બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / sprouted Fenugreek methi benefits for high bp and diabetic patients

સ્વાસ્થ્ય / માત્ર ડાયાબિટીસ જ નહીં, આ 4 બીમારીઓમાં પણ રામબાણ ઇલાજ છે રસોડામાં વપરાતી આ વસ્તુ, થશે અનેક ફાયદા

Arohi

Last Updated: 09:48 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sprouted Fenugreek Benefits: ફણગાવેલી મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે બધી બિમારીઓ માટે રામબાણ ઈલાજ છે.

  • ફણગાવેલી મેથી છે ખૂબ જ ફાયદાકારક 
  • આ બીમારીઓમાં છે રામબાણ ઈલાજ 
  • જાણો તેના  અનેક ફાયદાઓ વિશે 

મેથીમાં પ્રોટીનની સાથે સાથે ફાઈબર અને અમુક એન્ટીઓક્સીડેન્ટ્સ પણ હોય છે. જ્યારે આપણે તેને ફણગાવીને ખાઈએ છીએ તો તેનાથી આપણાં શરીરને ઘણા ફાયદા મળે છે. આ વિટામિન સી, નિયાસિન, પોટેશિયમ, આયર્ન અને એલ્કલાઈડ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર છે. 

તેના ઉપરાંત તેમાં ડાયોસજેનિક નામનું એક બાયોએક્ટિવ કમ્પાઉન્ડ સ્ટેરોઈડલ સેપોનિન પણ છે. આ તમામ વસ્તુઓ ડાયાબિટીસના ઉપરાંત ઘણી બીમારીઓમાં કામ કરી શકે છે. કઈ રીતે, જાણો તેના વિશે. 

ફળગાવેલી મેથીના ફાયદા 
હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદાકારક ફણગાવેલી મેથી 

ફળગાવેલી મેથી ખાવી હાર્ટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સ્ટડીથી જાણકારી મળી છે કે જે લોકો દરરોજ ફળગાવેલી મેથીનું સેવન કરે છે તેમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું હોય છે અને માટે હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે. 

આ લોહીમાં મળી આવતા ટ્રાઈગ્લિસરાઈડ્સ નામના ફેટને જમા થવાથી રોકે છે અને તેને પ્રભાવી રીતે નિયંત્રિત કરે છે. તેનાથી તમે બ્લડ વિસેલ્સમાં બ્લોકેજથી બચી શકો છો. 

હાઈ બીપીમાં ખાઓ ફણગાવેલી મેથી 
ફણગાવેલી મેથીનું સેવન હાઈ બીપીને મેનેજ કરવામાં મદદ કરી શકે છે. આ પોટેશિયમનો એક પ્રભાવી સ્ત્રોત છે. જે સોડિયમના સ્તરને નિયંત્રિત કરે છે અને આ પ્રકારથી આ હૃદય ગતિ અને બ્લડ પ્રેશરને સંતુલિત કરે છે. તેના ઉપરાંત તેના ઓક્સીડેન્ટ્સ બ્લડ વિસેલ્સને હેલ્ધી રાખે છે અને બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 

PMSમાં ફાયદાકારક છે ફણગાવેલી મેથી 
ફણગાવેલી મેથીનું સેવન પીરિયડ્સને નિયમિત કરવામાં મદદ કરે છે. તેના ઉપરાંત તે પીએમએસના લક્ષણોમાં પણ ઘટાડો કરી શકે છે જેમકે આ ડાયજેશનને યોગ્ય કરે છે અને બ્લોટિંગમાં ઘટાડો કરે છે. તેના ઉપરાંત તેના એન્ટીઓક્સીડેન્ટ્સ મૂડ સ્વિંગ્સને કંટ્રોલ કરવામાં અને તમને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે. 

મસામાં ફાયદાકારક 
મસાની મુશ્કેલીઓ લાંબા સમય સુધી રહેતી કબજીયાતના કારણે વધી જાય છે. હકીકતે મસામાં મેથીનું ફાઈબર અને રફેઝ ઝડપથી કામ કરે છે અને તમારા ડાયજેશનને ઝડપી કરવામાં મદદ કરે છે. તેના ઉપરાંત તે મળ ત્યાગને સરળ બનાવે છે. જેના કારણે કબજીયાતની સમસ્યાને ઓછી કરવામાં મદદ મળે છે. સાથે જ મસામાં અંકુરિત મેથી પાચક એન્ઝાઈમ્સને પ્રોત્સાહન આપે છે જેનાથી મસાના લક્ષણોમાં કમી આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ