બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / supreme court ex justice ranjana desai could head gujarat uniform civil code committee

અટકળો / કોણ છે રંજના દેસાઇ, જેમને ગુજરાતમાં સોંપાઈ શકે છે યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની કમાન: આદિવાસી જિલ્લાઓમાં સૌથી મોટી ચેલેન્જ

Malay

Last Updated: 12:19 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ranjana Desai: ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈને ગુજરાત યુનિફોર્મ કોડ કમિટીના વડા બનાવી શકે છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર રંજના દેસાઈના લાંબા અનુભવને ધ્યાનમાં રાખીને તેમને આ જવાબદારી સોંપી શકે છે.

  • UCC પર આગળ વધવાના મૂડમાં ગુજરાત સરકાર
  • રંજના દેસાઈને સોંપાઈ શકે છે UCC કમિટીની કમાન!
  • હાલમાં ઉત્તરાખંડની યુનિફોર્મ સિવિલ કોડ કમિટીના પ્રમુખ છે દેસાઈ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર યુનિફોર્મ સિવિલ કોર્ડ પર હવે આગળ વધવાના મૂડમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈને ગુજરાત યુનિફોર્મ કોડ કમિટીની કમાન સોંપી શકે છે.  

રંજના દેસાઈ ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ કમિટીના બની શકે છે પ્રમુખ
ભૂપેન્દ્ર પટેલ સરકાર રંજના દેસાઈના અનુભવને ધ્યાનમાં રાખીને તેમને યુનિફોર્મ સિવિલ કોડની કમિટીના પ્રમુખ બનાવી શકે છે. આગામી થોડા દિવસોમાં આ અંગે જાહેરાત થઈ શકે છે. જે બાદ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ કેવી રીતે લાગું કરવો તે અંગે કમિટીનું કામ શરૂ થશે. આપને જણાવી દઈએ કે, રંજના દેસાઈ અત્યારે ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોર્ડ (UCC)ના પ્રમુખ છે.

રંજના પ્રકાશ દેસાઈ (સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ)

કોણ છે રંજના દેસાઈ?
રંજના દેસાઈ 13 સપ્ટેમ્બર 2011થી 29 ઓક્ટોબર 2014ની વચ્ચે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રહી ચૂક્યા છે. રંજના દેસાઈએ જ 8 મે, 2012ના રોજ જસ્ટિસ અલતમ કબીરની સાથે હજ સબસિડી ખતમ કરવાનો નિર્ણય આપ્યો હતો. 

EVMમાં લીધો હતો NOTAનો નિર્ણય 
આ ઉપરાંત તેઓ અન્ય એક મહત્વના નિર્ણયમાં સામેલ રહ્યા છે. આ નિર્ણય ચૂંટણી સુધારા સાથે સંબંધિત છે. 27 સપ્ટેમ્બર, 2013ના રોજ તેમણે ત્રણ ન્યાયાધીશોની સાથે મળીને ઈવીએમમાં none of the above (NOTA)નો નિર્ણય લીધો હતો. આ બેંચમાં તત્કાલિન ચીફ જસ્ટિસ પી સદાશિવમ અને રંજન ગોગોઈ પણ હતા. આ પછી ચૂંટણી પંચે NOTAનો વિકલ્પ આપ્યો હતો.

1970માં શરૂ કરી હતી વકીલ તરીકે પ્રેક્ટિસ
જસ્ટિસ રંજના દેસાઈ જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે. આટલું જ નહીં તેમના નામે વધુ એક મોટી ઉપલબ્ધિ નોંધાયેલી છે. તેઓ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રથમ મહિલા અધ્યક્ષ રહી ચૂક્યા છે. 1970માં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરનાર રંજના દેસાઈનું પૂરું નામ રંજના પ્રકાશ દેસાઈ છે. તેઓ મહારાષ્ટ્રથી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનતા પહેલા રંજના દેસાઈ બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ હતા.

1996માં બોમ્બે હાઈકોર્ટના વકીલ તરીકે કરાયા હતા નિયુક્ત
પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈના પિતા એસ.જી સામંત ક્રિમિનલ વકીલ હતા. 30 ઓક્ટોબર 1949ના રોજ જન્મેલા રંજના દેસાઈએ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી 1970માં તેમનું ગ્રેજ્યુએશન (BA) પૂર્ણ કર્યું અને ત્યારબાદ 1973માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાંથી LLBનો અભ્યાસ કર્યો. આ પછી તેમણે વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી. આ પછી તેઓને એપ્રિલ 1996માં બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ