બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / sunil gavaskar reaction on sarfaraz khan snub from india test squad

સલાહ / સ્લીમ ટ્રીમ છોકરા જોઈએ તો મોડલ્સને જ બેટિંગ કરવા ઉતારો: સરફરાઝને લઈને ગાવસ્કરનો ગુસ્સો

Premal

Last Updated: 07:27 PM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનારા સરફરાજ ખાનની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બેટીંગ સરેરાશ 80થી વધુની છે. તેમ છતાં તેમને અત્યાર સુધી ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા મળી નથી.

  • સરફરાજ ખાનની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બેટીંગ સરેરાશ 80થી વધુની
  • તેમ છતાં સરફરાજને ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા મળી નથી
  • દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે BCCI અને પસંદગીકારોની કરી ટીકા 

સુનીલ ગાવસ્કરે BCCI અને પસંદગીકારોની ટીકા કરી

ડોમેસ્ટિક ક્રિકેટમાં છેલ્લાં ત્રણ સિઝનથી લાજવાબ પ્રદર્શન કરી રહેલા સરફરાજ ખાનને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ટીમમાં જગ્યા ના મળતા ક્રિકેટ પ્રેમીઓથી લઇને નિષ્ણાંતો અને પૂર્વ ક્રિકેટર સુધી નારાજ છે. છેલ્લાં થોડા દિવસોથી સરફરાજના સમર્થનમાં સતત નિવેદનો આવી રહ્યાં છે. હવે આ ક્રમમાં દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે BCCI અને પસંદગીકારોની ટીકા કરી છે.

આખરે સરફરાજ ખાનની ભારતીય ટીમમાં કેમ પસંદગી ના થઇ? 

સરફરાજ ખાનને ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમમાં પસંદગી ના પામવાનુ મોટુ કારણ તેમની ફિટનેસને જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે એક લોકપ્રિય વેબસાઈટે સુનીલ ગાવસ્કરને આ મામલે સવાલ કર્યો તો તેમણે કહ્યું, જો તમે માત્ર સ્લિમ અને ટ્રીમ યુવકો તરફ જોઇ રહ્યાં છો તો તમારે ફેશન શોમાં જવુ જોઈએ અને ત્યાં અમુક મૉડલ્સને શોધીને તેમને બોલ અને બેટ પકડાવી દેવુ જોઈએ અને પછી તેમને ક્રિકેટ રમતા શિખવાડવુ જોઈએ. 

ગાવસ્કરે કહ્યું, ક્રિકેટમાં આવુ હોતુ નથી. તમારી પાસે દરેક શેપ અને સાઈજના ક્રિકેટર હશે. તમે સાઈજ પર ના જશો. તમારે સ્કોર અને વિકેટ પર જવાનુ છે. તે સદી ફટકાર્યા બાદ પણ મેદાનથી બહાર જતો નથી. આખો સમય મેદાન પર રહે છે. આ જણાવે છે કે તે સંપૂર્ણ રીતે ફિટ છે. 

'સતત સારું રમી રહ્યાં છો એટલેકે ફિટ છો'

ગાવસ્કર કહે છે, જો તમે ફિટ નથી તો તમે વારંવાર કેવીરીતે સદી ફટકારી શકો છો. ક્રિકેટ માટે ફિટનેસ સૌથી જરૂરી હોય છે. એકમાત્ર યો-યો ટેસ્ટ સિલેક્શનનો ક્રાઈટેરિયા હોતો નથી. તમારે તેની પર કડક થવુ પડશે કે આ શખ્સ ક્રિકેટ માટે ફિટ છે કે નહીં. જો તમે સતત સારું રમી રહ્યાં છો અથવા તમે ક્રિકેટ માટે ફીટ છો તો અન્ય વસ્તુઓ ધ્યાનમાં આવતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ