બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / sri krishna janmashtami 2023 fulfill every wish then chant these mantras on the day of festival

જન્માષ્ટમી 2023 / આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી પર કરો આ મંત્રોનો જાપ, પૂર્ણ થશે તમામ મનોકામના, મળશે સિદ્ધિ

Manisha Jogi

Last Updated: 09:35 AM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મમાં કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક શાસ્ત્રોમાં જન્માષ્ટમીના વ્રતનો મહિમા ગાવામાં આવ્યો છે, જે એક હજાર એકાદશીના વ્રત સમાન છે. આ દિવસે ભક્તો વ્રત કરીને લડ્ડૂ ગોપાલની પૂજા કરે છે.

  • કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીનું વિશેષ મહત્ત્વ
  • ધાર્મિક શાસ્ત્રોમાં જન્માષ્ટમીના વ્રતનો મહિમા ગાવામાં આવ્યો છે
  • આ દિવસે ભક્તો વ્રત કરીને લડ્ડૂ ગોપાલની પૂજા કરે છે

સનાતન ધર્મમાં કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીનું વિશેષ મહત્ત્વ છે. હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે શ્રાવણ માસની આઠમના દિવસે જન્માષ્ટમી ઊજવવામાં આવે છે. આ દિવસે ભક્તો વ્રત કરીને લડ્ડૂ ગોપાલની પૂજા કરે છે. જન્માષ્ટમીમાં કયા મંત્રોનો જાપ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ મનોકામના પૂર્ણ કરે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. ધાર્મિક શાસ્ત્રોમાં જન્માષ્ટમીના વ્રતનો મહિમા ગાવામાં આવ્યો છે, જે એક હજાર એકાદશીના વ્રત સમાન છે. આ વ્રત કરવાથી તમામ પાપથી મુક્તિ મળે છે અને તમામ મનો કામના પૂર્ણ થાય છે. 

આ મંત્રોનો જાપ કરો
જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંબંધિત મંત્રોનો જાપ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. 

અટકેલા કામ પૂર્ણ કરવા માટે
ॐ श्रीं नम: श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा
જો તમારું કોઈ કામ લાંબા સમયથી નથી થઈ રહ્યું અથવા અટકી ગયું છે, તો શ્રીકૃષ્ણના આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રજાપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. 

સંતાન પ્રાપ્તિ માટે
देवकी सुत गोविंद वासुदेव जगत्पते, देहिमे तनयं कृष्ण त्वामहं शरणं गतः

પતિ અને પત્નીએ જન્માષ્ટમીના દિવસે એકસાથે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રજાપ કરીને તમારી મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરો. 

શીઘ્ર વિવાહ માટે
ओम् क्लीं कृष्णाय गोविंदाय गोपीजनवल्ल्भाय स्वाहा.

જો તમારા વિવાહમાં મોડુ થઈ રહ્યું છે, તો જન્માષ્ટમીના દિવસે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રજાપ કરવાથી શીઘ્ર વિવાહની કામના પૂર્ણ થાય છે. 

કરિઅરમાં સફળતા મેળવવા માટે
गोवल्लभाय स्वाहा

આ મંત્રનું ખાસ મહત્ત્વ છે. આ મંત્રજાપ કરવાથી વ્યક્તિ અપાર સફળતા પ્રાપ્ત કરે છે. ઉપરાંત સંપૂર્ણ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. 

તમામ બાધામાંથી મુક્તિ માટે
कृं कृष्णाय नमः

આ મંત્રનો જાપ કરવાથી તમામ બાધાઓમાંથી મુક્તિ મળે છે. જેથી કોઈપણ મુશ્કેલીમાંથી રાહત મેળવવા માટે જન્માષ્ટમીના દિવસે આ મંત્રનો જાપ કરવો જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ