બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Suicide of 126 farm laborers in Gujarat, the report of the National Crime Records Bureau of 2020

અહેવાલ / કોરોનાકાળમાં ગુજરાતમાં 126 ખેતશ્રમિકો-ખેડૂતોએ કર્યો આપઘાત, મહારાષ્ટ્રમાં આંકડો ચાર હજારને પાર

Kiran

Last Updated: 09:24 AM, 1 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન આપઘાતના કિસ્સા સામે આવ્યા જેમાં ખેડૂતો અને ખેતમજૂરોએ સૌથી વધુ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે, NCRBના તૈયાર કરેલા એક રિપોર્ટમાં આપઘાતને લઈને ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે.

  • ગુજરાતમાં 126 ખેતશ્રમિક-ખેડૂતના આપઘાત
  • NCRBના રિપોર્ટમાં આંકડા સામે આવ્યા
  • મહારાષ્ટ્રમાં સૌથી વધુ આપઘાતના કિસ્સા 

ગુજરાતમાં ક્રાઈમ રેટમાં વધારો થયો છે. તેમાય આપઘાતના કેસનું પ્રમાણ પણ  વધ્યું છે, કોરોના કાળમાં મંદી જેવો માહોલ સર્જાતા એનક લોકોની આર્થિત સ્થિતિ કથડી હતી, તેમા પણ ખેડૂતો અત્યંત દયનિય પરિસ્થિતિમાં આવી ગયા હતા.ત્યારે ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન આપઘાતના કિસ્સા સામે આવ્યા જેમાં ખેડૂતો અને ખેતમજૂરોએ સૌથી વધુ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે, NCRBના રિપોર્ટમાં આપઘાતને લઈને રજૂકરવામાં આવેલા એક અહેવાલમાં ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે. 
 

ગુજરાતમાં 126 ખેતશ્રમિક-ખેડૂતનો આપઘાત

કોરોનામાં લોકડાઉનને પગલે ખેડૂતો પોતાનો સામાન પણ બજાર સુધી પહોંચાડી શકતા નહોતા, જેથી મહા મહેનતે તૈયાર કરેલા પાક બગડી જતા મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો એવામાં ખેડૂતો આર્થિક રીતે પડી ભાંગતા અનેક ખેડૂતોએ આપઘાત કર્યાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં જમીન વિહોણા ખેતમજૂરોની સંખ્યા વધુ જોવા મળે છે.  

NCRBના રિપોર્ટમાં આંકડા આવ્યા સામે

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર ગુજરાતમાં કોરોના કાળના વર્ષ 2020માં 126 ખેતમજૂરો અને ખેડૂતોએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં 5 ખેડૂતો અને 121 ખેતમજૂરોએ જીવન ટુંકાવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં આપઘાતના કેસનું પ્રમાણ વધ્યું છે તેમા પણ ખેડૂતોમાં આપઘાતના કિસ્સા વધુ જોવા મળે છે. 

મહારાષ્ટ્રમાં સૌથી વધુ આપઘાતના કિસ્સા 

NCRBના અહેવાલ પ્રમાણે દેશમાં ખેતી ક્ષેત્ર સાથએ સંકળાયેલા 10,677 લોકોએ આપઘાત કર્યો છે. જેમાં ગુજરાતમાં જ 126 લોકોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 4006 લોકોએ આપઘાત કર્યો છે. તો કર્ણાટકમાં 2016, આંદ્રપ્રદેશમાં 889, મધ્ય પ્રદેશમાં 735 ખેતર મજૂરો અને ખેડૂતોએ જીવન ટૂંકાવ્યું છે. ગુજરાતમાં 5 ખેડૂતોએ જીવન ટૂંકાવ્યું છે જ્યારે 116 ખેતમજૂર સાથે 5 મહિલા ખેત મજૂરે પણ જીવન ટૂંકાવ્યું છે. આમ જો વાત જોઈએ તો કોરાના કાળમાં NCRBના રિપોર્ટ મુજબ ખેતી સાથે સંકળાયેલા 10 હજાર 677 લોકોએ આપઘાત કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ