બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / story chandrayaan 3 mission rover into sleep mode isro

મિશન મૂન / ચંદ્રયાન 3: મિશન પૂર્ણ કરીને સ્લીપિંગ મોડમાં રોવર, ISROએ બતાવ્યો આખો પ્લાન, આ તારીખે ફરી કરશે કામ

Manisha Jogi

Last Updated: 09:12 AM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન 3 મિશન સાથે જોડાયેલ મહત્ત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. રોવર સ્લીપિંગ મોડમાં જતુ રહ્યું છે. ઈસરો જણાવ્યું છે કે, પેલોડ્સમાં જે પણ ડેટા છે, તે લેન્ડરની મદદથી પૃથ્વી પર ટ્રાન્સમિટ કરવામાં આવ્યો છે.

  • ચંદ્રયાન 3 મિશન સાથે જોડાયેલ મહત્ત્વપૂર્ણ જાણકારી સામે આવી
  • રોવર સ્લીપિંગ મોડમાં પહોંચ્યું
  • તમામ ડેટા લેન્ડરની મદદથી પૃથ્વી પર ટ્રાન્સમિટ કરવામાં આવ્યો

ચંદ્રયાન 3 મિશન સાથે જોડાયેલ મહત્ત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. રોવર સ્લીપિંગ મોડમાં જતુ રહ્યું છે. ઈસરોએ જણાવ્યું છે કે, રોવરને સુરક્ષિત રીતે પાર્ક કરવામાં આવ્યું છે અને સ્લીપિંગ મોડમાં નાખી દેવામાં આવ્યું છે. એપીએક્સએસ અને એલઆઈબીએસ પેલોડ્સને પણ બંધ કરવામાં આવ્યા છે. ઈસરો જણાવ્યું છે કે, પેલોડ્સમાં જે પણ ડેટા છે, તે લેન્ડરની મદદથી પૃથ્વી પર ટ્રાન્સમિટ કરવામાં આવ્યો છે. 

બેટરી ચાર્જ
ઈસરોએ જણાવ્યું છે કે, રોવર પ્રજ્ઞાન સંપૂર્ણપણે ચાર્જ છે. ઉપરાંત રોવરના સોલર પેનને એ રીતે સેટ કરવામાં આવ્યું છે, જેથી જ્યારે સૂરજનો પ્રકાશ 22 સપ્ટેમ્બરના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પડે ત્યારે તે ગ્રહણ કરી શકે. રોવર પ્રજ્ઞાન સફળતાપૂર્વક સ્લીપિંગ મોડમાંથી બહાર આવી શકશે. ઉપરાંત આ મિશન સાથે જોડાયેલ તમામ એક્ટિવિટી સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશે. 

રોવર સ્લીપિંગ મોડમાંથી બહાર નહીં આવે તો
રોવર ફરી એક્ટીવ ના થાય તો શું થઈ શકે, તે અંગે ઈસરોએ જાણકારી આપી છે. ઈસરોએ જણાવ્યું છે કે, કોઈ કારણવશ સૂર્યોદય પર રોવર ફરી એક્ટીવ નહીં થાય તો ભારતના ચંદ્ર રાજદૂતની જેમ હંમેશા માટે ત્યાં જ રહેશે. 23 ઓગસ્ટના રોજ ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કર્યું હતું. ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ પર કરનાર ચોથો દેશે અને દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પહેલો દેશ બની ગયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ