બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Talati exam today in Gujarat: Have to reach the center before 11.55

તલાટી Exam 2023 / ગુજરાતમાં આજે તલાટીની પરીક્ષા: 11.55 પહેલા પહોંચવું પડશે કેન્દ્ર પર, આજે તંત્રની પણ 'કસોટી'

Priyakant

Last Updated: 07:40 AM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

3,437 પદ માટે યોજાનાર તલાટી પરીક્ષામાં 8.65 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે, પરીક્ષામાં ઈલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ, ગેરરીતિ કરનારા સામે નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે

  • આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા
  • 8.65 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
  • 3437 જગ્યા માટે યોજાશે પરીક્ષા

રાજ્યભરમાં આજે તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વિગતો મુજબ 3,437 પદ માટે યોજાનાર આ તલાટી પરીક્ષામાં 2, 694 કેન્દ્ર પર 8.65 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. આજે બપોરે સાડા 12થી 1:30 વાગ્યા સુધી યોજાનાર આ પરીક્ષામાં તમામ કેન્દ્ર પર વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ સાથે પરીક્ષામાં ઈલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ છે. ગેરરીતિ કરનારા સામે નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે, 17 લાખ ઉમેદવારોએ તલાટીની પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું જે બાદ 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષાનું કન્ફર્મેશન આપ્યું હતું. 

આજે રાજ્યભરમાં તલાટીની પરીક્ષા યોજાવાની છે. ત્યારે રાજ્યમાં પ્રથમવાર તલાટીની પરીક્ષા માટે 8.50 લાખ ફોર્મ ભરાયા છે. પરીક્ષાર્થીએ 11.55 વાગે પરીક્ષાર્થીઓએ કેન્દ્રમાં પ્રવેશવાનું રહેશે. તલાટી પરીક્ષા માટે જિલ્લા,તાલુકા કક્ષાએ પણ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઉમેદવારોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ સુવિધાઓ કરાઇ છે. આ સાથે વાહનવ્યવહારથી લઈને કેન્દ્ર સુધી પહોંચવા માટેની વ્યવસ્થા છે. હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. દરેક ડિવિઝનના કંટ્રોલ રૂમ અને કમાન્ડ કંટ્રોલ રૂમ સેન્ટરના નંબર પણ મળી રહેશે. સ્કૂલ બસને પણ સ્ટેજ કેરેજ તરીકે ચલાવાશે.

તલાટી પરીક્ષાને લઈ કેટલીક મહત્વની અપડેટ

  • પેપરલીકમાં ભૂતકાળમા સંડોવાયેલા લોકો પર રખાઈ રહી છે નજર 
  • રેલવેએ વધારાની 9 ટ્રેન મુકી, GSRTCએ 619 બસ મુકી, 17, 500 બુકિંગ થયું
  • ખાનગી અને સ્કૂલ બસોને ઓપરેટ કરાઈ રહી છે
  • ઉમેદવારો સાદી કાંડા ઘડિયાળ લઈ જઈ શકશે
  • કેન્દ્રમાં ઈલેક્ટ્રોનિક વસ્તુ લઈ જઈ શકાશે નહીં
  • ઉમેદવાર કોઇપણ ચાવી પણ લઈ જઈ શકશે નહીં
  • કેન્દ્રમાં ઉમેદવારોના પ્રવેશ સમયે વીડિયોગ્રાફી કરાશે
  • કોલ લેટર સાથે ઉમેદવારની વીડિયોગ્રાફી કરાશે
  • શંકાસ્પદ ઉમેદવારની પેપર બાદ પૂછપરછ કરવામાં આવશે
  • વર્ગખંડ બહાર બૂટ ચંપલ ઉતારવાના રહેશે
  • ગેરરીતિ કરશે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે

તલાટીની પરીક્ષા માટે તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અનેક સમાજ દ્વારા ઉમેદવારોને સુવિધા આપવામાં આવી છે.  રહેવા-જમવા માટેની સમાજ અને સંસ્થાઓ દ્વારા સુવિધા કરાઈ છે. તેમજ રેલવે પણ તલાટીના ઉમેદવારો માટે વધારાની 9 ટ્રેન દોડાવશે. જ્યારે ST નિગમ પણ ઉમેદવારો માટે વધારાની 4500 બસ દોડાવશે. તેમજ ખાનગી અને સ્કૂલ બસોને પણ ઓપરેટ કરી શકાશે.

ગુજરાતમાં તલાટીની પરીક્ષાને લઇ તંત્ર એલર્ટ મોડમાં છે. પરીક્ષા દરમિયાન કેન્દ્રની આસપાસના વિસ્તારમાં સુલેહ-શાંતિ જળવાઈ રહે અને પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી શાંત અને સોહાર્દ પૂર્ણ વાતાવરણમાં ગેરરીતિ કર્યા વગર તેમજ કોઈપણ પ્રકારના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપી શકે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ આજે બપોરે પરીક્ષા દરમિયાન ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાનો આદેશ કરાયો છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. 

લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ 
આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રની 100 મીટરની હદમાં બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ચારથી વધુ લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.  વીજ પુરવઠો ન ખોરવાય માટે ખોદકામ પર પ્રતિબંધ ફરમાવાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલા લેવામાં આવશે. ઈલેક્ટ્રિક સાધનો, સ્માર્ટ વોચ તથા ઈયર ફોન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

પરીક્ષામાં આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ 
પરીક્ષાના દિવસે પરીક્ષાના સ્થળે ઇલેક્ટ્રીક આઈટમ જેવી કે મોબાઈલ ફોન, પેજર, ઇલેક્ટ્રીક ડાયરી, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઇયરફોન, કેમેરા, લેપટોપ વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ દાખલ થવા પર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ છે. 

જાહેરનામાનો ભંગ કરવા બદલ કરાશે કાર્યવાહી
પરીક્ષાર્થીઓની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ, વિશેષ ધ્યાન ભંગ થાય તેવું કોઈ પણ કૃત્ય કરવા પર, પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળે ચોરી કરવા કે કરાવવા હેતુથી પુસ્તક અન્ય સાહિત્ય,કાપલી,ઝેરોક્ષ નકલો લઈ જવા પર, પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ નકલ કરવાના કેન્દ્રો/ દુકાન પર, ઝેરોક્ષ મશીન પરીક્ષાના દિવસે દરમ્યાન સવારે 9:00 થી 15:૦૦ સમય સુધી ચાલુ કરવા પર, પરીક્ષા સ્થળે કોઈપણ પ્રકારનું હથિયાર લઈ દાખલ થવા પર, પરીક્ષા સ્થળ ની આસપાસ પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ પાનબીડી ગલ્લા તથા ચા પાણીના કેન્દ્રોએ પરીક્ષા સમય દરમિયાન ચાલુ કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત હુકમ ફરજ પરના પોલીસ દળ, હોમગાર્ડના કર્મચારી, અધિકારી તથા પરીક્ષાના અનુસંધાને ફરજ ઉપર બોલાવેલ કર્મચારી અધિકારીઓને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરવા બદલ શિક્ષાને પાત્ર ઠરશે.

8 લાખ કરતા વધુ ઉમેદવારો આપશે પરીક્ષા! 
આજે યોજાનારી તલાટીની પરીક્ષામાં 8 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ હાજર રહે તેવી શક્યતા છે. ત્યારે ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ શાળા-કોલેજની બસોના સંચાલકો તેમજ ખાનગી બસ સંચાલકો એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડુ ઉમેદવારો પાસેથી વસુલીને બસનું સંચાલન કરી શકે છે. આપને જણાવી દઈએ કે, ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી જવા-આવવામાં મુશ્કેલી ન પડે તે માટે  હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ