બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Subramanian Swamys statement on Amit Shah regarding Manipur violence

નિવેદન / અમિત શાહને ખેલ મંત્રાલયમાં મોકલી દો', મણિપુર હિંસા મામલે ભડક્યાં સુબ્રમણ્યમ સ્વામી, જાણો શું બોલ્યાં

Kishor

Last Updated: 10:06 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મણીપુર હિંસાને પગલે સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગૃહ મંત્રી અમિત શાહ પર શાબ્દિક વાર કર્યો હતો.

  • આકરી હિંસાને પગલે ભડકે બળતું મણીપુર
  •  સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની પાર્ટી પર આકરા પ્રહારો કર્યા
  • ગૃહ મંત્રી અમિત શાહ પર શાબ્દિક વાર 

આકરી હિંસાને પગલે મણીપુર ભડકે બળી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે અનેક લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આ ઘટનાને ધ્યાનમાં રાખી અને ભાજપના જ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગૃહ મંત્રી અમિત શાહ પર શાબ્દિક વાર કર્યો હતો.સુબ્રમણ્યમ સ્વામીએ આજે શનિવારે (17જૂન) ના રોજ ટ્વીટર માફરતે સવાલો કર્યા હતા. તેમણે રાજ્યમાં કેન્દ્રીય શાસન લાદવાની હિમાયત કરીને ગૃહ મંત્રી અમૃત શાહને ઘેર્યા હતા.

ટ્વીટમાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે મણીપુર હિંસાને પગલે મણીપુરમાંથી ભાજપ સરકારને બરતરફ કરી અને બંધારણની કલમ 356 મુજબ કેન્દ્રીય શાસન લાદી દેવાનો સમય આવી ગયો છે અને અમિત શાહને રમત મંત્રાલયમાં મોકલી દેવા જોઈએ. તેવો કટાક્ષ કર્યો હતો. હિંસાને પગલે હાલ રાજ્યના કરફ્યુ લાદી દેવાયો છે. નેટ સેવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. ત્યારે અમિત શાહે શાંતિ સ્થાપવાના પ્રયાસના ભાગરૂપે મુકલાત લીધી હતી સરકારે શાંતિ સમિતિની રચના પણ કરી છે.

શુ છે સમગ્ર મામલો?

હિંસાની વાત કરવામાં આવે તો લગભગ દોઢ મહિના પહેલા મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ હિંસાનું રુપ ધારણ કરી લીધું હતું. જેને લઇને અત્યાર સુધીમાં 100થી વધુ લોકો મોતના ખપ્પરમાં હોવામાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મેઇતેઇ સમુદાયની માંગ એવી છે કે અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવામાં આવે. મેઇતેઇ સમુદાયની આ માંગના વિરોધમાં 3 મેના રોજ પર્વતીય વિસ્તારોમાં આદિવાસી એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ