બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / start tulsi farming business with rupees 15000 and earn 3 lakh check know how

કમાણી / 15 હજાર લગાવીને 3 લાખની કમાણી કરવી હોય તો કરી લો આ કામ, થશે જોરદાર ફાયદો

Noor

Last Updated: 09:13 AM, 20 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે બિઝનેસ કરીને સારાં પૈસા કમાવવા માંગો છો તો આજે અમે તમને એવા નેચરલ પ્રોડક્ટ્સના બિઝનેસ વિશે જણાવીશું, જેમાં તમને દર મહિને લાખોની કમાણી થશે.

  • 15 હજાર રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ
  • દર મહિને લાખોમાં થશે કમાણી
  • તમે તુલસીની ખેતી કરીને સારાં પૈસા કમાવી શકો છો

નેચરલ પ્રોડક્ટ્સ અને મેડિસીનની હાલ બજારમાં ખૂબ જ માંગ છે. તો તમે મેડિસિનલ પ્લાન્ટની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો. તુલસીની ખેતી કરવા માટે તમારે બહુ ઓછું રોકાણ કરવું પડશે અને કોઈપણ તેની ખેતી કરી શકે છે. તેના માટે મોટા ખેતરો કે બહુ વધારે ઈન્વેસ્ટમેન્ટ કરવાની પણ જરૂર નથી.

આ વસ્તુઓની પણ કરી શકો છો ખેતી

તુલસી, આર્ટિમિસિયા એનુઆ, જેઠીમધ, એલોવેરા વગેરે જેવા મોટા ભાગના હર્બલ છોડ ખૂબ ઓછાં સમયમાં તૈયાર થઈ જાય છે. આમાંથી કેટલાક છોડ નાના પોટમાં પણ ઉગાડી શકાય છે. તેની ખેતી શરૂ કરવા માટે તમારે માત્ર થોડાં હજાર રૂપિયા ખર્ચવાની જરૂર છે, પરંતુ કમાણી લાખોમાં છે. આ દિવસોમાં દેશમાં આવી ઘણી દવાની કંપનીઓ છે જે પાક ખરીદવા માટે કોન્ટ્રાક્ટ કરે છે, જે તમારી કમાણીને સુનિશ્ચિત કરે છે.

વધી ડિમાન્ડ

કોરોના મહામારી બાદ લોકો આયુર્વેદિક અને નેચરલ દવાઓ તરફ આકર્ષિત થયા છે. જેથી તેની ડિમાન્ડ પણ ખૂબ વધી છે. હાલના સમયમાં બજારમાં આવી ઔષધીઓની માંગ વધી ગઈ છે. એવામાં તુલસીની ખેતી કરવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે જ તમારે આ કામ કરવા માટે વધુ પૈસાની પણ જરૂર નહી પડે. તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પણ બિઝનેસ શરૂ કરી શકો છો. 

3 મહિનામાં થશે 3 લાખની કમાણી

મેડિસિનલ ગુણો ધરાવતી તુલસીની ખેતી કરીને તેમાંથી કમાણી કરી શકાય છે. તુલસીના અનેક પ્રકાર છે. તુલસીમાં યૂઝીનોલ અને મિથાઇલ સિનામેટ હોય છે. આના ઉપયોગથી અનેક ગંભીર બીમારીઓ માટે દવા તૈયાર કરવામાં આવે છે. 1 હેક્ટરમાં તુલસી ઉગાડવા માટે માત્ર 15 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. માત્ર 15 હજાર રૂપિયા લગાવીને તમે 3 મહિના બાદ 3 લાખની કમાણી કરી શકો છો. માર્કેટમાં રહેલી અનેક આયુર્વેદિક કંપનીઓ જેવી કે ડાબર, વૈદ્યનાથ, પતંજલિ લગેરે કોન્ટ્રાક્ટ પર તુલસીની ખેતી કરાવે છે. 

ટ્રેનિંગ  જરૂરી છે

ઔષધીય પ્લાન્ટની ખેતી માટે તાલીમ લેવી જરૂરી છે જેથી ભવિષ્યમાં તમે છેતરાશો નહીં. લખનઉ સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ (CIMAP) આ છોડની ખેતી માટે તાલીમ આપે છે. CIMAP દ્વારા દવાની કંપનીઓ તમારી સાથે કરાર પણ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ