બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / Story of Rinku singh who hit 5 sixes in IPL Father works in gas godown and he used to sweep

IPL 2023 / પિતાએ ગેસના બાટલા ઊંચકવાનું કામ કર્યું, પોતે કચરા-પોતાં કરતો... IPLના સુપરહીરો રીન્કુની કહાની રડાવી દેશે

Megha

Last Updated: 11:08 AM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લી ઓવરમાં રિંકુએ સતત 5 સિક્સર ફટકારીને પોતાની ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી. દરેક લોકો રિંકની એ જીત વિશે વાત કરે છે પણ રિંકુ સિંહ માટે અહીં પહોંચવું એટલું સરળ નહોતું.

  • રિંકુ સિંહ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો
  • એક સમયે કિટ અને ચંપલ ખરીદવા માટે પણ પૈસા નહોતા
  • રિંકુના પિતા સિલિન્ડર કેરિયર તરીકે કામ કરે છે

IPL 2023ની ગુજરાત અને કોલકતાની મેચથી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ખેલાડી રિંકુ સિંહ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. અલીગઢનો રિંકુ પોતાની ધમાકેદાર બેટિંગના દમ પર પોતાની ટીમને ગુજરાત ટાઇટન સામેની હારેલી મેચમાં જીત અપાવી હતી એ પછીથી દરેક જગ્યાએ રિંકુ સિંહની ચર્ચા ચાલી રહી છે. 

કિટ અને ચંપલ ખરીદવા માટે પણ પૈસા નહોતા
નોંધનીય છે કે છેલ્લી ઓવરમાં રિંકુએ સતત 5 સિક્સર ફટકારીને પોતાની ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી. દરેક લોકો રિંકની એ જીત વિશે વાત કરે છે પણ રિંકુ સિંહ માટે અહીં પહોંચવું એટલું સરળ નહોતું. જણાવી દઈએ કે રિંકુના પરિવારની આર્થિક સ્થિતિને કારણે એક સમયે તેની પાસે કિટ અને ચંપલ ખરીદવા માટે પણ પૈસા નહોતા. જો કે ઘણી મહેનત પછી હિંમત ન હારીને તે આજે અંહિયા પંહોચ્યો છે. 

રિંકુના પિતા સિલિન્ડર કેરિયર તરીકે કામ કરે છે
જણાવી દઈએ કે રિંકુના પિતા ખાન ચંદ ગેસ એજન્સીમાં સિલિન્ડર કેરિયર તરીકે કામ કરે છે અને તેઓ હજુ સુધી એ કામ ચાલુ રાખ્યું છે, આ સિવાય રિંકુએ આર્થિક તંગીના કારણે સફાઈ કામદાર તરીકે કામ કર્યું હતું. એક વાતચીત દરમિયાન તેને જણાવ્યું હતું કે આજે તે જ્યાં પણ છે, તે તેની મહેનતને કારણે અને તેના કોચ મસૂદના કારણે છે. 

તે દરેક પરિસ્થિતિમાં સારી બેટિંગ કરી શકે છે
રિંકુના પરિવારનું સપનું છે કે રિંકુ ભારતીય ક્રિકેટ ટીમનો ચહેરો બને અને દેશનું નામ રોશન કરે. બીજી તરફ રિંકુના કોચ મસૂદ અસ ઝફરે કહ્યું હતું કે 'મને હંમેશા લાગે છે કે તે દરેક પરિસ્થિતિમાં સારી બેટિંગ કરી શકે છે રિંકુ તેની ટીમને જીત તરફ લઈ જશે, હું તેનો જુસ્સો અને તાકાત જાણું છું. આશા છે કે રિંકુ ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રમશે. રિંકુ  યુપી ટીમનો મજબૂત બેટ્સમેન છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ