બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / tata tiagos ev model to be launched by sept end can cover 250 kms in a charge

ઓટો / ટાટાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર આવી રહી છે, ફીચર્સ અને કિંમત જોઈને કહેશો, આ જ લેવાય!

Premal

Last Updated: 04:50 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી પાંચ વર્ષોમાં ટાટા મોટર્સે 10 ઈલેક્ટ્રીક વાહન મૉડલ રજૂ કરવાનો ટાર્ગેટ બનાવ્યો છે. ટાટા મોટર્સ પેસેન્જર વેહીકલ્સના મેનેજમેન્ટ નિર્દેશક શૈલેષ ચંદ્રએ કહ્યું, આ આપણા બધા માટે મહત્વપૂર્ણ અવસર છે.

  • આ મહિને લોન્ચ થશે ટાટાની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર
  • ટાટા મોટર્સે ટાટા ટિયાગોના ઈલેક્ટ્રીક મૉડલની જાહેરાત કરી દીધી
  • ટાટા ટિયાગો ઈલેક્ટ્રીક હેચબેકની અંદાજીત કિંમત 12.5 લાખથી ઓછી હોઇ શકે

ટૂંક સમયમાં ટાટા ટિયાગોનુ ઈલેક્ટ્રીક વેહીકલ લોન્ચ કરશે

Tiago EVની સાથે આપણે પોતાના EV સેગમેન્ટના વિસ્તારની જાહેરાત કરી રહ્યાં છે. ભારતીય ઓટો માર્કેટમાં ઈલેક્ટ્રીક કારની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. જેને જોઇને વાહન નિર્માતા કંપનીઓ સતત પોતાની ઈલેક્ટ્રીક કારના પોર્ટફોલિયોને મજબૂત કરી રહી છે. આ ક્રમમાં ડોમેસ્ટિક વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે ટાટા ટિયાગોના ઈલેક્ટ્રીક મૉડલની જાહેરાત કરી દીધી છે. કંપની ટૂંક સમયમાં ટાટા ટિયાગોનુ ઈલેક્ટ્રીક વેહીકલ લોન્ચ કરશે. ટાટા મોટર્સના ઈલેક્ટ્રીક વાહનના પોર્ટફોલિયામાં પહેલેથી જ બે કાર નેક્સન અને ટિગોર છે. નેકસન ઈલેક્ટ્રીક ભારતીય માર્કેટમાં ખૂબ વેચાઈ રહી છે. 

કેટલી થઇ શકે કિંમત?

અહેવાલ મુજબ ટાટા ટિયાગો ઈલેક્ટ્રીક હેચબેકની અંદાજીત કિંમત 12.5 લાખ રૂપિયાથી ઓછી હોઇ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સૌથી સસ્તી હેચબેક ઈલેક્ટ્રીક કાર હશે. જો તેની રેન્જની વાત કરીએ તો એક વખત ચાર્જ કરતા લગભગ 250 કિલોમીટરનુ અંતર નક્કી કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ટાટા મોટર્સ ટાટા અલ્ટ્રોઝનુ ઈલેક્ટ્રીક વેહીકલ મોડલ પણ લોન્ચ કરી શકે છે. નેકસન ઈવીની સફળતા બાદ કંપનીએ ઈવી સેગમેન્ટમાં પણ પોતાની અન્ય કારને લોન્ચ કરવાની યોજના બનાવી છે. 

ટાટા મોટર્સનો છે મોટો પ્લાન

છેલ્લાં પાંચ વર્ષોમાં ટાટા મોટર્સે 10 ઈલેક્ટ્રીક વાહન મૉડલ રજૂ કરવાનો ટાર્ગેટ બનાવ્યો છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના મેનેજમેન્ટ નિર્દેશક શૈલેષ ચંદ્રએ કહ્યું, આ આપણા બધા માટે એક મહત્વનો અવસર છે. Tiago EVની સાથે આપણે પોતાના ઈવી સેગમેન્ટની વિસ્તારપૂર્વક જાહેરાત કરી રહ્યાં છે. છેલ્લાં થોડા અઠવાડિયામાં કંપની Tiago EVની કિંમત અને અન્ય મહત્વપૂર્ણ જાણકારી બધાની સામે મુકશે. તેમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં 40,000થી વધુ Nexon EV અને Tigor EV કાર દેશના રસ્તા પર દોડી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ