બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Statement of Vice Chancellor Neerja Gupta on the matter of vandalism in Gujarat University

નિવેદન / ગુજરાત યુનિ.કાંડમાં મોટો ટ્વિસ્ટ, વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ કર્યો નવો દાવો

Vishal Khamar

Last Updated: 03:01 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ મુદ્દે તોડફોડ અને મારામારીની ઘટના બાદ તપાસનાં ચક્રોગતિાન થયા છે. આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલરે નિવેદન આપ્યું હતું કે, યુનિવર્સિટીએ આ સમગ્ર બનાવની ગંભીરતાથી નોંધ લીધી છે. તેમજ આ બાબતે યુનિવર્સિટી દ્વારા પણ જવાબદારો સામે કડક પગલા ભરાશે.

ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડ મામલે યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાનું નિવેદન સામે આવ્યું હતું.  નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે બનાવ બન્યો હતો. જેમાં એ બ્લોકમાં 75 વિદેશી વિદ્યાર્થીઓ રહે છે. વિદેશી વિદ્યાર્થીઓ કંપાઉન્ડમાં મુસ્લિમ સ્ટુડન્ટ નમાઝ પઢતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. જેમાં બહારથી 25 વિદ્યાર્થીઓ આવ્યા અને વિવાદ શરૂ થયો હતો. આ સમગ્ર મામલાની યુનિવર્સિટી દ્વારા પણ ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. અહીંના કે બહારના વિદ્યાર્થી હતા તે બાબતે તપાસ કરાશે. તેમજ મારામારીનું મૂળ કારણ નમાઝનું નથી અલગ જ કારણ છે.  જાહેરમાં નમાઝ ન થઈ શકે અહીં પણ એવું જ છે. સેન્સેટિવ મુદ્દો છે. તપાસ ચાલુ છ. કારણ શોધીશું. ઈન્ટરનેશનલ ગાઈડ લાઈન પ્રમાણે હોસ્ટેલનાં નિયમ છે. 

'આરોપીને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે': જી.એસ.મલિક (પોલીસ કમિશ્નર, અમદાવાદ)
ગુજરાત યુનિવર્સિટીમાં પથ્થરમારા મુદ્દે અમદાવાદ પોલીસ કમિશ્નરે નિવેદન આપ્યું હતું કે, પોલીસને આ બાબતે જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલિક યુનિવર્સિટી પહોંચી હતી. અહીં નમાઝ કેમ પઢી રહ્યો છો કહેતા ઘર્ષણ થયું હતું. આ સમગ્ર મામલે ટીમ બનાવીને સમગ્ર ઘટનાને લઈ તપાસ ચાલુ કરી દેવાઈ છે.  આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે. પથ્થરમારા અને તોડફોડની ઘટનામાં 20 થી 25 લોકોની સંડોવણી હોવાનું પોલીસ કમિશ્નરે તેઓનાં નિવેદનમાં જણાવ્યું હતું. 

સમગ્ર મામલે ગૃહ મંત્રાલયે ગંભીર નોંધ લીધી
ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો અને તોડફોડ થયાની ઘટના સામે આવી છે. જે ઘટના ઇન્ટરનેશનલ મુદ્દો બનતા ઘટનાની ગૃહ મંત્રાલયે ગંભીર નોંધ લીધી છે. અને ઘટનામાં પોલીસ ને કડક તપાસ કરવા આદેશ કરાયા છે.  

ગૃહ રાજ્ય મંત્રીએ તપાસનાં આદેશ કર્યા
ગુજરાત યુનિવર્સિટીમાં રાત્રીનાં સુમારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પ્રવેશ કરી વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં જઈ તોડફોડ કરી હતી. તેમજ વિદ્યાર્થીઓ સાથે મારામારી કરતા વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તાત્કાલીક બેઠક બોલાવી હતી. બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી દ્વારા તપાસનાં આદેશ કરવામાં આવ્યા છે. તેમજ જવાબદારો સામે કડક પગલા લેવાની પણ સૂચના આપવામાં આવી છે.

કોંગ્રેસનાં ધારાસભ્ય વિદ્યાર્થીઓની ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા
આ ઘટનાની જાણ કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને થતા તેઓ તાત્કાલીક એસવીપી હોસ્પિટલ ખાતે દાખલ વિદ્યાર્થીઓનાં ખબર અંતર પૂછવા દોડી ગયા હતા.  તેમજ આ સમગ્ર ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી. 

વધુ વાંચોઃ ગુજરાત યુનિ.માં વિદેશી વિદ્યાર્થીઓ પર કોણે અને કેમ કર્યો હુમલો? પોલીસ કમિશનર મલિકનો ધડાકો

શું હતો સમગ્ર મામલો
ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ બોઈઝ હોસ્ટેલમાં ગત રાત્રીનાં સુમારે ઉઝબેકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાના કેટલાક વિદ્યાર્થીઓ જેઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.  તેઓ રમઝાન મહિનો ચાલી રહ્યો હોઈ નમાઝ પઢી રહ્યા હતા. ટોળામાં આવેલ કેટલાક લોકો તેમજ વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થવા પામી હતી. જે બાદ મામલો વધુ ઉગ્ર બનતા ટોળાએ હોસ્ટેલમાં તેમજ વિદ્યાર્થીઓનાં વાહનોમાં તોડફોડ કરી હતી. જે બાદ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટનાં સ્થળે આવી પહોંચી હતી. તેમજ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલ ખસેડ્યા હતા. જે બાદ મોડી રાત્રે પોલીસ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓનાં નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ