બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / srael Palestine War: India can possibly face raise in petrol diesels price says Hardeepsingh Puri

યુદ્ધ ઈફેક્ટ / મોંઘવારી વચ્ચે માઠા સમાચાર: પેટ્રોલ ડીઝલની કિંમત વધી શકે.! પેટ્રોલિયમ મંત્રીએ 3 પોઈન્ટમાં સમજાવ્યું ગણિત

Vaidehi

Last Updated: 06:00 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષની વચ્ચે ક્રૂડ ઓઈલની કિંમતમાં 6%નો વધારો એટલે કે 5 ડોલર પ્રતિ બેરલનો વધારો જોવા મળી રહ્યો છે.

  • ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધની અસર ભારત પર
  • ક્રૂડ ઓઈલનાં ભાવમાં થઈ શકે છે વધારો
  • કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહે આપી વિગતવાર માહિતી

ઈઝરાયલ- પેલેસ્ટાઈન સંઘર્ષની વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઈને સરકારની તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે આવનારાં દિવસોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો જોવા મળી શકે છે. પેલેસ્ટાઈન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ બાદ કાચા તેલની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. હાલનાં સમયમાં બ્રેંટ ક્રૂડ ઓઈલનાં ભાવ 90 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યાં છે. આવનારા સમયમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં 6%નો વધારો એટલે કે 5 ડોલર પ્રતિ બેરલનો વધારો જોવા મળી શકે છે.

હરદીપ સિંહ પુરીનું નિવેદન
ફ્યૂલની કિંમતો પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આપણે 3 પડકારોનો સામનો કરી રહ્યાં છીએ- ઉપલબ્ધતા, સામર્થ્ય અને સ્થિરતાં. હાલમાં ઉપલબ્ધતાને લઈને ચિંતા નથી કારણકે જે દેશો પાસેથી આપણે કાચું તેલ આયાત કરીએ છીએ તેમની સંખ્યા 27થી વધીને 39 થઈ ગઈ છે. જો એક ક્ષેત્રમાં સમસ્યા થાય છે તો બીજા ક્ષેત્રમાંથી આપૂર્તિ પ્રાપ્ત કરી શકાય છે. જ્યાં સુધી સામર્થ્યનો સવાલ છે તો એ ઉપલબ્ધતા સાથે સંકળાયેલો છે. જો બજારોમાં ઉપલબ્ધ તેલની માત્રા એકાએક ઓછી થઈ જાય છે તો કિંમતો વધી શકે છે. સ્થિરતા માટે આપણે હરિત ઊર્જા સંક્રમણમાં પોતાની સ્થિતિને કમજોર નથી થવા દીધું.

ઈઝરાયલ હમાસ પર બોલ્યાં મંત્રી
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈઝરાયલ હમાસની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને કહ્યું કે ભારત આતંકવાદનો સામનો કરી રહ્યું છે અને હંમેશા આતંકવાદની નિંદા કરતું આવ્યું છે અને આગળ પણ કરશે. આજે સવાલ એ નથી કે આતંકવાદની પરિભાષા શું છે કારણકે કેટલાક લોકો માટે આતંકવાદી ફ્રીડમ ફાઈટર્સ હોઈ શકે છે અને કેટલાક માટે આતંકવાદ પર આજનો મુદો છે કે નિર્દોષ નાગરિકોને કોઈપણ પ્રકારે ટાર્ગેટ ન બનાવવું જોઈએ. તમે નિર્દોષ નાગરિકોને ન મારી શકો. જો તમે રાક્ષસોને જમાડશો તો રાક્ષસ તમને ખાઈ જશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ