બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sutrapada in Gir Somnath has received 21.5 inches of rain in 24 hours

મેઘતાંડવ / 21 ઇંચ વરસાદે સુત્રાપાડાને ધમરોળી નાખ્યું: નદીઓ ગાંડીતૂર, ઘરોમાં પાણી, વેરાવળની શાળા-કોલેજોમાં રજા, જુઓ ગીર સોમનાથના કેવાં હાલ

Malay

Last Updated: 08:08 AM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથના સુત્રાપાડામાં 24 કલાકમાં 21.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે સુત્રાપાડા વિસ્તાર જળમગ્ન બન્યો છે. રસ્તાઓ, મકાનો અને સરકારી કચેરીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોએ કપરી પરિસ્થિતીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

  • ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું
  • જિલ્લાનાં તમામ તાલુકામાં મૂશળધાર વરસાદ
  • સુત્રાપાડામાં 21.5 ઈંચ વરસાદ ખાબક્યો
  • લોકોના ઘરોમાં દેવકા નદીનાં પાણી ઘૂસી ગયા

ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 163 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું છે. સુત્રાપાડામાં 24 કલાકમાં 21.5 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચારેબાજુ પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. વેરાવળની દેવકા નદીમાં ભારે પૂર આવ્યું છે. ગીરની હિરણ નદી ગાંડીતૂર બની છે. સૂત્રાપાડા અને વેરાવળમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકોની ઘરવખરી પાણીમાં પલળી જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના-મોટા વાહનો પાણીમાં ડૂબી ગયા ગયા છે. ભારે વરસાદને કારણે વેરાવળની તમામ શાળાઓ, કોલેજો અને ટયુશન કલાસીસમાં રજા જાહેર કરાઇ છે.

સોનારીયા ગામની સ્થિતિ ભયંકર
ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદ પડતા વેરાવળ-કોડીનાર હાઈવે બંધ કરાયો છે. સુત્રાપાડા ફાટક નજીક હાઈવે પર પાણી ફરી વળ્યું છે. જેના કારણે હાઈવે બંધ કરાયો છે. આ ઉપરાંત ડાભોર રોડ પર પાણી ભરાયા છે. ધોધમાર વરસાદના કારણે હીરણ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે સોનારીયા ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે. સોનારીયા ગામમાં હાલ ઉપર આભ નીચે પાણી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આખુ ગામ હીરણ નદીના પાણીથી બેટમાં ફેરવાઈ ગયું છે. નાના મોટા અંસંખ્ય વાહનો ડૂબી ગયા છે તો કેટલાય પાણીમાં તણાઈ ગયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે પી.એસ.વાડીયા પંપની બાજુમાં પુલ તૂટ્યો છે. સોનારીયા નજીક પુલ તૂટ્યો છે. 

ગીરની હિરણ નદી ગાંડીતૂર બની
ગીર પંથકમાં મૂશળધાર વરસાદના કારણે ગીરની હિરણ નદી ગાંડીતૂર બની છે.તાલાળામાં હિરણ નદીના પૂરનાં પાણી ઘૂસ્યા છે. નરસિંહ ટેકરી, આંબેડકર નગર, ગુંદરણ ચોકડી વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે. નદીકાંઠા નજીકના વિસ્તારોમાં ભરાયા પાણી છે. પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. 

દેવકા નદીનું પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું 
ગીર સોમનાથના વેરાવળમાં રાતભર ધોધમાર વરસાદ પડ્યો છે. વેરાવળમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ પડતા દેવકા નદી બે કાંઠે વહેતી થઈ છે. વેરાવળની દેવકા નદીનું પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું છે. વેરાવળની ભાલકા સોસાયટીના અનેક ઘરોમાં પાણી ભરાયા છે. લોકોની ઘરવખરી પાણીમાં પલળી જતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ધારાસભ્ય ભગવાન બારડ લોકોની મદદે પહોચ્યા
જિલ્લામાં ભારે વરસાદને કારણે હિરણ ડેમ મોડી રાત્રે જ ખોલવો પડ્યો હતો. ડેમના દરવાજા રાત્રે જ ખોલવા પડ્યા હતા. ભારે વરસાદને પગલે ધારાસભ્ય ભગવાન બારડ ટ્રેક્ટર લઈ ગ્રામ્ય વિસ્તારમાં લોકોની મદદે પહોચ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ