બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / State School Management Mahamandal Trust appealed to all schools to keep 22nd holiday

જય જય રામ / મોટા સમાચાર: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આ રાજ્યની સ્કૂલોમાં રજા જાહેર, ગુજરાતમાં પણ ઉઠી માંગ

Dinesh

Last Updated: 08:51 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir: અમદાવાદના રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને અપીલ કરી છે કે, 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શાળામાં રજા રાખવામાં આવે

  • અમદાવાદમાં રાજ્ય શાળા સંચાલક મહામંડળનો પત્ર
  • તમામ શાળાઓએ 22મી રજા રાખવા અપીલ
  • 22મીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

Ayodhya Ram Mandir: અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવા સૂચના આપી છે.તો બીજી તરફ અમદાવાદના રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને અપીલ કરી છે કે, 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શાળામાં રજા રાખવામાં આવે. જેથી કરીને તે દિવસે વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઘરે બેસીને નિહાળી શકે. રાજ્ય શાળા સંચાલક મહામંડળે દર વર્ષે મળતી સ્થાનિક રજા પૈકી એક રજાનો ઉપયોગ કરવામાં આવે તેવી પણ અપીલ કરી છે.

વાંચો પત્ર

ઉત્તર પ્રદેશમાં રજા અપાઈ
અત્રે જણાવીએ કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવા સૂચના આપી છે. શ્રી રામ લલાની નવી મૂર્તિના અભિષેક સમારોહ સાથે સામાન્ય લોકોના ભાવનાત્મક જોડાણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખાસ અવસરને રાષ્ટ્રીય તહેવાર ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે 22 જાન્યુઆરીએ રાજ્યમાં દારૂની દુકાનો બંધ રાખવી જોઈએ.

વાંચવા જેવું: રામ મંદિરના 'ગોલ્ડન ગેટ'ની પ્રથમ તસવીર! સુંદર કારિગીરી મન મોહી લેશે, 1000 વર્ષ સુધી રહેશે સુવર્ણ ચમક

મુખ્યમંત્રીએ અધિકારીઓ નિર્દેશ આપ્યો
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પછી શરૂ થનાર પ્રાણ પ્રતિષ્ઠાની વૈદિક વિધિની માહિતી લેતા મુખ્યમંત્રીએ અધિકારીઓને સમારોહની સુરક્ષા અને અન્ય વ્યવસ્થામાં તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને જરૂરી તમામ સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આવનાર મહાનુભાવોને અયોધ્યામાં વધુ સારી રીતે સુવિધા મળવી જોઈએ. જો કે, આ બધી તૈયારીઓ વચ્ચે અમદાવાદના રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ દ્વારા રજાની માંગ કરાઈ છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ