બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / surendranagar chotila MLA rutvik makwana angry for ignored on stage

વિવાદ / સ્ટેજ પર સ્થાન ન મળતા ચોટીલાના MLA ગિન્નાયા, કહ્યું CM સામે બોલવાનો મને પ્રોટોકોલ મુજબ હક છે

Dhruv

Last Updated: 11:31 AM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તરણેતરના મેળામાં સ્ટેજ પર સ્થાન ન મળતા ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ બળાપો કાઢતા કહ્યું 'હું સ્થાનિક MLA હોવા છતાં મને સ્થાન ન અપાયું.'

  • સુરેન્દ્રનગરના ચોટીલાના MLA ઋત્વિક મકવાણાએ કાઢ્યો બળાપો
  • તરણેતરના મેળામાં સ્ટેજ પર સ્થાન ન મળતા MLA ગિન્નાયા
  • CM સમક્ષ પ્રજાનો પક્ષ મૂકવાનો મારો અધિકાર છીનવાયો: ઋત્વિક

સુરેન્દ્રનગરના ચોટીલાના ધારાસભ્યએ તરણેતરના મેળામાં સ્ટેજ પર સ્થાન ન મળતા ઋત્વિક મકવાણાએ બળાપો કાઢ્યો છે. તરણેતરના મેળાના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં હતા. ત્યારે MLA ઋત્વિક મકવાણાએ બળાપો કાઢતા કહ્યું કે, 'હું સ્થાનિક ધારાસભ્ય હોવા છતાં મને સ્થાન ન અપાયું. હું CM સામે સ્ટેજ સુધી ના પહોંચી શક્યો. મને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રોકવામાં આવ્યો. તરણેતર વિસ્તાર ચોટીલા વિધાનસભામાં આવે છે. સ્થાનિક MLAને પ્રોટોકોલ મુજબ CM સમક્ષ બોલવાનો હક હોય છે. CM સમક્ષ પ્રજાનો પક્ષ મૂકવાનો મારો અધિકાર છીનવાયો.'

તરણેતરના મેળાનું નિમંત્રણ કાર્ડ

તરણેતરના મેળાના નિમંત્રણ કાર્ડને લઈ સર્જાયો હતો વિવાદ

ઉલ્લેખનીય છે કે, તરણેતરના મેળાના આમંત્રણ કાર્ડમાંથી સ્થાનિક ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી ચોટીલા વિધાનસભાની બેઠક ઉપર જીતેલા ઋત્વિક મકવાણાનું સ્થાન કાઢી નાખવામાં આવ્યું હતું. આમંત્રણ કાર્ડમાં કોઈ પણ પ્રકારનો સ્થાનિક ધારાસભ્યોનો ઉલ્લેખ કરવામાં ન આવતા ભારે ચકચાર મચી ગઇ હતી. આ મામલે સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન પણ  કરવામાં આવ્યું હતું. ત્યારે બીજી તરફ વારંવાર પ્રશાસન વિભાગ તરફથી અવગણના થતી હોય અને કોંગ્રેસના ધારાસભ્યોને આમંત્રણ પણ આપવામાં ન આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

તરણેતરનો મેળો

સોશ્યલ મીડિયામાં પણ આ મુદ્દો વધારે ચર્ચાયો હતો

વધુમાં જણાવી દઇએ કે, સુરેન્દ્રનગર જીલ્લાનાં થાનગઢ તાલુકાનાં તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે શરૂ થયેલા તરણેતર મેળાની આમંત્રણ પત્રિકામાં પાંચાળ પ્રદેશનો એક પણ ફોટો નહીં મૂકવામાં આવેલ અને ડાંગ જિલ્લાનાં ફોટા મૂકી સરકારી તંત્ર દ્વારા ગંભીર ભૂલ કરવામાં આવતાં સમગ્ર ઝાલાવાડ વિસ્તારનાં સાહિત્ય પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો ત્યારે સોશ્યલ મીડિયામાં પણ આ મુદ્દો 'ટોક ઓફ ધ ટાઉન' બન્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ