બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Supreme Court gets 2 new judges, Center approves recommendation in 48 hours, know who are Viswanathan and Prashant Mishra

SC / સુપ્રીમ કોર્ટને મળ્યા 2 નવા ન્યાયાધીશ, કેન્દ્રએ 48 કલાકમાં ભલામણને આપી મંજૂરી, જાણો કોણ છે વિશ્વનાથન અને પ્રશાંત મિશ્રા

Pravin Joshi

Last Updated: 05:03 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે 48 કલાકની અંદર કોલેજિયમની ભલામણને મંજૂરી આપી હતી.આ પછી તરત જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંને જજોની નિમણૂકનો પત્ર પણ જારી કર્યો. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

  • CJI ચંદ્રચુડે બે નવા ન્યાયાધીશોને જજ તરીકે શપથ લેવડાવ્યા 
  • આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રશાંત કુમારે લીધા શપથ
  • એડવોકેટ કે.વી.વિશ્વનાથને પણ શપથ લેવડાવવામાં આવ્યા
  • ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં 34 જજોનો કોરમ પુરો થઈ ગયો 

શુક્રવારે CJI DY ચંદ્રચુડે બે નવા ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્યા હતા. જેમાં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને એડવોકેટ કે.વી.વિશ્વનાથનનો સમાવેશ થાય છે. આ સાથે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં 34 જજોનો કોરમ પુરો થઈ ગયો છે. ઓગસ્ટ 2030 માં કે.વી. વિશ્વનાથન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બનશે. વિશ્વનાથન 24 મે, 2031 સુધી એટલે કે 9 મહિનાથી વધુ સમય સુધી દેશની સર્વોચ્ચ અદાલતનું નેતૃત્વ કરશે.

કોલેજિયમે બંનેને SC જજ બનાવવાની ભલામણ કરી હતી

16 મેના રોજ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ કે.વી. વિશ્વનાથન અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાને SC જજ તરીકે બઢતી માટે કેન્દ્રને ભલામણ કરી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફે કેન્દ્રને ભલામણ મોકલી હતી. તેમણે કહ્યું હતું- 'સુપ્રીમ કોર્ટમાં 34 જજ હોવા જોઈએ, પરંતુ હવે માત્ર 32 જજ છે. કેટલાક ન્યાયાધીશોની નિવૃત્તિ બાદ જુલાઈના બીજા સપ્તાહ સુધી માત્ર 28 જજ જ બાકી રહેશે. આ કારણોસર આ બંને ન્યાયાધીશોની પ્રથમ નિમણૂક કરવી જોઈએ.

કેન્દ્રએ 48 કલાકમાં ભલામણને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે 48 કલાકની અંદર કોલેજિયમની ભલામણને મંજૂરી આપી હતી. આ પછી તરત જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંને જજોની નિમણૂકનો પત્ર પણ જારી કર્યો. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

એડવોકેટ કે.વી.વિશ્વનાથન

વિશ્વનાથનનો જન્મ 26 મે 1966ના રોજ થયો હતો. વિશ્વનાથને ભરથિયાર યુનિવર્સિટી કોઈમ્બતુરમાંથી કાયદાની ડિગ્રી પૂર્ણ કરી. તેમણે 1988માં બાર કાઉન્સિલ ઓફ તમિલનાડુમાં પ્રવેશ મેળવ્યો હતો. બે દાયકાથી વધુ સમય સુધી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કર્યા બાદ તેમને 2009માં વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

જસ્ટિસ પ્રશાંત મિશ્રા

જસ્ટિસ પ્રશાંત મિશ્રાનો જન્મ છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં થયો હતો. તેમણે ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી. રાયગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરવા ઉપરાંત તેમણે જબલપુર અને બિલાસપુર હાઈકોર્ટમાં લાંબા સમય સુધી વકીલાત કરી. 2005માં છત્તીસગઢ હાઈકોર્ટે તેમના નામ પર વરિષ્ઠ વકીલ તરીકે મહોર મારી હતી. તેઓ 2 વર્ષ સુધી છત્તીસગઢ સ્ટેટ બાર કાઉન્સિલના અધ્યક્ષ પણ રહ્યા છે. 2007માં એડવોકેટ જનરલ તરીકે નિયુક્ત થયા બાદ 10 ડિસેમ્બર 2009ના રોજ તેમને હાઈકોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. બે વર્ષ પહેલા તેમને સિનિયર જજમાંથી ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ