બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / state level planning of the Republic Day is underway at Botad

26 જાન્યુઆરી / લોકોમાં અનેરો ઉત્સાહ: રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની આ જિલ્લામાં થશે ઉજવણી, તૈયારીઓ માટે તંત્ર કામે લાગ્યું

Kishor

Last Updated: 06:58 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની બોટાદ ખાતે કરવાનું આયોજન હાથ ધરાયુ છે. જેમાં રાજ્યપાલ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ હાજર રહી રાષ્ટ્ર ધ્વજને સલામી આપશે.

  • પ્રજાસત્તાક પર્વની બોટાદમાં થશે ઉજવણી
  • રાજ્યપાલ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ રહેશે ઉપસ્થિત
  • પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે બોટાદ તંત્ર લાગ્યું કામે

ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ ગુજરાતમાં સ્વતંત્ર અને પ્રજાસત્તાક પર્વ જિલ્લા તેમજ તાલુકા કક્ષાના પર્વને અલગ-અલગ તાલુકા મથકો તેમજ ગામડાઓમાં જઇને આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવવાની શરૂઆત કરી હતી. ચાલુ સાલ 2022માં ગિરસોમનાથ ખાતે ઉજવણી કરાઈ હતી તો 2021માં દાહોદમાં રાજ્યકક્ષાના 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત વર્ષ 2020માં રાજકોટ ખાતે ઉજવણી થઇ હતી. જેની પરંપરાના ભાગરૂપે આ વખતે રાજ્યકક્ષાનો પ્રજાસતાક પર્વ બોટાદમાં ઉજવાશે. 

રાજ્યપાલ, CM સહિતના રહેશે હાજર

દેશના પ્રજાસત્તાક પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે પર્વને લઈને દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાની બોટાદમાં ઉજવણી કરવા અંગેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.દેશવાસીઓના ગર્વના પર્વ  પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીના આયોજનને લઈને બોટાદ તંત્ર દ્વારા તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને CM ભુપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ અને  રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે.


બોટાદને નવોઢાની જેમ શણગારવામાં આવશે

બોટાદ માટે આ ગર્વનો અવસર હોવાથી તંત્ર દ્વારા કચેરીઓમાં રોશનીના શણગાર કરી બોટાદને નવોઢાની જેમ શણગારવામાં આવશે. ઝાકમઝોળ ઉજવણીને લઈને તંત્ર દ્વારા તૈયારી પણ હાથ ધરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના નવી સરકાર રચાયાને થોડો જ સમય વીત્યો છે. ત્યારે 2023 નું પ્રજાસત્તાક પર્વ નવી સરકાર માટે મહત્વનું હોવાથી જાજરમાન આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ