બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statewide raids after Kheda syrup scandal

કાર્યવાહી / ખેડા સિરપ કાંડ બાદ ગુજરાતભરમાં પોલીસનો સપાટો: રાજ્યવ્યાપી 3271 સ્થળોએ દરોડા, 67 સિરપ વિક્રેતાઓ સકંજામાં

Vishal Khamar

Last Updated: 10:10 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડામાં સિરપનાં કારણે 5 લોકોનાં મોત નિપજ્યા બાદ પોલીસ દ્વારા સિરપ વેચતા વિક્રેતાઓ પર રાજ્યવ્પાયી દરોડા પાડ્યા હતા. સિરપ મામલે 12 એફઆઈઆર તથા 92 જાણવાજોગ ફરિયાદ દાખલ થઈ હતી.

  • ખેડામાં સિરપનાં કારણે થયેલા મોત મામલે રાજ્યવ્યાપી દરોડા
  • 12 એફઆઈઆર તથા 92 જાણવાજોગ ફરિયાદ દાખલ થઈ
  • 22 આરોપીઓની ધરપકડ તો 391 લોકો સાથે બેઠકો કરવામાં આવી

ખેડામાં સિરપ કાંડ બાદ સફાળી જાગેલ ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં સ્પેશ્યલ ડ્રાઈવ યોજી સીરપ વેચતા લોકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસ દ્વારા સીરપ વેચતા રાજ્યવ્યાપી 3271 સ્થળો પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ગેરકાયદેસર રીતે સીરપ વેચતા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સીરપ મામલે 12 એફઆઈઆર તથા 92 લોકો સામે જાણવા જોગ ફરિયાદ દાખલ થઈ છે. રાજ્યમાં સિરપ મામલે કુલ 22 આરોપીઓની ધરપકડ તો 391 લોકો સાથે બેઠકો કરવામાં આવી હતી. 

કોર્ટે આરોપીઓનાં 10 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા

ખેડાનાં બિલોદરામાં પકડાયેલ બોગસ સિરપ કાંડ મામલે પોલીસ દ્વારા પકડાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. નડીયાદ ગ્રામ્ય પોલીસે આરોપીઓનાં 14 દિવસનાં રિમાન્ડ માંગ્યા હતા. ત્યારે કોર્ટે આરોપીઓનાં 11 ડિસેમ્બર સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે હાલ આ સમગ્ર મામલે એસઆઈટી તપાસ ચલાવી રહી છે.  સમગ્ર કેસની એસઓજી પીઆઈ ડી.એન.ચુડાસમા કરી રહ્યા છે. 

આરોપી ભાવેશ સેવકાણી ધરાવે છે ગુનાહિત ઈતિહાસ
ખેડાનાં સિરપકાંડમાં આરોપી વિશે અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. જેમાં ભાવેશ સેવકાણી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.  ભાવે સામે વડોદરા, શહેરા અને રાજકોટમાં પણ ફરિયાદ નોંધાવવા પામી છે. 

SITની રચના કરવામાં આવી છેઃ ખેડા SP
Dy.SP ની અધ્યક્ષતામાં SIT  ની રચના કરવામાં આવી છે. કિશોર અને ઈશ્વર બંને કરીયાણાની દુકાનમાં સિરપ વેચતા હતા. યોગેશ સિંધી નામનાં વ્યક્તિ પાસેથી સિરપ લાવતા હતા. વડોદરાનાં 2 લોકો પાસેથી દિવાળી પહેલા સિરપ મંગાવી હતી. મિથેનોલ આલ્કોહોલ લેબ ટેસ્ટ સેમ્પલમાં મળી આવ્યા છે. મિથેનોલનું પ્રમાણ મળી આવ્યું હતું. યોગેશ અને વડોદરાનાં 2 લોકો સામે કાર્યવાહી કરાઈ રહી છે. મેન્યુફેક્ચરિંગ ક્યાં થતું તે તપાસ ચાલી રહી છે. તેમજ જીલ્લાની તમામ હોસ્પિટલમાં દર્દીઓની તપાસ કરવામાં આવી છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ