બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 09:16 PM, 12 April 2022
ADVERTISEMENT
ઈન્ટરનેટ ટેકનોલોજીના યુગમાં બાળકોને મોબાઈલ આપવો હવે જોખમરુપ બની ગયો છે. મોબાઈલની બેટરી ફાટવાને કારણે મોતની વધુ એક ઘટના બની છે. ઝારખંડના પાકુડમાં મોબાઈલની બેટરી ફાટતા પાંચ વર્ષનો માસૂમ ઈજાગ્રસ્ત થયો હતો. બેટરી બ્લાસ્ટ બાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ સોનુ મરાંડી તરીકે થઈ છે.
કેવી રીતે બની ઘટના
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે બાળકના પિતાએ મોબાઈલમાંથી બેટરી કાઢીને માસ્ટર ચાર્જરમાં તેને ચાર્જ કરવા માટે મૂકી દીધી.બાળકના પિતા બહાર ગયા ત્યારે સોનુએ ચાર્જરમાંથી બેટરી કાઢવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બેટરીમાં વિસ્ફોટ થયો હતો. આ કારણે તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. જે બાદ પીડિતાને તાત્કાલિક સદર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી.
યુપીના મિરઝાપુરમાં પણ 12 વર્ષના છોકરાનું મોત થયું હતું
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મોબાઈલની બેટરી ફાટવાથી યુપીના મિરઝાપુરમાં 12 વર્ષના બાળકનું મોત થયું હતું.
બાળકોને મોબાઈલ આપવો ખતરાથી ખાલી નહી
મોબાઈલને કારણે બાળકોના મોતની આ કંઈ પહેલી ઘટના નથી. અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે. આવા કિસ્સામાં માતાપિતાએ ચેતવાની જરુર છે. બાળકોને મોબાઈલ આપતી વખતે વધારે સાવધાન રહેવાની જરુર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.