બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Kishor
Last Updated: 11:08 PM, 27 June 2022
ગુજરાતના વિવિધ શહેરોમાં લુખ્ખાતત્ત્વો અવારનવાર ગુંડાગર્દી કરતા હોવાના છાશવારે વીડિયો સામે આવતા રહે છે. તેવામાં સુરતમાં પોલીસના ખોફ વચ્ચે પણ ગુનેગારો પોતાની 'તાકત' બતાવવાનું ચૂકતા નથી. સુરતમાં ભૂતકાળમાં ગુનેગારોના ઘાતક હથિયારો સાથેના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. તેવામાં આવો જ વધુ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્વો સુરત પોલીસને રીતસર ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવો ઘાટ સર્જાયો છે.
સુરત પોલીસને અસામાજિક તત્વોનો ખુલ્લો પડકાર, વરાછા વિસ્તારમાં બેફામ બનેલા લુખ્ખાતત્વોએ હથિયારો સાથે બનાવ્યો વીડિયો#Surat @GujaratPolice pic.twitter.com/LyJ555dYK6
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 27, 2022
ઘાતક હથિયારો સાથે ડીજે સોંગ પર નાચતા શખ્સો નજરે પડ્યા
પોલીસ કે કાયદાથી બેખોફ બનેલા શખ્સોનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. બેફામ બનેલા અસામાજિક તત્વો જીવલેણ હથિયારો સાથે વિડીયોમાં દ્રશ્યમાંન થઈ રહ્યા છે. ખુલ્લા હથિયારો સાથેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ મૂકી પોલીસની આબરૂનું ધોવાણ કર્યું છે. વાયરલ થયેલો આ વીડિયો વરાછા વિસ્તારનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઘાતક હથિયારો સાથે ડીજે સોંગ પર નાચતા શખ્સો વિડીયોમાં નજરે પડી રહ્યા છે. પોલીસ આ વિડીયોના મૂળ સુધી પહોંચી આવા શખ્સોને કાયદાના પાઠ ભણાવે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ