બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / swearing-in ceremony of gujarat Chief Minister and council of ministers today

ગાંધીનગર / આજે ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની શપથવિધિ: PM મોદી-અમિત શાહથી લઇને આ 7 રાજ્યોના CM હાજર રહેશે, જુઓ કોણ-કોણ

Dhruv

Last Updated: 08:32 AM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં PM મોદી-અમિત શાહથી લઇને 7 રાજ્યોના CM હાજર રહેશે.

  • આજે ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની શપથવિધિ
  • શપથવિધિને લઇ તૈયારીઓને અપાયો આખરી ઓપ
  • બપોરે 2 વાગ્યે યોજાશે નવા મંત્રી મંડળની શપથવિધિ 

આજે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળની શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. ત્યારે ગઇ કાલે રાત્રે જ PM અમદાવાદ ખાતે આવી ગયા હતા. જ્યાં તેઓનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. જણાવી દઇએ કે, આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આથી આજે અમદાવાદ એરપોર્ટ ખાતે અનેક VVIP મહેમાનો આવશે.

શપથવિધિ માટે 20 ચાર્ટર્ડ સહિત ફ્લાઇટમાં VVIPની અવરજવર રહેશે. રવિવારના રોજ ખુદ ગૃહમંત્રી અમિત શાહ અને આસામના CM પણ આવી ગયા હતા. શપથવિધિમાં 7 રાજ્યોના CM ચાર્ટર્ડ લઇને આવશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ શપથવિધિમાં હાજર રહેશે. CM યોગી આદિત્યનાથ અને હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના CM પ્રમોદ સાવંત, કર્ણાટકના CM બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના CM તેમજ ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં હાજર રહેશે.

ભૂપેન્દ્ર પટેલની રાજકીય સફર
ભૂપેન્દ્ર પટેલ સગીરાવસ્થાથી જ RSS સાથે જોડાણયા હતાં. તેઓ મેમનગર નગરપાલિકાના પ્રમુખ અને AMC સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન પણ રહ્યા હતાં. 2015 થી 2017 સુધી AUDAના ચેરમેન તરીકે સેવા આપી છે. AMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને 2017માં ઘાટલોડિયા બેઠક પર જીત્યા તેઓ 2017માં પ્રથમ વખત ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ચૂંટાયા હતાં. 2017માં તેઓ 1.17 લાખ મતથી જીત્યા હતા અને સપ્ટેમ્બર 2021માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા તેમજ 2022ની ચૂંટણીમાં પણ રેકોર્ડબ્રેક માર્જિનથી જીત મેળવી છે.

મંત્રીમંડળના શપથ માટે આ ધારાસભ્યોને ફોન આવ્યા હતા
તમને જણાવી દઇએ કે, મંત્રીમંડળના શપથ માટે ધારાસભ્યોને ફોન આવ્યા હતા. મંત્રી મંડળમાં સમાવેશ કરાયેલ ધારાસભ્યોને ફોન આવ્યા હતા. જેમાં ઋષિકેશ પટેલ,કનુભાઈ દેસાઈ,રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા,પુરુષોત્તમ સોલંકી,કુંવરજી બાવળીયા, ભાનુબેન બાબરીયા,કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપૂત,બચુ ખાબડ, જગદીશ પંચાલ,ભીખુસિંહ પરમાર, મુકેશ પટેલ,હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરાશે. શપથવિધિ બાદ કેબીનેટની બેઠકમાં ખાતાની પણ ફાળવણી કરાશે.

નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ
નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ સતત ત્રણ ટર્મથી ચૂંટાયા છે. તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ ઉદ્યોગ મંત્રી રહ્યાં હતાં.

ધારાસભ્ય શંકર ચૌધરીની રાજકીય ઇતિહાસ
શંકર ચૌધરીએ 'દૂધવાલા'ના નામથી જાણીતા છે. તેઓ ભાજપના સિનિયર નેતા છે તેમજ ચૌધરી કુલ પાંચ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે જેમાં રાધનપુર, વાવ, થરાદ બેઠક પર જીત મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આનંદીબેનની સરકારમાં આરોગ્ય-સહકાર મંત્રી રહી ચૂક્યાં છે. સહકારી ક્ષેત્રના આગેવાન છે તેઓ બનાસડેરીના બે વખત બિનહરિફ ચેરમેન બન્યા હતાં. તેઓ વિદ્યાર્થીકાળથી જ ABVP સાથે જોડાયા અને ભાજપ યુવા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યાં છે.

ઋષિકેશ પટેલ, વિસનગર
ઋષિકેશ પટેલની રાજકીય સફર જોઈએ તો વિસનગર બેઠકથી સતત 4 વાર ચૂંટાયા છે. ઉત્તર ગુજરાતનો અગ્રણી પાટીદાર ચહેરો છે અને મહેસાણા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સહકારી અને ઉદ્યોગ ક્ષેત્રે સ્થાનિક સ્તરે સારી ઓળખ ધરાવે છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આરોગ્ય મંત્રી, પાણી-પુરવઠાનો પણ હવાલો સંભાળ્યો હતો.

કુંવરજી બાવળિયા, જસદણ
બાવવળિયા જસદણ બેઠક પર 1995થી ચૂંટાતા આવ્યા છે. તેઓ 1995 થી 2017 સુધી કોંગ્રેસ તરફથી ધારાસભ્ય હતા અને 2018માં ભાજપમાં જોડાયા હતાં તેમજ પેટાચૂંટણીમાં ફરી જસદણ પરથી જીત્યા હતાં. તેઓ રૂપાણી સરકારમાં પાણી-પુરવઠા મંત્રી હતા અને કોળી સમુદાયનો અગ્રણી ચહેરો છે.

જયેશ રાદડિયા, જેતપુર
જયેશ રાદડિયા ભાજપનો યુવા મજબૂત ચહેરો છે. જેતપુર બેઠકથી સતત ત્રીજીવાર ચૂંટાયા છે અને પાટીદાર સમાજના અગ્રણી છે. નરેન્દ્ર મોદી, આનંદીબેન, રૂપાણી સરકારમાં મંત્રી ચૂક્યા છે. રાજકોટ જિલ્લા કો-ઓપરેટીવ બેંકના પૂર્વ ચેરમેન-ડિરેક્ટર રહ્યાં છે.

રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
રાઘવજી પટેલની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કૃષિ અને પશુપાલન મંત્રી અને કૃષિમંત્રી ફરીવાર જીતતા નથી તે માન્યતા તોડી છે. 1990 પછી બીજી વખત જીતનાર પહેલા કૃષિમંત્રી
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતાં. શંકરસિંહની રાજપા સરકારમાં પણ મંત્રી હતા

જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
ભાજપના અગ્રણી નેતા જીતુ વાઘાણીની રાજકીય સફર જાણીએ તો માલુમ પડે કે તેઓ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં શિક્ષણ મંત્રી રહ્યા હતાં તેમજ વર્ષ 2016થી 2020 સુધી ભાજપના પ્રમુખ રહ્યા હતાં. ભાવનગર પશ્વિમ બેઠક પર સતત ત્રણ વખત ચૂંટાયા છે. સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ જાળવવામાં માહિર છે. 

ગણપત વસાવા, માંગરોળ
માંગરોળના ધારસભ્ય ગણપત વસાવા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી નેતા તરીકેની ઓળખ ધરાવે છે. 2002થી સતત પાંચ વાર માંગરોળથી ચૂંટાયા છે. વિધાનસભાના સ્પીકર પણ રહ્યા છે. 2002થી વિવિધ સરકારમાં મંત્રી તરીકે રહ્યા છે.

હર્ષ સંઘવીનો રાજકીય ઈતિહાસ
મજૂરા બેઠક પર સતત ત્રીજીવાર ચૂંટાયા હર્ષ સંઘવીની વાત કરીએ તો તેઓ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગૃહરાજ્યમંત્રી અને રમતગમત મંત્રી તરીકે પણ હવાલો સંભાળ્યો છે. સતત નવું કરવા માટે જાણીતા છે. તેઓ PM અને અમિત શાહની નજીકના વ્યકિત ગણાય છે.

અલ્પેશ ઠાકોર, ગાંધીનગર દક્ષિણ
પાટીદાર અનામતની સમાંતરે OBC નેતા તરીકે ઉદય થયો હતો અને 2017 પહેલા કોંગ્રેસમાં જોડાયા અને રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા ત્યાર બાદ 2019માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતાં. પેટાચૂંટણીમાં કારમી હાર મળી અને 2022માં ગાંધીનગર દક્ષિણ બેઠકથી જીત્યા છે.

શંભુપ્રસાદ ટુંડિયા, ગઢડા
દલિત સમાજના ધર્મગુરુ અને સામાજિક આગેવાન છે. તેઓ ધંધુકાના સંત સવૈયાનાથ ધામના ગાદિપતિ છે તેમજ 2014થી 2020 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યાં છે અને 2007થી 2014 સુધી દસાડાના ધારાસભ્ય રહી ચૂક્યાં છે. ભાજપમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રહેલા છે.

પંકજ દેસાઈ, નડિયાદ
નડિયાદથી સતત પાંચમી વાર પંકજ દેસાઈ ચૂંટાયા છે. વિધાનસભામાં દંડક તરીકે રહ્યા હતાં. નડિયાદ નગરપાલિકા પ્રમુખ પણ બન્યા હતાં. મધ્ય ગુજરાતમાં ભાજપનો પાટીદાર ચહેરો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ