બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / sports top 10 aus defeat ind in u19 world cup jack leach ruled out of ind vs eng

સ્પોર્ટ્સ / U-19 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની હાર, ટેસ્ટ સિરીઝમાંથી સ્ટાર ખેલાડી OUT, જાણો રમતજગતના 10 મોટા સમાચાર

Manisha Jogi

Last Updated: 11:31 AM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાએ U19 વન ડે વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ સીરિઝમાંથી એક સ્ટાર ખેલાડી બહાર થઈ ગયો છે. આવો જાણીએ સ્પોર્ટ્સના મહત્ત્વના 10 સમાચાર.

  • ઓસ્ટ્રેલિયાએ U19 વન ડે વર્લ્ડ કપની ટ્રોફી જીતી
  • આ સ્ટાર ખેલાડી ટેસ્ટ સીરિઝમાંથી બહાર
  • આવો જાણીએ સ્પોર્ટ્સના મહત્ત્વના 10 સમાચાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે U19 વન ડે વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ રમવામાં આવી. ઓસ્ટ્રેલિયાએ U19 વન ડે વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ સીરિઝમાંથી એક સ્ટાર ખેલાડી બહાર થઈ ગયો છે. આ ખેલાડીને સીરિઝની પહેલી મેચમાં ઈજા થઈ હતી. આવો જાણીએ સ્પોર્ટ્સના મહત્ત્વના 10 સમાચાર. 

U19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની હાર
U19 વન ડે વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 રનથી હરાવ્યું. આ મેચમાં બેટ્સમેન અને બોલરે શાનદાર પ્રદર્શન કર્યું. ઓસ્ટ્રેલિયાએ ભારતને 254નો રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમ 174 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 

U19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો ઈતિહાસ
U19 વર્લ્ડ કપ ફાઈનલ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે U19 વર્લ્ડ કપમાં કુલ બે ફાઈનલ મેચ રમવામાં આવી હતી. જેમાં ભારતીય ટીમે બે વાર બાજી જીતી લીધી હતી. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને વર્ષ 2012માં 6 વિકેટથી અને વર્ષ 2018માં 8 વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે ઈતિહાસ બદલી દીધો છે અને પહેલી વાર U19 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતને હરાવ્યું છે. 

ઉદય સહારન
U19 વન ડે વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની કમાન ઉદય સહારનના હાથમાં હતી. ઉદય સહારન આ ટુર્નામેન્ટમાં સફળ રહ્યા છે, તેમણે 7 મેતમાં 56.71ની સરેરાશથી 397 રન કર્યા છે. આ દરમિયાન ઉદય સહારને એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી હતી. ઉદય સહારન U19 વન ડે વર્લ્ડ કપ 2024માં ટોપ સ્કોરર રહ્યા છે. 

ક્વેના મફાકા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ
U19 વન ડે વર્લ્ડ કપ 2024માં સાઉથ આફ્રિકાની ટીમના ફાસ્ટ બોલર ક્વેના મફાકાને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. ક્વેના મફાકાએ સૌથી વધુ વિકેટ લીધી છે. ICC તરફથી 9 ખેલાડીને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ભારતીય ટીમના સૌથી વધુ 3 ખેલાડી સામેલ હતા, જેમાં ઉદય સહારનનું નામ પણ છે. U19 વન ડે વર્લ્ડ કપમાં ઉદય સહારન સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન રહ્યા છે. ક્વેના મફાકાએ 6 મેચમાં 9.71ની સરેરાશતી કુલ 21 વિકેટ લીધી છે. 

આ ખેલાડી ટેસ્ટ સીરિઝમાંથી બહાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમવામાં આવી રહી છે. આ સ્ટાર બોલરને ઈજા થતા ટેસ્ટ સીરિઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જૈક લીચને પહેલી મેચ દરમિયાન ઈજા થઈ હતી, જેથી બીજી મેચ રમી શક્યા નહોતા.

રાજકોટમાં રોહિત શર્માની પહેલી ટેસ્ટ મેચ
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધીમાં 56 ટેસ્ટ મેચ રમી છે, પરંતુ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં એક પણ મેચ રમ્યા નતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રોહિત શર્મા માટે પહેલી ટેસ્ટ મેચ હશે. રોહિત શર્માએ આ પીચ પર વન ડે અને T20 મેચ રમી છે. 

શ્રીલંકા vs અફઘાનિસ્તાન વન ડે મેચ
શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે વન ડે સીરિઝ રમવામાં આવી રહી છે. આ મેચમાં શ્રીલંકાએ 155 રનથી જીત મેળવી છે અને સીરિઝમાં 2-0થી આગળ છે. અફઘાનિસ્તાનની ટીમને આ મેચમાં 309 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો પરંતુ 153 રન કરીને ઓલઆઉટ થઈ ગયા છે. 

ગ્લેન મેક્સવેલે 5મી T20I સદી ફટકારી
ઓસ્ટ્રેલિયા ને વેસ્ટઈન્ડીઝ વચ્ચે બીજી T20 મેચ રમવામાં આવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે શાનદાર સદી ફટકારીને રોહિત શર્માના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મેક્સવેલે 50 બોલમાં સદી ફટકારીને 5મી T20I સદી ફટકારી છે. T20I માં સદી ફટકારવાના મામલે ગ્લેન મેક્સવેલ રોહિત શર્માની બરાબરી પર આવી ગયા છે. 

હોકીમાં ભારતનો દબદબો
ભારતીય હોકી ટીમે FIH પ્રો લીગમાં વિશ્વની નંબર ટીમ નેધરલેન્ડને પેનલ્ટી શુટઆઉટમાં 4-2થી હરાવીને સતત બીજી વાર જીત મેળવી છે. શ્રીજેશે શૂટઆઉટમાં ત્રણ બચાવ કર્યા અને ભારતને બોનસ અંક અપાવ્યા. નેધરલેન્ડને આ મેચમાં એક અંક મળ્યો. બંને ટીમોએ નિર્ધારિત સમયમાં 2-2થી બરાબરી કરી, ત્યારપછી પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો. 

વધુ વાંચો: ઇન્ડિયાની હાર છતાંય ઉદય સહારને રચ્યો ઇતિહાસ, બન્યો U19 વર્લ્ડકપના ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન

પુણેરી પલટન પીકેએલની સેમિફાઈનલમાં
પુણેરી પલટને તમિલ થલાઈવાઝને 56-29થી હરાવીને પ્રો કબડ્ડી લીગની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. પુણેની ટીમે તમિલ થલાઈવાઝને વાપસી કરવાનો મોકો આપ્યો નથી અને ત્રીજી મિનિટે 6 પોઈન્ટ મેળવીને બઢત મેળવી. પુણેરી પલટને સૌથી પહેલા ઓલઆઉટ કર્યા અને 12-2થી આગળ નીકળી ગઈ. બીજા હાફમાં ફરીથી ઓલઆઉટ કરીને જીત મેળવી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ