બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Strong storm weakened Meteorological department forecast of impact on Gujarat coast

શક્યતા / બનાસકાંઠામાં વરસાદ, તાપમાનમાં નહીંવત વધારો.., શું 'તેજ' વાવાઝોડાની ગુજરાત પર થશે કોઇ અસર?

Kishor

Last Updated: 04:58 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત માથે વાવાઝોડાની અસર મામલે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે જણાવ્યું કે....

  • વાવાઝોડાના હાઉ વચ્ચે બનાસકાંઠામાં વરસાદી વાતાવરણ
  • હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીનું નિવેદન
  • વાવાઝોડાની ગુજરાતને વધુ અસર કરે તેવી કોઈ શકયતા નથી

ગુજરાત માથે હાલ બે-બે વાવાઝોડાની સ્થિતિના ભણકારા વાગી રહ્યા હતા. પરંતુ હવે વાવાઝોડાની અસર મામલે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે જણાવ્યું કે ગુજરાતમાં આગામી પાંચ થી સાત દિવસ વરસાદની હાલ કોઈ શક્યતા નથી અને વાવાઝોડાની અસર પણ ધીમી પડી રહી છે. તેઓએ તેજ વાવાઝોડા અંગે માહિતી આપતા જણાવ્યું કે આ સાયક્લોન હવે વેરી સિવિયરમાંથી નબળું પડીને સિવિયર સાઇકોલોન બની ગયું છે અને તેમની ડાયરેક્શન નોર્થ વેસ્ટ બાજુ છે. જે યમન કોસ્ટને 24મી ઓક્ટોબરના રોજ ક્રોસ કરે તેવી શકયતા જોવા મળી રહી છે.

બનાસકાંઠાના ઇકબાલગઢમાં વરસાદ

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીના જણાવાયા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નથી અને મહત્તમ તથા લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર થાય તેવું કોઈ શક્યતા જોવાય રહી નથી. હાલ સવારનું તાપમાન 36 થી 38 ડિગ્રીનું રહેશે અને રાતના તાપમાનમાં 21 થી 24 સુધી રહે તેવું જણાઈ રહ્યું છે. આ વાવાઝોડાની ગુજરાતને વધુ અસર કરે તેવી કોઈ શકયતા નથી પરંતુ તેમની અસરના ભાગરૂપે બનાસકાંઠાના ઇકબાલગઢમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ચોમાસાની સત્તાવાર વિદાય વચ્ચે પણ વરસાદ ત્રાટકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે એક બાજુ મગફળી કપાળ સહિતનો પાક તૈયાર છે. ત્યારે ખેડૂતોનાં મગફળીના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. હાલ જિલ્લા ભરમાં વાદળછાયું વાતાવરણ છવાયુંછે.

ગુજરાતના દરિયાકાંઠે પણ કોઈ સમસ્યા આવે તેવી શક્યતાઓ નથી
વાવાઝોડાની ગુજરાત પર અસર અંગે તેઓએ જણાવ્યું કે હાલ વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર થાય તેવી સંભાવના વર્તાઈ રહી નથી. એટલું જ નહીં ગુજરાતના દરિયાકાંઠે પણ કોઈ સમસ્યા આવે તેવી શક્યતાઓ નથી પરંતુ માછીમારોને સતર્કતા રાખવા જણાવાયું છે.


નોંધનીય છે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે તેજ વાવાઝોડુ ક્યાં અને કઈ દિશામાં આગળ વધી રહ્યું છે? તે મામલે સવારે 3.23 કલાકે અપડેટ આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર વાવાઝોડું નોર્થ વેસ્ટ મૂવ થઇ શકે છે અને વેરી સિવિયર સાયક્લોન થઇને 24 ઓક્ટોબરની આસપાસ યમનની નજીક યમનના દરિયાકાંઠાને પાર કરવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ