરીકે રજૂ કર્યો. ઈન્સ્ટાગ્રામ ઉપર યુવકે મીડિયાને પણ ફાવે તેમ શબ્દો કહ્યા. યુવકે તમામ હદ વટાવતા એમ કહ્યું કે તથ્યએ તમારા રૂપિયાથી ક્યાં કાર લીધી છે?. તથ્યના વકીલની જેમ યુવકે પણ અકસ્માતમાં મદદ કરનારા લોકોનો જ વાંક કાઢ્યો. 

પોલીસે આ મુદ્દાના આધારે માગ્યા રિમાન્ડ

  • આરોપીની તપાસનો સમય ખૂબ જ ઓછો મળ્યો
  • આરોપી સંતોષકારક જવાબ નથી આપતો
  • FSLની મદદથી અકસ્માત સમયે કારની સ્પીડ માપવી
  • મોબાઈલથી કરેલા કોલ અને વોટ્સએપ ચેટની માહિતી મેળવવી
  • તથ્યની સાથે કારમાં જે સવાર હતા તેનું વેરિફિકેશન કરવું
  • આરોપીએ અગાઉ આવા ગુના કરેલા છે કે કેમ તેની તપાસ કરવી
  • સોશિયલ મીડિયામાં ભયજનક વીડિયો બનાવી રિલ્સ કે ઓવરસ્પીડમાં વાહન ચલાવ્યું હોય
  • ગુનામાં વપરાયેલી જેગુઆર કારના માલિક અંગે જરૂરી તપાસ કરવી
  • ગુનો કર્યા બાદ મદદમાં આવેલી પબ્લિકના ક્યા વ્યક્તિઓને આરોપીના પિતાએ અપશબ્દો કહ્યા
  • આરોપીએ ડ્રગ્સ કે આલ્કોહોલ લીધેલું હતું કે કેમ
  • આરોપી બનાવ સમયે કોના-કોના સંપર્કમાં હતો, ક્યા પ્લાનિંગ કર્યા હતા

સ્પીડની સનસનીએ 9 જિંદગી હણી
તથ્ય માટે ઝડપની મજા, 9 જિંદગી માટે મૃત્યુની સજા બની. પોલીસ પૂછપરછમાં એક યુવતીએ પણ કબૂલાત કરી. યુવતીએ નિવેદનમાં કહ્યું કે તથ્ય પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. તથ્યને તેના મિત્રોએ કાર ધીમે ચલાવવા પણ કહ્યું હતું. ધીમે-ધીમે કારની સ્પીડ સતત વધતી જ ગઈ. કારની સ્પીડ 100ની ઉપર ગયા બાદ સતત વધી. જોતજોતામાં પૂરઝડપે આવતી જેગુઆરે 9 જિંદગી છીનવી લીધી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ