બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / special pill for alcoholics will not damage the liver: just keep this in mind

આવું પણ હોય! / દારૂના શોખીનો માટે આવી ખાસ ગોળી, લીવરને નહીં થવા દે નુકસાન: બસ આ વાતનું રાખવું પડશે ધ્યાન

Megha

Last Updated: 09:30 AM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનમાં એક દવાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. દારૂ પીધાના લગભગ એક કલાક પહેલા લેવામાં આવે તો હેંગઓવરની અસરને ઘણી હદ સુધી ઘટાડે છે અને આલ્કોહોલને લીવર સુધી નથી પંહોચવા દેતી.

આલ્કોહોલ પીધા પછી તેને લીવર સુધી પહોંચે તે પહેલા જ તેને અટકાવી દે તો કેટલું સારું.. બ્રિટનમાં આ દિવસોમાં આવી ગોળીની ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મિર્કલ નામની ગોળી દારૂને લિવરમાં પ્રવેશતા અટકાવે છે. જો કે, દારૂ પીતા પહેલા આ ગોળી લેવાની સલાહ આપવામાં આવે છે. 

Topic | VTV Gujarati

આ ગોળી સત્તાવાર રીતે બ્રિટનમાં વેચાઈ રહી છે. આ ગોળીનું સ્વતંત્ર રીતે પરીક્ષણ કરવામાં આવ્યું છે અને માનવામાં આવે છે કે ઇતિહાસમાં આ પહેલી ગોળી છે જે આલ્કોહોલને કારણે થતા લીવરને થતા નુકસાનને અટકાવી શકે છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે 60 મિનિટમાં પીવામાં આવેલો 70 ટકા આલ્કોહોલ શરીરમાં નષ્ટ થઈ જાય છે, જેના કારણે તે લીવર સુધી પહોંચી શકતો નથી. 

આ ગોળીમાં બેસિલસ કોગ્યુલન્સ અને બેસિલસ સબટીલીસ હોય છે જે એલ-સિસ્ટીન અને વિટામીન B12 થી ભરપૂર હોય છે, જે લીવર સુધી પહોંચતા પહેલા આંતરડામાં આલ્કોહોલને નષ્ટ કરી નાખે છે. સાથે જ તે એનર્જી અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જો કે, સગર્ભા, સ્તનપાન કરાવતી સ્ત્રીઓ અને 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે તેનું સેવન યોગ્ય માનવામાં આવતું નથી.

Topic | VTV Gujarati

એક અહેવાલ મુજબ, યુરોપિયન ફૂડ એજન્સી અને યુએસ ફૂડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા આ ગોળીને તમામ ઘટકોને અધિકૃત અને સલામત ગણવામાં આવે છે. સ્વતંત્ર ક્લિનિકલ અજમાયશમાં, જે સહભાગીઓએ બે ગ્લાસ વાઇન પીધું અને પીતા પહેલા આ સપ્લિમેન્ટ લીધું, તેમના લોહીમાં 30 મિનિટ પછી સરેરાશ 50 ટકા ઓછો આલ્કોહોલ અને 60 મિનિટ પછી 70 ટકા ઓછો આલ્કોહોલ હતો, જેનાથી સાબિત થયું કે આ ગોળી શરીર પર આલ્કોહોલની અસરોને નોંધપાત્ર રીતે ઘટાડે છે.  

વધુ વાંચો: સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તો કેન્સરનો ખતરો, સ્ટડી બાદ એક્સપર્ટ જણાવી ગંભીર કન્ડિશન

મિર્કલની બે ગોળીઓ આલ્કોહોલ પીવાના ઓછામાં ઓછા એક કલાક પહેલાં લેવી જોઈએ અને તેણી અસર 12 કલાક સુધી રહે છે. જો કે, તેના જેટલા વખાણ થઈ રહ્યા છે, તે કેટલાક લોકો માટે તેટલું જ ઘાતક પણ સાબિત થઈ શકે છે. આ ગોળી યુકે, આયર્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, ઑસ્ટ્રિયા, ઇટાલી અને મોટાભાગના યુરોપિયન બજારોમાં ઉપલબ્ધ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ