બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Tamalpatra smoke that will remove your stress Bay leaf Ayurvedic benefits

જાણવા જેવું / 'તમાલપત્ર'નો ધુમાડો જે દૂર કરશે તમારો તણાવ! કંઇક આવા છે તેના આયુર્વેદિક ફાયદા

Megha

Last Updated: 05:13 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો રાત્રે સુતા પહેલાં રૂમમાં તમાલપત્રનો ધુમાડો કરશો તો તણાવ દૂર થશે તેમજ શ્વસન અને ત્વચા સંબંધિત રોગો દૂર થઈ જશે.

  • તમાલપત્ર તણાવ દૂર કરવા માટે જાણીતાં છે
  • સુતા પહેલાં રૂમમાં તમાલપત્રનો ધુમાડો કરો 
  • તમાલપત્રનો ઉપયોગ એરોમાથેરપી માટે થાય છે

તમાલપત્ર એટલે કે તેજપત્તાંનો ઉપયોગ માત્ર ભારતીય રસોડામાં ખાવાનો સ્વાદ વધારવા માટે જ થતો નથી, પરંતુ આના ઘણા આયુર્વેદિક ફાયદા પણ છે. તમાલપત્ર તણાવ દૂર કરવા માટે જાણીતાં છે, તેનો ધુમાડો તણાવને દૂર કરે છે. જો રાત્રે સુતા પહેલાં રૂમમાં તમાલપત્રનો ધુમાડો કરશો તો તણાવ દૂર થશે તેમજ શ્વસન અને ત્વચા સંબંધિત રોગો દૂર થઈ જશે.

તમાલપત્ર બાળવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે, તમાલપત્ર એક ઔષધિ છે જેનો વૈજ્ઞાનિકો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો તમાલપત્રનો ઉપયોગ એરોમાથેરપી માટે થાય છે. આ સાથે તે ત્વચાના રોગો અને શ્વસન સંબંધી સમસ્યાઓનો ઇલાજ કરવા માટે પણ તમાલપત્ર વિખ્યાત છે.

- તમાલપત્રના બે કે ત્રણ જેટલાં પાનને અડધો કપ પાણી કે ચામાં ઉકાળીને પીવાથી શરદી તેમજ ખાંસીમાં આરામ મળે છે.
- ડાયાબિટિસ રોગમાં તેનાં પાનનો પાઉડર એક મહિના સુધી પ્રયોગ કરવાથી રક્તમાં ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલના સ્તરમાં કમી આવે છે.
- આ પાઉડર દ્વારા અઠવાડિયામાં બે વાર મંજન કરવાથી દાંતોની ચમક અને સફેદી કાયમ રહે છે.
- અનિદ્રાની સમસ્યામાં તમાલપત્રના થોડા પાઉડરને પાણીમાં મિક્સ કરીને રાત્રે સૂતાં પહેલાં લો.
- તેના એક કે બે પાનને એક કપ પાણીમાં ઉકાળી લો. અડધું રહ્યા પછી ઠંડું થતાં તે પાણી પીવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે, પણ તેનો પ્રયોગ કરવા દરમિયાન તળેલી વસ્તુઓ ન ખાવી જોઇએ.
- પેટમાં ઈફેક્શન હોય તો તમાલપત્રનો શાકભાજીમાં પ્રયોગ કરી શકાય.
- કફ માટે તેનાં બે પાનને વાટીને ચા કે દૂધમાં ઉકાળીને પીવાથી લાભ થશે.
- મચ્છરોને દૂર ભગાડવાં હોય તો તમાલપત્રને કપૂર મિક્સ લીમડાના તેલનો સ્પ્રે કરવો જોઈએ.
- તમાલપત્રનો ઉપયોગ વંદાનો ઉપદ્રવ દૂર કરવા માટે પણ થઈ શકે છે. જો તમે વંદાથી પરેશાન છો, તો પછી રૂમ અથવા રસોડામાં તમાલપત્ર બાળી ધુમાડો કરો. તે એક હર્બલ કીટનાશક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ