બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'Target of 5 trillion economy can be achieved', PM Modi explained by giving example of Gujarat

અર્થવ્યવસ્થા / '5 ટ્રિલિયન ઈકોનોમીનો ટાર્ગેટ હાંસલ થઈ શકે', PM મોદીએ ગુજરાતનું ઉદાહરણ આપીને સમજાવ્યું

Vishal Khamar

Last Updated: 09:28 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મીડીયા રિપોર્ટ અનુસાર નરેન્દ્ર મોદી જ્યારે 2014 માં વડાપ્રધાન બન્યા ત્યારે ભારતની અર્થવ્યવસ્થા 20 અબજ ડોલર હતી એટલે કે 167 લાખ કરોડ રૂપિયા. જ્યારે 2023-24 નાં અંતમાં ભારતનાં જીડીપી પર નજર કરીએ તો 37.5 અબજ ડોલર એટલે કે 312 લાખ કરોડ રૂપિયાથી વધારે થશે.

  • ભારત 2023 માં દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા
  • પીએમએ આગામી વર્ષો માટે 5 ટ્રિલિયન રૂપિયા અર્થવ્યવસ્થાનું લક્ષ્ય નક્કી કર્યો
  •  23 વર્ષ નો ટ્રેક રિપોર્ટ દેખાડે છે કે આ એક વાસ્તવિક ટાર્ગેટ છે

ભારતની અર્થવ્યવસ્થા આ સમયે તેજીથી આગળ વધી રહી છે. ભારત 2023 માં દુનિયાની સૌથી ઝડપથી આગળ વઘતી અર્થવ્યવસ્થા બની રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી વર્ષો માટે 5 ટ્રિલિયન રૂપિયા અર્થવ્યવસ્થાનું લક્ષ્ય નક્કી કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર વડાપ્રધાને તેઓનાં આ લક્ષ્યને વિસ્તારથી સમજાવ્યું હતું. 

ઘણી બધી નીતિઓ અને સુધારાઓનાં પરિણામે આજે ગુજરાતની અર્થવ્યવસ્થા વધી
વડાપ્રધાને કહ્યું કે હું જ્યારે 2001 માં ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો. ત્યારે તેની અર્થવ્યવસ્થાનું કદ લગભગ 26 અબજ ડોલર એટલે કે 2.17 લાખ કરોડ રૂપિયા હતું. જ્યારે પ્રધાનમંત્રી બનવા માટે મેં ગુજરાત છોડ્યું ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થાનું કદ વધીને 133.5 અબજ ડોલર એટલે કે 11.1 લાખ રૂપિયા થઈ ગયું હતું.  ઘણી બધી નીતિઓ અને સુધારાઓનાં પરિણામે આજે ગુજરાતની અર્થવ્યવસ્થા લગભગ 260  અબજ ડોલર એટલે કે 21.6 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.  

વધુ વાંચોઃ ભારતમાં ફરી કોરોનાનો ફૂંફાડો: નવા કેસ આવ્યા તો તૂટી ગયો સાત મહિનાનો રેકોર્ડ, શું JN.1 છે કારણ

23 વર્ષ નો આ ટ્રેક રિપોર્ટ દેખાડે છે કે આ એક વાસ્તવિક ટાર્ગેટ
વધુમાં વડાપ્રધાને કહ્યું કે આજ રીતે 2014 માં પ્રધાનમંત્રી બન્યો ત્યારે ભારતની અર્થવ્યવસ્થા 20 ખરબ ડોલદ એટલે કે 167 લાખ કરોડ રૂપિયા હતી. ત્યારે વર્ષ 2023-24 નાં અંતમાં ભારતનો જીડીપી 37.5 અબજ ડોલર એટલે કે 312 લાખ કરોડ રૂપિયા થી વધુ હતી. 23 વર્ષ નો આ ટ્રેક રિપોર્ટ દેખાડે છે કે આ એક વાસ્તવિક ટાર્ગેટ છે. 

વિશ્વભરમાં મંદીનું દબાણ પણ સર્જાવા છતાં ભારતે ભારતે સારું પ્રદર્શન દેખાડ્યું
મોંઘવારી અંગે વિપક્ષના આક્ષેપો પર પીએમ મોદીએ કહ્યું કે સદીમાં એક વખતની મહામારી અને વૈશ્વિક સંઘર્ષો જેણે વૈશ્વિક પુરવઠા ચેનને નુકશાન કર્યું હતું. અને વિશ્વભરમાં મંદીનું દબાણ પણ સર્જાવા છતાં ભારતે ભારતે સારું પ્રદર્શન દેખાડ્યું છે.  અમણે કહ્યું કે,  મોટી મુશ્કેલીઓ, વૈશ્વિક કટોકટી, સપ્લાય ચેઇન તૂટવી અને ભૌગોલિક રાજકીય તણાવની અસર સમગ્ર વિશ્વ પર પડ્યો હતો.  તેમ છતાં 2014-15 અને 2023-24 વચ્ચે સરેરાશ ફુગાવો માત્ર 5.1 ટકા હતો. જ્યારે અગાઉના 10 વર્ષ (2004-14) દરમિયાન તે 8.2 ટકા હતો. તેમણે પૂછ્યું કે 5.1 ટકા મોંઘવારી કે 8.2 ટકા મોંઘવારી? વધારે કયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ