બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Talati exam tomorrow afternoon across the state, notification released

જાહેરનામું / આવતીકાલે તલાટીની Exam: પરીક્ષા કેન્દ્રની 100 મીટર હદમાં ભૂલથી પણ ન કરતા આ કામ નહીં તો થશે કાર્યવાહી

Malay

Last Updated: 08:26 AM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Talati Exam 2023: રાજ્યભરમાં આવતીકાલે બપોરે તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે પરીક્ષાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

 

  • રાજ્યમાં આવતીકાલે તલાટીની પરીક્ષા
  • પરીક્ષાને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
  • પરીક્ષા કેન્દ્ર પાસેથી ઝેરોક્ષ દુકાન બંધ રાખવા આદેશ

ગુજરાતમાં આવતીકાલે તલાટીની પરીક્ષાને લઇ તંત્ર એલર્ટ મોડમાં છે. પરીક્ષા દરમિયાન કેન્દ્રની આસપાસના વિસ્તારમાં સુલેહ-શાંતિ જળવાઈ રહે અને પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી શાંત અને સોહાર્દ પૂર્ણ વાતાવરણમાં ગેરરીતિ કર્યા વગર તેમજ કોઈપણ પ્રકારના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપી શકે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ આવતીકાલે બપોરે પરીક્ષા દરમિયાન ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાનો આદેશ કરાયો છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. 

તલાટીની Exam આપનારા ઉમેદવારો આ વાંચી લેજો: ભૂલથી પણ આ કામ રહી ગયું તો  પરીક્ષા નહીં આપી શકો | Confirmation process of candidates for Talati exam  will start from today

લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ 
આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રની 100 મીટરની હદમાં બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ચારથી વધુ લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.  વીજ પુરવઠો ન ખોરવાય માટે ખોદકામ પર પ્રતિબંધ ફરમાવાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલા લેવામાં આવશે. ઈલેક્ટ્રિક સાધનો, સ્માર્ટ વોચ તથા ઈયર ફોન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

પરીક્ષામાં આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ 
પરીક્ષાના દિવસે પરીક્ષાના સ્થળે ઇલેક્ટ્રીક આઈટમ જેવી કે મોબાઈલ ફોન, પેજર, ઇલેક્ટ્રીક ડાયરી, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઇયરફોન, કેમેરા, લેપટોપ વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ દાખલ થવા પર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ છે. 

જાહેરનામાનો ભંગ કરવા બદલ કરાશે કાર્યવાહી
પરીક્ષાર્થીઓની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ, વિશેષ ધ્યાન ભંગ થાય તેવું કોઈ પણ કૃત્ય કરવા પર, પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળે ચોરી કરવા કે કરાવવા હેતુથી પુસ્તક અન્ય સાહિત્ય,કાપલી,ઝેરોક્ષ નકલો લઈ જવા પર, પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ નકલ કરવાના કેન્દ્રો/ દુકાન પર, ઝેરોક્ષ મશીન પરીક્ષાના દિવસે દરમ્યાન સવારે 9:00 થી 15:૦૦ સમય સુધી ચાલુ કરવા પર, પરીક્ષા સ્થળે કોઈપણ પ્રકારનું હથિયાર લઈ દાખલ થવા પર, પરીક્ષા સ્થળ ની આસપાસ પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ પાનબીડી ગલ્લા તથા ચા પાણીના કેન્દ્રોએ પરીક્ષા સમય દરમિયાન ચાલુ કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત હુકમ ફરજ પરના પોલીસ દળ, હોમગાર્ડના કર્મચારી, અધિકારી તથા પરીક્ષાના અનુસંધાને ફરજ ઉપર બોલાવેલ કર્મચારી અધિકારીઓને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરવા બદલ શિક્ષાને પાત્ર ઠરશે.

8 લાખ કરતા વધુ ઉમેદવારો આપશે પરીક્ષા! 
7 મેના રોજ યોજનારી તલાટીની પરીક્ષામાં 8 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ હાજર રહે તેવી શક્યતા છે. ત્યારે ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ શાળા-કોલેજની બસોના સંચાલકો તેમજ ખાનગી બસ સંચાલકો એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડુ ઉમેદવારો પાસેથી વસુલીને બસનું સંચાલન કરી શકે છે. આપને જણાવી દઈએ કે, ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી જવા-આવવામાં મુશ્કેલી ન પડે તે માટે  હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. 

લેવાયો હતો મહત્વનો નિર્ણય
આ બેઠકમાં પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરીક્ષાનાં દિવસોમાં શાળા અને કોલેજોમાં વેકેશન હોઈ સ્કુલ બસોનાં સંચાલકો જો તલાટી-કમ મંત્રીના ઉમેદવારોને પરિવહનની સેવા પૂરી પાડવા ઇચ્છતા હોય તો ખાસ કિસ્સામાં તા.06/05/2023 તથા તા.07/05/2023ના રોજ આવી બસોને સ્ટેજ કેરેજ તરીકે ચલાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એસ.ટી નિગમની બસોમાં નિયમિત એક્સપ્રેસ મુસાફર ભાડાથી સેવાઓ પૂરી પાડવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ