બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Sunil Shetty trending in Pakistani social media A video with Shahid Afridi went viral

VIDEO / પાકિસ્તાની સોશ્યલ મીડિયામાં કેમ છવાઈ ગયો સુનિલ શેટ્ટી? શાહિદ આફ્રિદી સાથેનો વીડિયો થયો વાયરલ

Megha

Last Updated: 03:00 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shahid Afridi Meets Sunil Shetty in Dubai: સુનીલ શેટ્ટી અને શાહિદ આફ્રિદી આ બંનેની મુલાકાતનો એક વીડિયો વાયરલ થયો છે, દુબઈમાં અભિનેતાને જોતાં જ આફ્રિદી દોડતો એમને મળવા પંહોચ્યો હતો.

  • શાહિદ આફ્રિદી અને સુનીલ શેટ્ટીની મુલાકાતનો વિડીયો વાયરલ 
  • અમેરિકામાં થઈ હતી બંનેની મુલાકાત 
  • શાહિદ આફ્રિદી દોડતો સુનીલ શેટ્ટીને મળવા પંહોચ્યો 

Shahid Afridi Meets Sunil Shetty in Dubai: ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સ્તરે ભલે ગમે તેટલી કડવાશ હોય પણ જ્યારે આ બંને દેશોની સેલિબ્રિટીઓ મળે છે ત્યારે તેઓ પૂરી ઉષ્મા સાથે મળે છે અને આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહિદ આફ્રિદી અને સુનીલ શેટ્ટી સાથે જોવા મળે છે.

શાહિદ આફ્રિદી અને સુનીલ શેટ્ટીની મુલાકાતનો વિડીયો વાયરલ 
ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય સ્થિતિ સારી નથી એ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. સરહદી વિવાદ અને આતંકવાદ આના મુખ્ય કારણો છે પણ જ્યાં સુધી બંને દેશોના લોકોનો સવાલ છે, તેઓ જ્યારે પણ મળે છે, ત્યારે તેઓ ખૂબ સારી રીતે એકબીજાને મળે છે. આનું તાજેતરમાં ઉદાહરણ જોવા મળ્યું છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટી તાજેતરમાં જ મળ્યા હતા અને તેમની મુલાકાતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અમેરિકામાં થઈ બંનેની મુલાકાત 
નોંધનીય છે કે ભારતીય ટીમના બેટ્સમેન કેએલ રાહુલ અને સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીએ આ વર્ષે લગ્ન કર્યા છે. એવામાં હાલ સુનીલ શેટ્ટી અને શાહિદ આફ્રિદી આ બંનેની મુલાકાતનો એક વીડિયો વાયરલ થયો છે અને દુબઈમાં આ મુલાકાત થઈ છે એવું જણાવવામાં આવી રહ્યું છે. વિડીયોમાં જોવા મળ્યું કે બંને એક દુબઈ એરપોર્ટ પર મળે છે. 

શાહિદ આફ્રિદી દોડતો સુનીલ શેટ્ટીને મળવા પંહોચ્યો 
આફ્રિદી જેવા સુનીલ શેટ્ટીને જુએ છે, તે તરત જ તેને મળવા આવે છે અને બંને એકબીજાને ખૂબ જ પ્રેમથી મળે છે. શાહિદ અને સુનીલ શેટ્ટી થોડીવાર વાત કરે છે અને પછી આફ્રિદીએ તેની દીકરીઓનો પરિચય સુનીલ શેટ્ટી સાથે કરાવ્યો હતો. સુનીલ શેટ્ટી તેની મોટી પુત્રીને મળે છે અને પછી આફ્રિદી તેની નાની પુત્રીને બોલાવે છે અને તેણીનો પરિચય સુનીલ શેટ્ટી સાથે કરાવે છે. હાલ સોશિયલ મીડિયા પર એમની આ મુલાકાતનો વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ