બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / story ex kkr director joy bhattacharjya blasts hardik pandya bad precedent for ipl

IPL 2024 / હાર્દિક પંડ્યાની મુંબઇ ઈન્ડિયન્સમાં વાપસી સારી વાત નથી, રવિન્દ્ર જાડેજાને તો બેન કરી દેવાયો હતો..: જાણો કોણે ઉઠાવ્યો વાંધો

Manisha Jogi

Last Updated: 09:05 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સમાં પાછો ફર્યો છે. હાર્દિક આઈપીએલ 2024માં પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ તરફથી રમશે. 13 વર્ષ પહેલા રવિન્દ્ર જાડેજા પર આખી સીઝન માટે IPLમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

  • હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સમાં પાછો ફર્યો
  • હાર્દિક પંડ્યાના આ નિર્ણયને વખોડવામાં આવ્યો
  • 13 વર્ષ પહેલાનું રવિન્દ્ર જાડેજાનું આપ્યું ઉદાહરણ

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બે સિઝન સુધી ગુજરાત ટાઇટન્સ (જીટી) સાથે રહ્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સમાં (એમઆઇ) પાછો ફર્યો છે. હાર્દિક આઈપીએલ 2024માં મુંબઈ તરફથી રમશે. રવિચંદ્રન અશ્વિને જણાવ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સે સોનુ જીતી લીધું છે. કોલકતા નાઈટ રાઈડર્સના પૂર્વ નિદેશકે વર્ષ 2010માં રવિન્દ્ર જાડેજાના કેસને યાદ કર્યો છે અને આ નિર્ણયને વખોડ્યો છે.

13 વર્ષ પહેલા રવિન્દ્ર જાડેજા પર આખી સીઝન માટે IPLમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ મુંબઈ ઈન્ડિયન્સ સાથે વાતચીત કરતા સમયે રાજસ્થાન રોયલ્સ સાથે રિન્યુઅલ કોન્ટ્રાક્ટ સાઈન નહોતો કર્યો. જેને ટુર્નામેન્ટનું ટ્રેડિંગ અને ઓપરેશન રૂલ્સની વિરુદ્ધ ગણાવ્યું હતું અને રવિન્દ્ર જાડેજા સામે પગલા લીધા હતા. ટીમના રિટેંશનના નામ ફાઈનલ કર્યા તે સમયે ગુજરાત ટાઈટન્સના લિસ્ટમાં હાર્દિક પંડ્યાનું નામ હતું, પરંતુ થોડા કલાક પછી મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો બની ગયા. 

KKRના પૂર્વ નિદેશક જોય ભટ્ટાચાર્યએ હાર્દિક પંડ્યાના આ નિર્ણયને મૂવ લીગ માટે ખરાબ ઉદાહરણ ગણાવ્યું હતું અને જાડેજાના કેસ વિશે વાત કરી હતી. જોય ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, ‘આ પ્રકારે કરવું તે IPLમાં ચલણ બની શકે છે. જેથી ફ્રેન્ચાઈઝીને બંધ કરી દેવી જોઈએ. મને નથી લાગતું, ટુર્નામેન્ટ માટે આ એક સારો વિચાર છે. 2010માં પણ આ પ્રકારે થયું હતું, રવિન્દ્ર જાડેજા IPLમાં રમ્યા નહોતા. રાજસ્થાન રોયલ્સ માટે રમવા માંગતા નહોતા આ કારણોસર તેમના પર એક વર્ષનો પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો.’

જોય ભટ્ટાચાર્યએ વધુમાં જણાવ્યું કે, ‘કોઈ ખેલાડી એવું કહે કે, મને હરાજીમાંથી લઈ લો, પરંતુ હું તમારા માટે રમવા માંગતો નથી. એકવાર આ પ્રકારના ટ્રેન્ડને પ્રોત્સાહિત કરવામાં આવશે તો તે સારો વિચાર નથી. આ વર્ષે પણ આ પ્રકારે થયું છે. એકવાર આ પ્રકારની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે તો ખેલાડીઓને લાગશે કે, તેઓ હંગામો કરી શકે છે અને ફ્રેન્ચાઈઝી તેમને છોડી દેશે. મને નથી લાગતું કે, IPL માટે આ સારું ઉદાહરણ છે.’

જોય ભટ્ટાચાર્યએ વધુમાં જણાવ્યું કે, ‘ગુજરાત ટાઈટન્સ પાસે હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સમાં જવા દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. હાર્દિક પંડ્યા પણ મુંબઈ ઈન્ડિયન્સમાં જવા માંગતો હતો. ગુજરાત ટાઈટન્સ પાસે બે વિકલ્પ હતા. હાર્દિક પંડ્યાને જવાની મંજૂરી આપી શકતા હતા અને ટ્રેડથી પૈસાની કમાણી કરી શકતા હતા અને ફ્રેન્ચાઈઝી માટે કંઈક મેળવી શકતા હતા. આ કારણોસર પરિસ્થિતિને જોતા ગુજરાત ટાઈટન્સ અન્ય કોઈ વિકલ્પની પસંદગી ના કરી શક્યું હોત.’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ