બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / Soverign Gold Bond scheme : Investors can purchase it from 12 to 16 february

સારી તક / સોનું ખરીદવાનો પ્લાન હોય તો આ સરકાર લાવી રહી છે ગોલ્ડન ચાન્સ! જાણો ગોલ્ડ બોન્ડના ફાયદા

Vaidehi

Last Updated: 07:44 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી સોનામાં રોકાણ કરી શકાય છે. જાણો સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનાં ફાયદાઓ...

  • સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની નવી તારીખો જાહેર
  • 12થી 16 ફેબ્રુઆરી સુધી કરી શકાશે રોકાણ
  • સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનાં ઘણાં ફાયદા

તમે સૌ જાણો જ છો કે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં તમે સરળતાથી રોકાણ નથી કરી શકતાં. સરકાર એકવાર ફરી તમને સસ્તું સોનું ખરીદવાનો મોકો આપવા જઈ રહી છે. તમે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત 12થી 16 ફેબ્રુઆરીની વચ્ચે સોનામાં રોકાણ કરી શકો છો. સોવરેન ગોલ્ડને ગમે ત્યારે નથી ખરીદી શકાતું..તેના માટે સમય-સમય પર તારીખ જાહેર થાય છે. આ પહેલાં 22 ડિસેમ્બરનાં રોજ આ ગોલ્ડ ખરીદવાનો મોકો મળ્યો હતો. હવે ફરીએકવાર રોકાણકારોને સરકાર દ્વારા આ સારો મોકો મળ્યો છે.

જાણો શું છે સોવરેન ગોલ્ડ બોન્ડ
સોવરેન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે. જેને RBI જારી કરે છે. SGBને ડીમેટનાં રૂપમાં પરિવર્તિત કરાવી શકાય છે. આ બોન્ડ 1 ગ્રામ સોનાનો હોય છે. એટલે કે 1 ગ્રામ સોનાની જે કિંમત હોય છે તે બોન્ડની કિંમત હોય છે. સોવરેન ગોલ્ડ બોન્ડની મદદથી તમે 24 કેરેટનાં 99.9% શુદ્ધ સોનામાં રોકાણ કરી શકો છો. ઓનલાઈન અપ્લાય કરવા પર અને ડિજિટલ પેમેંટ કરવા પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાનો ડિસકાઉન્ટ મળે છે. કોઈપણ વ્યક્તિ એક ફાઈનેંશિયલ યરમાં ઓછામાં ઓછા 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલો સોનામાં રોકાણ કરી શે છે.

SGBમાં રોકાણ કરવાનો ફાયદો

  • વાર્ષિક 2.4%નું વ્યાજ મળે છે જેની ચૂકવણી દર 6 મહિને કરવામાં આવે છે. 
  • બજારમાં સોનાનો ભાવ વધવાની સાથે તમારા રોકાણની વેલ્યૂ પણ વધે છે.
  • ડીમેટ હોવાનાં લીધે સુરક્ષાની ચિંતા નથી રહેતી.
  • બોન્ડની મદદથી લોનનો વિકલ્પ પણ મળે છે.
  • શુદ્ધતાની કોઈ સમસ્યા નથી, પેપર થવાની સથે જ તમને તેની શુદ્ધતાની પણ ચિંતા કરવાની જરૂર નથી.
  • મેચ્યોરિટી બાદ તમને ગોલ્ડ પર કોઈ ટેક્સ નહીં આપવું પડે.
  • ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારે રોકાણ કરવાનો મોકો મળે છે.

ક્યાંથી ખરીદી શકો છો SGB

  • બેંકોથી ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી શકો છો.
  • પોસ્ટ ઓફિસથી પણ ખરીદી શકો છો.
  • સ્ટોક હોલ્ડિંગ કોપરેશનની મદદથી ખરીદી શકાય છે.
  • BSE, NSEનાં પ્લેટફોર્મથી પણ ખરીદવાનો વિકલ્પ છે.

વધુ વાંચો: હવેથી નવી Loan પર અલગથી નહીં આપવી પડે પ્રોસેસિંગ ફી, RBIએ આપી મોટી રાહત

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ