બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / State GST officials in Surat conducted an investigation

દરોડા / સુરતમાં સ્ટેટ GSTના અધિકારીઓએ બોલાવી તવાઇ, બિલ વિના જ કોસ્મેટિક વેપારીઓએ ખરીદ-વેચાણ કર્યાનો ઘટસ્ફોટ

Kishor

Last Updated: 03:51 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ચૌટા બજાર અને રીંગરોડ વિસ્તારમાં GSTની ટીમ દ્વારા તપાસમાં બિલ વગર ખરીદી-વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો છે, જાણો બીજું શું શું હાથ લાગ્યું!

  • સુરતમાં ચૌટા બજાર અને રીંગરોડ વિસ્તારમાં દરોડા 
  • GSTની ટીમ દ્વારા પાડવામાં આવ્યા દરોડા 
  • કોસ્મેટિક અને શૃંગારની વસ્તુઆનો વેપારીઓને દરોડા 
  • જ્યારે રીંગરોડ પર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોને ત્યાં દરોડા

સુરતના ચૌટા બજાર અને રિંગરોડ વિસ્તારમાં GSTના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા કશૂરવાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ટીમ દ્વારા કોસ્મેટિક અને શૃંગારની વસ્તુઓના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુમાં રિંગરોડ વિસ્તારમાં આવેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોને ત્યાં GST વિભાગના અધિકારીઓ ત્રાટકયા હતા.

ગુજરાતમાં GST વિભાગનો સપાટો, મેગા સર્ચ ઓપરેશનમાં 61 બોગસ પેઢીમાંથી 2768  કરોડની ઘાલમેલ પકડી, વેપારીની ધ્રુજારી છૂટી | GST department crackdown in  Gujarat, 2768 crores ...

GST અધિકારીઓએ તપાસ હાથ ધરતાં બજારના સોંપો

સર્ચ ઓપરેશન દરમિયાન કોસ્મેટિક વેપારીઓ બિલ વગર ખરીદી-વેચાણ કરતા હોવાનો ધડાકો થયો છે. તો ટૂર્સ-ટ્રાવેલ્સ સંચાલકો રોકડમાં મોંઘા વિદેશી પેકેજ વેચતા હોવાનો પણ ખુલાસો થયો છે. વધુમાં પ્રાથમિક તપાસમાં જ મોટા પ્રમાણમાં બિનહિસાબી દસ્તાવેજો મળી આવ્યા હતા. આમ સ્ટેટ GST અધિકારીઓએ તપાસ હાથ ધરતાં બજારના સોંપો પડી ગયો હતો. અમુક વેપારીઓ પોતાની દુકાનો બંધ કરીને દોડી નીકળ્યા હતા. જોકે કેટલા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી અને તપાસ દરમિયાન શું હાથે લાગ્યું? તે મામલે હજુ કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. પરંતુ આગામી સમયમાં જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

 

આ અગાઉ ૧૭ સપ્ટેમ્બરના રોજ GST અધિકારીઓ દ્વારા કોપર આઈટમ સાથે સંકળાયેલા 9 પેઢીનાં 21 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્ટેટ જીએસટી દ્વારા હાથ ધરાયેલ તપાસમાં રૂપિયા 670 કરોડનાં બોગસ બિલનાં આધારે રૂપિયા 120 કરોડની ખોટી વેરાશાખ ભોગવી હતી. જે માહિતી જીએસટી વિભાગનાં ધ્યાને આવતા જે તે સમયે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 3 વેપારી કપીલ કોઠારી, ધર્મેશ કોઠારી તથા હિતેશ કોઠારી નામનાં વેપારીઓની ધરપકડ કરાઈ હતી, 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ