બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Sylvester Dacunha, who introduced Amul to 'Utterly-Butterly Girl' at home, passes away in Mumbai

દુ:ખદ / સિલ્વેસ્ટર દાકુન્હાનું મુંબઇમાં નિધન, જેને ઘરે-ઘરે 'અટરલી-બટરલી ગર્લ'થી Amulને અપાવી ઓળખ

Megha

Last Updated: 10:56 AM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમૂલની અટરલી બટરલી ગર્લને ઘરે ઘરે ફેમસ કરનાર સિલ્વેસ્ટર દાકુન્હા (Sylvester daCunha) હવે આપણી વચ્ચે નથી રહ્યા. 80 વર્ષની વયે એડ ગુરુ સિલ્વેસ્ટર દાકુન્હાનું નિધન થયું છે.

  • અમૂલ ગર્લને ઘરે ઘરે ફેમસ કરનાર સિલ્વેસ્ટર દાકુન્હાનું નિધન 
  • કોણ હતા સિલ્વેસ્ટર દાકુન્હા?
  • સિલ્વેસ્ટરે વર્ષ 1966માં અમૂલ ગર્લ ડિઝાઇન કરી હતી

અમૂલ ગર્લ(Amul Girl)ને આપણે બધા જાણીએ છીએ. અમૂલ ગર્લને ઘરે ઘરે ફેમસ કરનાર સિલ્વેસ્ટર દાકુન્હા (Sylvester daCunha) હવે આપણી વચ્ચે નથી. 80 વર્ષની વયે એડ ગુરુ સિલ્વેસ્ટર દાકુન્હાનું નિધન થયું છે. જણાવી દઈએ કે વિશ્વની સૌથી સફળ જાહેરાતોમાંની એક અમૂલ બનાવનાર સિલ્વેસ્ટર દાકુન્હાએ મંગળવારે અંતિમ શ્વાસ લીધા છે. નોંધનીય છે કે એમને અમૂલની અટરલી બટરલી ગર્લ ડિઝાઇન કરી અને તેને વિશ્વભરમાં પ્રખ્યાત કરી છે.

કોણ હતા સિલ્વેસ્ટર દાકુન્હા?
સિલ્વેસ્ટર દાકુન્હા 80 વર્ષના હતા જ્યારે તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમના પરિવારમાં તેમની પત્ની નિશા અને પુત્ર રાહુલ દાકુન્હા છે. સિલ્વેસ્ટર દાકુન્હા ગેર્સન દાકુન્હાના ભાઈ હતા. સિલ્વેસ્ટર દાકુન્હાએ ઘણી જાહેરાતો ડિઝાઇન કરી છે પણ તેમને અમૂલ દ્વારા વાસ્તવિક ઓળખ મળી હતી. એમને ASP (Advertisment sale and promotions) દ્વારા અમૂલ ગર્લ એડનું નિર્માણ કર્યું હતું અને તેમના આર્ટ ડિરેક્ટર યુસ્ટેસ ફર્નાન્ડિસએ અમૂલ ગર્લનું જે ફીચર છે એ ક્રિએટ કર્યું હતું જે આજે પણ લોકો વચ્ચે ઘણું પ્રચલિત છે.. અમૂલ ગર્લ અમૂલ બ્રાન્ડને ભારતની મોટી બ્રાન્ડ બનાવવામાં વિશેષ ભૂમિકા ભજવી છે અને આ અમૂલ ગર્લ બનાવનાર સિલ્વેસ્ટર દાકુન્હાએ મહત્વની ભૂમિકા ભજવી છે. સિલ્વેસ્ટરે વર્ષ 1966માં અમૂલ ગર્લ ડિઝાઇન કરી હતી.

દીકરાને સોંપી દીધો હતો કારોબાર 
દુનિયામાં જ્યારે પણ કોઈ કાર્ટૂનનો ઉલ્લેખ થશે ત્યારે અમૂલ ગર્લનું નામ ટોચ પર આવશે અને તેની સાથે સિલ્વેસ્ટર દાકુન્હાને યાદ કરવામાં આવશે. તેની ટેગલાઈન 'Utterly Butterly Delicious' ઘણી લોકપ્રિય બની હતી. અમૂલનું આ કાર્ટૂન માત્ર બ્રાન્ડ પૂરતું મર્યાદિત નહોતું પણ તેનો ઉપયોગ રાજકીય નિવેદન આપવા અને સમકાલીન ઘટનાઓનો સંદર્ભ આપવા માટે થતો હતો. અમૂલ ગર્લ ઝુંબેશની શરૂઆતના ત્રણ વર્ષ પછી, ગેરસન અને સિલ્વેસ્ટર ભાઈઓએ 1969માં અમૂલ ગર્લ સાથે દાકુન્હા કોમ્યુનિકેશન્સ શરૂ કર્યું. જેના દ્વારા તે અમૂલ ગર્લના ક્રિએટિવ કાર્ટૂન તૈયાર કરતો હતો. સિલ્વેસ્ટરના પુત્ર રાહુલે આજ સુધી આ અભિયાન ચાલુ રાખ્યું છે. રાહુલ માત્ર તેના પિતાનો વ્યવસાય જ સંભાળતો નથી, પરંતુ તે તેના પિતાના વારસાને પણ આગળ ધપાવી રહ્યો છે.

અમૂલ ગર્લ બનાવીને ઈતિહાસ સર્જનાર સિલ્વેસ્ટર દાકુન્હા હંમેશા યાદ રહેશે. એમને માત્ર અમૂલ ગર્લ માટે જ નહીં પરંતુ સમાજ અને સામાજિક સંચારમાં તેના નોંધપાત્ર યોગદાન માટે યાદ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ