બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Speculation started in Rajkot about the name of the new CP

અટકળો / રાજકોટના નવા પોલીસ કમિશ્નર કોણ? આ બે નામો ચર્ચામાં સૌથી મોખરે

ParthB

Last Updated: 10:34 AM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના બહુ ચર્ચિત તોડ્કાંડની તપાસ અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી બાદ હવે નવી ચર્ચાએ વેગ પકડ્યો છે.કે નવા પોલીસ કમિશનર કોણ બનશે ? બે નામો ચર્ચામાં

  • રાજકોટમાં નવા CPના નામને લઈને અટકળો શરુ
  • રાજુ ભાર્ગવ અને સમશેરસિંહનું નામ ચર્ચામાં
  • ગૃહ વિભાગ ટૂંક સમયમાં કરી શકે છે જાહેરાત

નવા પોલીસ કમિશનર તરીકે બે નામ ચર્ચામાં

રાજકોટના બહુ ચર્ચિત તોડ્કાંડની તપાસ અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી બાદ હવે રાજકોટના નવા પોલીસ કમિશનર કોણ તે ચર્ચા કે મુહિમ તેજ બની છે. મહત્વનું છે કે, 5 જેટલા IPS ઓફિસરના નામ રાજકોટ સી.પી. તરીકે ચર્ચામાં હતાં. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ IPS અધિકારી રાજુ ભાર્ગવ અથવા વડોદરાના પોલીસ કમિશનર સમશેરસિંહનું નામ રાજકોટના નવા સી.પી.તરીકે હશે તેવું જોર પકડયું છે.

ગૃહ વિભાગ દ્વારા ટૂંક સમયમાં જાહેરાત થઇ શકે છે

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર કમિશનર અગ્રવાલ કે ક્રાઈમ બ્રાન્ચ સામે અગાઉ કોઈ કથિત કમિશનકાંડ કે જમીનોના, હવાલાઓના કામો કર્યાના આક્ષેપો ન હતા અને ઓન પેપર રાજકોટ પોલીસ પોલીસ કમિશનરની છબી પૂર્વ મુખ્યમંત્રીના કાળમાં ઉજળી હતી, એ સમયે જ સી.પી. અગ્રવાલનો ત્રણ વર્ષનો રાજકોટ પોલીસ કમનિશનર તરીકેનો કાર્યકાળ પુરો થયો હોવાની રેગ્યુલર બદલી આવશેની અને નવા કોણ તેવી વાતો ચાલતી હતી. જો કે મુખ્યમંત્રી ચેન્જ થયા સરકારનો તખ્તો બદલાયા બાદ ચિત્રપણ બદલાઈ ગયું હતું.

ઉચ્ચ IPS અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર

રાજકોટ પોલીસ કમિશનર અગ્રવાલ અને તેની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સામે લાખોના કમિશન લીધાના કથિત આક્ષેપો સામે ઈન્કવાયરી બાદ મનોજ અગ્રવાલને પોલીસબેડામાં ચર્ચાતી વિગતો મુજબ સાઈડલાઈન ગણાતી અને એક સમયે એસપી રેંકની પોસ્ટ જૂનાગઢ એસઆરપીની ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ તરીકે પોસ્ટ અપગ્રેડ કરીને અગ્રવાલને ત્યાં મુકી દેવાયા છે. 

મનોજ અગ્રવાલની બદલી બાદ હાલમાં ઇન્ચાર્જ કમિશનર

હાલ રાજકોટ પોલીસ કમિશનરનો ચાર્જ અહેમદ ખુરશીદ પાસે છે. ત્યારે હાલ  રાજકોટમાં નવા સી.પી. તરીકે રાજુ ભાર્ગવ અને વડોદરાના પોલીસ કમિશનર સમશેરસિંહનું પણ નામ ચર્ચામાં આવ્યું હતું. એક તબકકે રાજકોટની વર્તમાન સ્થિતિ જોતા ડેમેજ કંટ્રોલ કરવા સમશેરસિંહ આવશે તેવી ચર્ચાઓ વધુ મજબૂત બની હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ