બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / Statements by Congress BJP leaders after the results of four state elections
Mahadev Dave
Last Updated: 10:54 PM, 3 December 2023
ADVERTISEMENT
ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ આવ્યા છે..જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસ માત્ર એક રાજ્યમા જ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકી છે. ત્યારે અમદાવાદ કોંગ્રેસ ભવનમાં સન્નાટો છવાયો હતો. પરિણામે અમદાવાદમાં કોંગ્રેસ ભવન સૂમસામ બન્યું હતું.બીજી બાજુ હાર બાદ કોંગ્રેસના મોટા ગજાના નેતાઓના નિવેદન સામે આવ્યા છે.
ADVERTISEMENT
અમે ભૂલો સુધારવાનો પ્રયાસ કરીશુંઃ મોઢવાડિયા
કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેઓએ કહ્યું કે રાજસ્થાન, છત્તીસગઢમાં કોંગ્રેસની હારના પરિણામ આવ્યા તે અમારા માટે નિરાશાજનક છે. તેઓએ દાવા સાથે એમ પણ જણાવ્યું હતું કે અમે ભૂલોને સુધારવાનો પ્રયાસ કરીશું અને હારને લઈ વિશ્લેષણ પણ કરીશું. તેવું અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું.
સરકાર બદલવાના રિવાજ પ્રમાણે મતદાન કર્યુ
વધુમાં 4 રાજ્યોના ચૂંટણી પરિણામ પર ગુજરાત કોંગ્રેસના મુખ્યુ પ્રવક્તા ડો.મનીષ દોશીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ડો.મનીષ દોશીએ કહ્યું હતું કે તેલંગાણામાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. રાજસ્થાનમાં કોંગ્રેસે 5 વર્ષ પ્રજાલક્ષી કામ કર્યુ છે અને રાજસ્થાનની જનતા સરકારના પર્ફોર્મન્સથી ખુશ પણ હતી. જોકે જનતાએ સરકાર બદલવાના રિવાજ પ્રમાણે મતદાન કર્યુ હોવાથી કોંગ્રેસની હાર થઈ છે.
मध्यप्रदेश, राजस्थान और छत्तीसगढ़ के विधानसभा चुनाव में प्रचंड बहुमत से विजय हासिल करने पर भारतीय जनता पार्टी के शीर्ष नेतृत्व, प्रदेश नेतागण एवं देवदुर्लभ सभी कार्यकर्ताओं को हार्दिक अभिनंदन।
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 3, 2023
माननीय मोदी जी का नेतृत्व यानी विकास सुख, शांति एवं समृद्धि की गारंटी। यह गारंटी पर… pic.twitter.com/7pkOPFBPBF
રાજસ્થાનમાં મજબૂત વિપક્ષ તરીકે જવાબદારી મળી છે જે અમે નિભાવશું. વધુમાં છત્તીસગઢમાં ક્યાકને ક્યાક કોંગ્રેસ ઉણી ઉતરી હોવાનું કોંગ્રેસ નેતાએ સ્વીકાર્યું હતું અને છત્તીસગઢમાં જનતાનો ચૂકાદો અમે સ્વિકારીએ છીએ. મધ્યપ્રદેશમાં અમને વધુ અપેક્ષા હતી. જોકે મધ્યપ્રદેશમાં કાર્યકર્તાઓ મજબૂતીથી લડ્યા તેનો રાજીપો છે. હવે અમે મજબૂત વિપક્ષ તરીકે કામ કરશુ. તેમ કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું.
ડબલ એન્જીનની સરકારનો દરેકને લાભ મળશેઃ ભૂપેન્દ્ર પટેલ
આ ભવ્ય જીતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. વડાપ્રધાનની વિકાસની રાજનીતી, ગેરંટી અને ભારતીય જનતા પાર્ટી ઉપરનો વિશ્વાસ તેમજ બધા સુખ, શાંતિ અને સમૃદ્ધિથી આગળ વધે તે માટે આજે પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી વિજયી બનાવી છે. અને વડાપ્રધાને જે વિકાસની રાજનીતી શરૂ કરી છે. તે દરેક રાજ્યમાં પણ ડબલ એન્જીન સરકારનો લાભ મળે અને દરેકે દરેક રાજ્ય એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધેએ માટે પ્રયત્ન થશે. ડબલ એન્જીનની સરકારનો દરેકને લાભ મળશે.
जनता-जनार्दन को नमन!
— Narendra Modi (@narendramodi) December 3, 2023
मध्य प्रदेश, राजस्थान और छत्तीसगढ़ के चुनाव परिणाम बता रहे हैं कि भारत की जनता का भरोसा सिर्फ और सिर्फ सुशासन और विकास की राजनीति में है, उनका भरोसा @BJP4India में है।
भाजपा पर अपना स्नेह, विश्वास और आशीर्वाद बरसाने के लिए मैं इन सभी राज्यों के परिवारजनों…
ભારતના લોકોને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છેઃ વડાપ્રધાન
આજે 4 રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યાં છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ માટે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ છે. ક્યાંક ગણતરી ચાલું છે તો ક્યાંક પરિણામો આવી ગયા છે. આ બધાની વચ્ચે એ નક્કી થઈ ગયું છે ક્યા રાજ્યમાં કોની સરકાર બનશે. આ ચૂંટણી મુદ્દે પરિણામ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી છે. તેમણે લખ્યું છે કે, જનતા જનાર્દનને નમન.. વધુમાં જણાવ્યું કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતના લોકોને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે તેમજ તેમનો ભરોસો ભાજપમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.