બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / 'Subdued my wife and..I saw her in a terrible state', two policemen accused in Surat

આક્ષેપ / 'મારી પત્નીને વશમાં કરી અને..કઢંગી સ્થિતિમાં હું જોઈ ગયો' સુરતમાં બે પોલીસકર્મી સામે સણસણતા આરોપ, કિસ્સો હચમચાવી મૂકે તેવો

Vishal Khamar

Last Updated: 11:08 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં ગોડાદરા પોલીસ સ્ટેશનનાં બે પોલીસકર્મીઓથી હેરાનગતિથી કંટાળીને પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી છે. બંને પોલીસ કર્મચારીઓ પર પઠાણી ઉઘરાણી કરવાનો આરોપ કમલેશ જોશીએ લગાવ્યો છે.

  • સુરતનાં ગોડાદરામાં બે પોલીસકર્મી વિવાદમાં
  • બે કોન્સ્ટેબલ પર પઠાણી ઉઘરાણીનો આરોપ
  • કોન્સ્ટેબલ જશુ ભરવાડ-સંજય રજોસર પર આરોપ

 સુરતનાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી દ્વારા કમલેશ જોશી નામનાં વ્યક્તિને વ્યાજે પૈસા આપ્યાનાં થોડા સમય બાદ તેની પાસે કોન્સ્ટેબલ જશુ ભરવાડ અને સંજય રજોસર દ્વારા પઠાણી ઉઘરાણી કરવાનો આક્ષેપ કરતી અરજી પોલીસ કમિશ્નરને કરવામાં આવી હતી. કમલેશ જોશી દ્વારા વ્યાજપેટે નાણાં ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ત્યારે કમલેશ જોશી પણ મૂળ ફાયનાન્સનાં ધંધા સાથે સંકળાયેલા છે. કોન્સ્ટેબલ દ્વારા પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપતા હોવાનો આરોપ છે. અરજદારે પોલીસ કમિશ્નરને કરેલી ફરિયાદમાં પુરાવા પણ રજૂ કર્યા છે. 

કમલેશ જોશી (ભોગ બનનાર)

બંનેએ મને ગુમરાહ કરીને મારી પત્નિ સાથે સારા સબંધ બનાવ્યાઃ કમલેશ જોશી
આ બાબતે અરજદાર કમલેશ જોશીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, ગોડાદરા પોલીસ મથકમાં નોકરી કરતા કોન્સ્ટેબલ જશુ ભરવાડ તેમજ સંજય રજાસરા આ બે માણસોનો એટલો ત્રાસ છે. આ લોકો મારી ગાડી ફોર વ્હીકલ મુકીને મને વ્યાજે પૈસા આપતા હતા. ત્યારે છ મહિનાં પહેલા મારા અમની સાથે સબંધ હતા. તે દરમ્યાન મને કેટલીય વખત વ્યાજે પૈસા આપ્યા. અને હું તેમને વ્યાજ સાથે પૈસા આપતો હતો. આ વ્યાજની લેતીદેતીમાં મારા સબંધ તેમની સાથે થઈ ગયા હતા. આ સબંદનાં લીધેએ લોકો મારા ઘરે આવતા જતા રહેતા હતા. જે બાદ બંનેએ મને ગુમરાહ કરીને મારી પત્નિ સાથે સારા સબંધ બનાવ્યા.  અને પત્નિને વાતોમાં લઈ તેને વશમાં કરી નાંખી અને આજથી ચાર મહિના પહેલા તેણે મારી પત્નિને વકીલને ત્યાં લઈ જઈ ડિવોર્સ કરાવી દીધા. જેમાં ગેરંટર તરીકે સંજય રજોસરા અને જશુ ભરવાડ હતા. 

ગૃહમંત્રી તેમજ પોલીસ કમિશ્નરને મારી રજૂઆત છે આ બંનેનું કંઈક કરોઃકમલેશ જોશી
ધીમેધીમે જશુ ભરવાડ મારી પત્નિની નજરમાં મને નીચે પાડી પોતે સારો બની ગયો. અને મારી પત્નિ સાથે શારીરીક સબંધ બાંધવા માંડ્યો હતો. તેમજ આ બંનેને હું બેથી ત્રણ વખત કઢંગી પરિસ્થિતમાં જોઈ ગયો હતો. ત્યારે આ બંને વ્યક્તિ એકદમ હલકટ માણસ છે. તેમજ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મારી ગૃહમંત્રી તેમજ પોલીસ કમિશ્નરને અરજ છે કે જશુ ભરવાડ તેમજ સંજય રજાસરાનો કંઈ રસ્તો કરો. આ લોકોનાં ત્રાસથી ઘણા લોકો હેરાન પરેશાન છે. આ બંને રેશ્વતખોર છે. આ કોઈ દિવસ સારૂ કામ કરવા માંગતા નથી. આ લોકોને પૈસાની ભુખ છે. આ લોકો પૈસા માટે જ બધું કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ