બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / State Government: AHNA, AMC and DEO have started important work

નિયમો થશે કડક ! / અમદાવાદમાં ઓમિક્રોન, સાચવજો અમદાવાદીઓઃ ડૉક્ટરોની ગંભીર ચેતવણી અને તંત્રએ શરૂ કરી તાબડતોબ કાર્યવાહી

Mehul

Last Updated: 03:55 PM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ઓમિક્રોન સંક્રમણ વધતા જ મોટાભાગના સરકારી વિભાગો એલર્ટ થઇ ગયા છે. ઠંડીના જોર સાથે કોરોના સંક્રમણ પણ માથું ઊંચકી રહ્યો છે.ત્યારે AMC ,સતર્ક. આહનાનો સરકારને પત્ર

  • કોરોના -ઓમિક્રોન વકરતાં વધી સતર્કતા 
  • શાળાઓમાં થઇ  રહ્યું છે નિયમ પાલન-DEO
  • તબીબી સંગઠનનો સતર્કતા બાબતે સરકારને પત્ર  

ગુજરાતમાં ઓમિક્રોન સંક્રમણ વધતા જ મોટાભાગના સરકારી વિભાગો એલર્ટ થઇ ગયા છે. સાથોસાથ ઠંડીના જોર સાથે કોરોના સંક્રમણ પણ માથું ઊંચકી રહ્યો છે. રાજ્ય સરકારે કેબીનેટની બેઠકમાં વધતા સંક્રમણ અંગે ચર્ચા કરી તો વાદપ્રાધન નરેન્દ્ર મોદીએ પણ સમીક્ષા કરી છે.  તો અમદાવાદની શાળાઓમાં કોરોનાને લઈને જિલ્લા શિક્ષણાધિકારીએ નિવેદન આપતા કહ્યું કે, 
સરકારના પરિપત્રનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.અને ઇન્સ્પેક્ટિંગ સ્ટાફને યોગ્ય સૂચના અપાઇ છે. ઇન્સ્પેક્ટિંગ સ્ટાફ શાળાઓમાં તપાસ કરી રહ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ બાળકોના વાળી જોગ કહ્યું કે, તેઓએ ગભરાવાની જરૂર નથી.સાથોસાથ બાળકોના વાલીઓ પણ આરોગ્યલક્ષી તમામ નિયમોનું પાલન ખુદ કરે અને બાળકોને પણ પાલન કરવા તરફ પ્રેરણા આપે. 

આહનાએ સરકારને લખ્યો પત્ર 

રાજ્યમાં ઓમિક્રોનના કેસોમાં વધારો થઇ રહ્યો છે. વધતા ઓમિક્રોનના કેસ મામલે આહનાએ સરકારને પત્ર લખ્યો છે. વધતા ઓમિક્રોન સામે કડક કાર્યવાહી કરવા સૂચનો આપ્યા છે. વિદેશથી આવતા મુસાફરોનું સઘન ચેકિંગ અને ટેસ્ટિંગ કરવા સૂચન કર્યું છે. એરપોર્ટ પર જોવા મળતી ઢીલાશ મુશ્કેલી સર્જી શકે છે.જેથી પત્ર લખી આહનાએ ગંભીરતા દાખવવા સૂચન કર્યું છે.તેમજ હવે ખાનગી હોસ્પિટલમાં દર્દીના સગાઓને વેક્સિન વગર એન્ટ્રી આપવામાં આવશે નહીં. દર્દીના સગાએ વેક્સિનના બે ડોઝ લીધા હશે તો જ એન્ટ્રી મળશે. ઓમિક્રોન માટે ખાનગી 80 હોસ્પિટલમાં 2500 બેડ તૈયાર કરાયા છે. 

એરપોર્ટ પર થશે સઘન ચેકિંગ-મહાપાલિકા'એક્શન'માં 

ઓમિક્રોન વેરિએન્ટના અમદાવાદમાં 7 કેસો નોંધાયા છે. અમદાવાદમાં  ઓમિક્રોનના કેસો આવતા મનપા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા કોવિડની ટેસ્ટિંગ કામગીરી વધારવામાં આવી છે. વિદેશમાંથી આવતા મુસાફરોના RTPCR ટેસ્ટ કરવાની કામગીરીમાં વધારો કરવામાં આવશે. પ્રથમ વિદેશથી આવતા યાત્રીઓનું એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવે છે આ ટેસ્ટમાં રિઝલ્ટ નેગેટિવ આવે તો તેમને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવે છે. ત્યારબાદ 8માં દિવસે તેમનો રિપોર્ટ કરવામાં આવે છે. કોરોનાના કેસોમાં પણ 20 જેટલા કેસોનો વધારો થયો છે. 70 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ પૂર્ણ કર્યા છે. મનપાએ 10 હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ પણ જાહેર કરાઇ છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ