બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / story of the struggle of Mohammad Siraj, who used to borrow money from friends father was driving an auto, mother was doing housework

ASIA CUP 2023 / પિતા ઓટો ચલાવતા તો માતા ઘરકામ કરતાં, પંચર કરાવવા માટે મિત્રો પાસે લેતો ઉધાર, આવી છે મોહમ્મદ સિરાજના સંઘર્ષની કહાની

Megha

Last Updated: 12:44 PM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mohammed Siraj Team India: એશિયા કપ 2023ની ફાઈનલ મેચ મોહમ્મદ સિરાજના નામે રહી હતી, સિરાજ આજે ભલે કરોડોની સંપત્તિનો માલિક હોય પરંતુ બાળપણ ઘણા સંઘર્ષોથી ભરેલું હતું.

  • એશિયા કપ 2023ની ફાઈનલ મેચ મોહમ્મદ સિરાજના નામે રહી 
  • સિરાજ ભલે આજે સ્ટાર છે પરંતુ બાળપણ સંઘર્ષથી ભરેલું હતું
  • પિતા ઓટો રિક્ષા ચાલક હતા અને માતા ઘરનું કામ કરતી હતી
  • સિરાજ પંચર કરાવવા મિત્રો પાસેથી પૈસા ઉછીના લેતા  

હૈદરાબાદના બોલર મોહમ્મદ સિરાજે એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે ઐતિહાસિક બોલિંગ કરીને મહેફિલ લૂંટી લીધી હતી. સિરાજે 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેણે એટલી ઘાતક બોલિંગ કરી હતી કે શ્રીલંકાના બેટ્સમેનોને ક્રિઝ પર ઊભા રહેવામાં મુશ્કેલી પડી હતી. શ્રીલંકાની આખી ટીમ માત્ર 50 રનમાં પત્તાની જેમ વેરવિખેર થઈ ગઈ હતી. સિરાજના પ્રદર્શનના કારણે ભારતીય ટીમે એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. 

સિરાજ ભલે આજે સ્ટાર છે પરંતુ બાળપણ સંઘર્ષથી ભરેલું હતું
મોહમ્મદ  સિરાજ આજે ભલે કરોડોની સંપત્તિનો માલિક હોય પરંતુ બાળપણથી જ એવું નહોતું. સિરાજનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. તેના પિતા ઓટો રિક્ષા ચાલક હતા અને માતા ઘરનું કામ કરતી હતી. સિરાજને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો અને તે ક્રિકેટ એકેડમીમાં તેના મામા સાથે રમતો હતો. એક દિવસ તેણે 9 વિકેટ લીધી હતી જેના પછી બધાને આ રમતમાં tએ તેમઉ ભવિષ્ય જોવા લાગ્યો હતો. 

પંચર કરાવવા મિત્રો પાસેથી પૈસા ઉછીના લેતા  
સિરાજના પિતા પાસે ઓછા સંસાધનો હોવા છતાં પણ તેમણે તેમના પુત્રનું સ્વપ્ન પૂરું કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. તેણે સિરાજને એક સારી ક્રિકેટ એકેડમીમાં દાખલ કરાવ્યો જે તેના ઘરથી દૂર હતી. આ માટે સિરાજ બાઇક પર જતો હતો. આ સ્ટાર બોલરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના પિતા તેને દરરોજ 70 રૂપિયા આપતા હતા, જેમાંથી 60 રૂપિયા પેટ્રોલ પાછળ ખર્ચતા હતા અને બાકીના 10 રૂપિયામાં tએ બહાર ભોજન કરતો હતો. આવી સ્થિતિમાં, જ્યારે પણ ટાયર પંચર થાય છે, ત્યારે તેણે તેના મિત્રો પાસેથી પૈસા ઉછીના લેવા પડતા હતા.

રણજીમાં પર્ફોમન્સ, IPL એ બદલ્યું નસીબ
ભલે લોકો મોહમ્મદ સિરાજને IPLમાં તેના પ્રદર્શનથી ઓળખે છે. પરંતુ આ ટૂર્નામેન્ટ પહેલા તેણે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 2016માં RCB માટે નેટ બોલર તરીકે કામ કરનાર સિરાજને પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ અને પછી RCB તરફથી રમવાની તક મળી. જેમાં સારું પ્રદર્શન કરતાં વિકેટો લઈને ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આજે તે ODI રેન્કિંગમાં ભારતનો ટોપ બોલર છે.

એશિયા કપ 2023ની ફાઈનલ મેચ મોહમ્મદ સિરાજના નામે રહી 
આ મેચમાં સિરાજ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 7 ઓવર બોલિંગ દરમિયાન 21 રન આપ્યા અને 6 વિકેટ લીધી. આ દરમિયાન સિરાજે 1 ઓવરમાં 4 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવતી વખતે સિરાજે એક મોટી જાહેરાત કરી, જેણે બધાના દિલ જીતી લીધા.

4 લાખનું ઈનામ મેદાનના સ્ટાફને આપ્યું
મેન ઓફ ધ મેચ બનવા બદલ સિરાજને 5 હજાર ડોલરનું ઈનામ (4 લાખ) અપાયું હતું જે તેણે કોલંબા ક્રિકેટ સ્ટેડિયમના સ્ટાફને દાનમાં આપ્યાં હતા.  મેન ઓફ ધ મેચનો પુરસ્કાર પ્રાપ્ત કરતી વખતે, મોહમ્મદ સિરાજે જાહેરાત કરી કે તે તેના પુરસ્કારની રકમ શ્રીલંકાના ગ્રાઉન્ડસમેનને દાન કરવા માંગે છે. સિરાજે કહ્યું કે ગ્રાઉન્ડ્સ સ્ટાફે ઘણી મહેનત કરી છે અને તેઓ આ ઈનામના હકદાર છે. એશિયા કપ 2023 દરમિયાન લગભગ દરેક મેચ દરમિયાન વરસાદે મેચોમાં વિક્ષેપ પાડ્યો હતો, પરંતુ ગ્રાઉન્ડ્સમેનની સખત મહેનતને કારણે, આ મેચો જ પૂર્ણ થઈ શકી, જેના કારણે મોહમ્મદ સિરાજે આ મોટો નિર્ણય લીધો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ